કોરોનાનાં કારણે એક પછી એક કરોડપતિ પરિવારના છ સભ્યોએ છોડી આ દુનિયા, છઠ્ઠા સભ્યનું મૃતદેહ સંભાળનાર હવે કોઈ રહ્યું નથી
ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 246628 પર પહોંચી છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં 6929 દર્દીઓના મોત થયા છે. ધનબાદના કટરાઓના પરિવાર સાથે કોરોનાએ એવી જ તબાહી મચાવી દીધી છે કે ચેપગ્રસ્ત છઠ્ઠા સભ્યના મોત પછી તેનો મૃતદેહ લઈ જનાર કોઇ બચ્યુ જ નથી. કરોડપતિ પરિવારની વ્યથા દરેકની જીભે સાંભળવા મળી રહી છે.
image source
કોરોનાની મહામારી ના કારણે એક ખુબ જ દુખદ કિસ્સો સામે આવી રહ્યો છે. એક પછી એક પરિવારના છ સભ્યોએ કોરોનાનાં કારણે આ દુનિયા છોડી દીધી છે. પાંચમા ભાઈનું સોમવારે રિમ્સમાં અવસાન થયું અને તેને પણ ફાની દુનિયામાંથી કોરોનાનાં કારણે જ વિદાય લીધી હતી. મૃતદેહની તપાસમાં સામે આવ્યું કે તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
image source
મૃત્યુના 24 કલાકથી વધુ સમય વીતી ગયા હોવા છતાં કોઈ મૃતદેહને લેવા પણ આવી શક્યું નથી, કારણે કે પરિવારમાં પાછળ કોઇ બચ્યું જ નથી. કટરાસમાં હાજર સગા-સબંધીઓએ જણાવ્યું હતું કે, ઘરના બાકીનાં લોકો કોરેન્ટાઇન છે અને બધાં ઘરઓ ક્યુરેન્ટાઇનમાં છે. વહીવટી તંત્રએ મૃતદેહ લાવવામાં મદદ કરવી જોઈએ.
image source
ચેપગ્રસ્ત માતા પછી મૃત્યુ પામેલા પાંચ પુત્રોનો ધનબાદ, રાઉલકેલા, પુરૂલિયા અને દિલ્હી સહિતના શહેરોમાં મોટો ધંધો છે. વળી, આ પરિવારમાંથી પાંચ ભાઇઓ સિવાયની બે વ્યક્તિઓ આવકવેરાના વકીલ હતા. અગાઉ આ પરિવારના સભ્યો બીસીસીએલમાં રેતી વહનનું કામ કરતા હતા. બાદમાં બધા જુદી જુદી જગ્યાએ સ્થાયી થયા અને ત્યાં જ પોતાનો વ્યવસાય શરૂ કર્યો. કુટુંબ આર્થિક રીતે સમૃદ્ધ છે, પરંતુ કોરોનાએ પાયમાલી કરી આખો પરિવારને વિખી નાખ્યો છે.
image source
એક દિકારનું રાંચીની હોસ્પિટલમાં મોત થઈ ગયું હતું. ત્યારબાદ બીજા દિકરાનું કેન્દ્રીય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. ત્યારબાદ ત્રીજા દિકરાનું ધનબાદના એક ખાનગી ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોત થયું. 16 જુલાઈના રોજ ચોથા દિકરાનું પણ ટીએમએચ જમશેદપુરમાં કેન્સરની સરવાર દરમિયાન મોત થયું હતું. પાંચમાં દિકરાને ધનબાદના કોવિડ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો જ્યાં સોમવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
રાણી બજારના ઉપરના મકાન પર હજી પણ સીલ છે. જ્યાં એક જ કુટુંબના લગભગ 14 લોકો ઘરના લોકો સંસર્ગમાં છે. બીજી તરફ, આ પરિવારના લગ્ન સમારોહમાં ભાગ લેનારા 70 લોકોમાંથી ઘણાના કોરોના વિશેના રિપોર્ટ હજી મળ્યા નથી.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી




0 Response to "કોરોનાનાં કારણે એક પછી એક કરોડપતિ પરિવારના છ સભ્યોએ છોડી આ દુનિયા, છઠ્ઠા સભ્યનું મૃતદેહ સંભાળનાર હવે કોઈ રહ્યું નથી"
ટિપ્પણી પોસ્ટ કરો