સુશાંતની પીઠ પર બનેલ ટેટુમાં છુપાયો હતો એક ખાસ મેસેજ, મોત પછી ઉઠ્યો રહસ્ય પરથી પડદો
સુશંતના નિધનને એક મહિનાથી વધુ સમય થઇ ગયો છે, પણ એમના પ્રશંસકો વચ્ચે હજી પણ ગમ પ્રસરેલો છે. એ હજી પણ એના મોતના આઘાતમાંથી બહાર નથી આવી શક્યા. ફેંસ સુશાંત સિંહના કેસમાં સીબીઆઈની તપાસની માંગ કરી રહ્યા છે. લોકો આજે પણ સુશાંતના જુના ફોટા અને વિડીયો શેર કરી આજે પણ યાદ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે સુશાંતના ટેટુની તસ્વીર સોશ્યલ મીડિયા પર ઘણી જ વાયરલ થઇ રહી છે. સુશાંતનું આ પહેલું ટેટુ હતું. એમણે એ પોતાની પીઠ પર બનાવડાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે એક ખાસ કારણસર આ ટેટુ સુશાંતની ખુબ જ નજીક હતું. સુશાંતની પીઠ પર જે ટેટુ બનાવેલ હતું, એ એણે એની માં ને સમર્પિત કર્યું હતું. ટેટુનો એની માતા સાથે સંબંધ હતો. પહેલા પણ એ વાત સામે આવી ચુકી છે કે સુશાંત પોતાની માં ની ઘણા નજીક હતા અને માં ના નિધન પછી એ લગભગ તૂટી ગયા હતા. માં ના ગયા પછી જેમ તેમ પોતાની જાતને સંભાળી અને ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી.
માં માટે હતું પહેલું ટેટુ

એટલું જ નહિ, સુશાંતનું ઇન્સ્તાગ્રામ દેખશો તો છેલ્લી પોસ્ટ પણ પોતાની માં ને નામે જ હતી. જણાવી દઈએ કે, સુશાંતે પોતાનું પહેલું ટેટુ વર્ષ ૨૦૧૬ માં બનાવડાવ્યું હતું. એવામાં હવે આ ટેટુને લઈને રોચક કહાની અને એની તસ્વીરો વાયરલ થઇ રહી છે. જયારે સુશાંત ૧૬ વર્ષના હતા ત્યારે એમની માં દુનિયા છોડીને ચાલી ગઈ હતી. એમણે બ્રેન હેમરેજ થયું હતું. માં ની યાદમાં એમણે પોતાની પીઠ પર આ ટેટુ બન્યું હતું.
છુપાયો હતો ખાસ મેસેજ

આ ટેટુ બનાવ્યા પછી સુશાંતે એની તસ્વીર પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. સાથે જ એમણે એનો અર્થ પણ જણાવ્યો હતો. સુશાંતે ટેટુનો ફોટો શેર કરતા કેપ્શન આપ્યું હતું, ૫ એલીમેન્ટ્સ, માં ઓર મેં’. જો તમે આ ટેટુ ધ્યાનથી દેખશો તો ત્રિકોણ વચ્ચે એક નાનકડું બાળક અને એની માં છે.

જો રીપોર્ટસનું માનીએ તો આ ટેટુ સુશાંત પોતાની ગરદન પર બનાવડાવવા ઇચ્છતા હતા. એમણે આ વિષે જયારે પોતાની બહેનને જણાવ્યું તો એમણે પીઠ પર બનાવવાનો આઈડિયા આપ્યો. તો એક ઈન્ટરવ્યુંમાં સુશાંત સિંહ રાજપૂતના પિતાએ કહ્યું હતું કે સુશાંત ઘણા માનતાઓ પછી આવ્યા હતા. સુશાંત ૪ બહેનોના એક માત્ર ભાઈ હતા. સુશાંત બધાના લાડલા હતા. એવામાં જવાન દીકરો અને ભાઈ જવાથી પરિવાર હજી પણ આઘાતમાં છે.
૧૪ જુને કરી હતી આત્મહત્યા

નોંધપાત્ર છે કે ગઈ ૧૪ જુને સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાંદ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. એમની બોડી સૌથી પહેલા એમના નોકરે દેખી હતી અને પોલીસને સુચના આપી હતી. સુશાંત સિંહ રાજપૂત પાસે પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી, એ પછી ગઈ ૧૫ જુને મુંબઈમાં જ સાંજે ૪ વાગ્યે એમનું અંતિમ સંસ્કાર કરી દેવાયું.
0 Response to "સુશાંતની પીઠ પર બનેલ ટેટુમાં છુપાયો હતો એક ખાસ મેસેજ, મોત પછી ઉઠ્યો રહસ્ય પરથી પડદો"
ટિપ્પણી પોસ્ટ કરો