મોદી સરકારની આ યોજનાનો ઉઠાવો જલદી લાભ, જેમાં મળી રહી છે 10 લાખની લોન, જાણો વધુ વિગતો
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર લોન આપે છે. આ લોનની રકમ 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. આ યોજના 2015થી સરકારે શરૂ કરી છે. આ યોજનામાં એપ્લાય કરવાની રીત પણ સરળ છે. તેમાં કોઈ ગેરેંટીની જરૂર નથી. તમારી અરજીના 7 થી 10 દિવસની અંદર લોનની રકમ તમને સરળતાથી મળી શકે છે. આ યોજના અંતર્ગત સરકારે 2020-21 સત્રમાં 14 ઓગસ્ટ 2020 સુધી 48145.27 કરોડ રૂપિયા જાહેર કર્યા છે.
મોદી સરકારની આ સ્કીમમાં કોઈ ગેરેંટી આપવાની રહેશે નહી
પ્રધાનમંત્રી મુદ્રા યોજના(PMMY)નું પૂરું નામ માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ રિફિન્સન્સ એજન્સી છે. આ મુદ્રા યોજનાની વિશેષતા એ છે કે, આ યોજનાના આધારે સરકાર લોકોને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન આપે છે. ઉપરાંત, તેમની પાસેથી કોઈ પ્રોસેસિંગ ચાર્જ લેવામાં આવતો નથી. એટલું જ નહીં લોન લેનાર વ્યક્તિ લોનની રકમ ચુકવવામાં 5 વર્ષ અને તેનાથી વધુનો સમય લઈ શકે છે. એટલે કે લોન લેનાર સરળતાથી સરકારને રૂપિયા પરત પણ કરી શકે છે.
મુદ્રા યોજના અંતર્ગત ત્રણ પ્રકારની લોન ઉપલબ્ધ છે.
– શિશુ મુદ્રા લોન – આ કેટેગરીમાં, તમે તમારો વ્યવસાય શરૂ કરવા માટે 50,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. જો તમે તમારા બિઝનેસમાં નાની મોટી મદદ ઈચ્છો છો તો તમે મોદી સરકારની સ્કીમની આ કેટેગરીનો ભાગ બની શકો છો.
– કિશોર મુદ્રા લોન – જો આ કેટેગરી હેઠળ તમારો ધંધો છે પરંતુ તમે તેને સારી રીતે વિકસાવી શક્યા નથી અને હવે તમે તેને ચોક્કસ રીતે આગળ વધારવા ઈચ્છો છો તો તમે અહીંથી 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. આ રૂપિયાથી તમે તમારી મરજી અનુસાર ધંધાનો વિકાસ કરી શકો છો.
– તરુણ મુદ્રા લોન – મુદ્રા યોજનાની આ કેટેગરી હેઠળ એપ્લાય કરનારને મહત્તમ લોન મળી શકે છે. આ પ્રકારના આધારે તમે તમારો વ્યવસાય વધારવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો.
આ રીતે નક્કી કરાય છે વ્યાજદર
પ્રધાનમંત્રી યોજના (PMMY) અંતર્ગત દરેક વર્ગમાં જુદા જુદા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યા છે. આ લોન તમે કેવી લોન લો છો તેની પર આધાર રાખે છે આ સાથે જ તેમાં એમ પણ ધ્યાન રાખવામાં આવે છે કે કે લોન લેનાર વ્યક્તિ કેવા પ્રકારનો વ્યવસાય કરે છે. આ લોનમાં લઘુતમ વ્યાજ દર 12% છે. તે જ સમયે જો તમે તરુણ મુદ્રાની લોન લો છો, તો તમારે 16% સુધીનું વ્યાજ ચૂકવવું પડશે.
કોને મળી શકે છે મોદી યોજનાની આ ખાસ સ્કીમનો લાભ
નાની સંસ્થાઓ અને વ્યક્તિઓ પોતાના કારોબારનો વિકાસ કરવા માટે આ યોજનાનો લાભ લઈ શકે છે. આ લોન માટે કોઈ પણ કોર્પોરેટ કંપનીમાં કામ કરનારા માટે નહીં લાગૂ પડશે નહીં. ઉપરના નિયમ અનુસાર જ વ્યક્તિને લોન મળી શકશે. નિયમ અનુસાર આ યોજના અંતર્ગત પ્રોપરાઇટરશિપ ફર્મ, સર્વિસ સેક્ટરનો નફો, દુકાનદાર, શાકભાજી અને ફ્રુટના વેચાણ કર્તા, મશીન ઓપરેટર, ટ્રક, કાર ચાલક, નાના ઉદ્યોગો, હોટલ માલિક, ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ઉદ્યોગ અને ખાદ્ય પ્રસંસ્કરણ એકમોને જ મોદી સરકારની આ લોનનો લાભ મળી શકશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "મોદી સરકારની આ યોજનાનો ઉઠાવો જલદી લાભ, જેમાં મળી રહી છે 10 લાખની લોન, જાણો વધુ વિગતો"
ટિપ્પણી પોસ્ટ કરો