શું કોઇ દૂધી અને કોળા નીચે આવું છુપાવે ખરા? જેને લેવા માટે પોલીસે કર્યો 200 કિલોમીટર સુધી પીછો અને પછી…
ગેરકાયદેસર ગુનાહિત દારૂ અને ગાંજા જેવી ચીજવસ્તુઓ વેંચનારાઓ પોલીસથી બચવા માટે કેવી કેવી તરકીબો અજમાવતા હોય છે તે તો તમે સમાચારોમાં વાંચતા જ હશો. આ માટે તસ્કરો વિવિધ પ્રકારના વાહનોમાં ઉપર ઉપર અન્ય ચીજવસ્તુઓ અને નીચે દારૂ ગાંજા જેવી ગુજાહિત ચીજવસ્તુઓ છુપાવીને પોલીસની નજરથી બચી જતા હોય છે.
ત્યારે ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. વિસ્તૃત વિગત જોઈએ તો મધ્યપ્રદેશની શહડોલ પોલીસે નોંધનીય કામગીરી કરતા ગાંજાની એક મોટી ખેપ પકડી પાડી હતી. આ કેસમાં તસ્કરો શાકભાજી વચ્ચે ગાંજાને છુપાવીને લઇ જઈ રહ્યા હતા. પોલીસ પકડી લેશે તેવા ડરથી તેઓએ પોતાનું વાહન હંકારી મૂક્યું હતું અને પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરીકોડને પણ તોડી નાખ્યા હતા. ભારે ફિલ્મી સ્ટાઇલ તેનો લગભગ 200 કિલોમીટર સુધી પીછો કર્યો હતો અને અંતે ગાંજા સાથે તસ્કરોને પકડી પાડ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના તમામ જિલ્લામાં ગાંજાની હેરફેર કરનારાઓની ચેનમાં અનેક નામચીન લોકોના નામ ખુલવાની શક્યતા છે. ઓડિશાના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ગાંજાની ખેતી કરવામાં આવે છે અને ત્યાંથી બહુ સાવચેતી પૂર્વક એ ગાંજાને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓએમ મજબૂત નેટવર્ક દ્વારા ઘુસાડવામાં આવે છે.
શહડોલ પોલીસ અધિક્ષક સત્યેન્દ્ર કુમાર શુક્લને ઉપરોક્ત ગાંજાની ખેપ નીકળી હોવાની બાતમી મળી હતી. સત્યેન્દ્ર શુક્લના જણાવ્યા મુજબ આ વેળા તસ્કરો ગાંજાને શાકભાજી હેઠળ છુપાવીને લઇ જઈ રહ્યા હતા. ઘણી મહેનત કર્યા બાદ પોલીસે તેઓની ગાડી સાથે ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે તસ્કરોએ કોળા અને દૂધીની નીચે 10 કવીન્ટલ ગાંજો છુપાવીને રાખ્યો હતો. આ ગાંજાની કિંમત અંદાજે દોઢ કરોડ રૂપિયા જેટલી થાય છે.
પોલીસના કહેવા મુજબ ગાંજાથી ભરેલી આ લકઝરી કારમાં બે આરોપીઓ સ્વર હતા અને પોલીસને જોઈને તેઓએ પોતાની કાર ભગાવી મૂકી હતી અને રસ્તામાં પોલીસે મુકેલા બેરીકોડ પણ તોડી નાખ્યા હતા.
પોલીસે આરોપીઓની કારનો 200 કિલોમીટર સુધી પીછો કર્યો હતો અને સતના જિલ્લામાં પહોંચી તેઓની ધરપકડ કરી હતી. પોલીસને આરોપીઓ પાસેથી ત્રણ લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી. પોલીસેને આશા છે કે ગાંજા તસ્કરીના આ આરોપીઓની ધરપકડથી ઓડિશાથી છત્તીસગઢ થઈને મધ્યપ્રદેશ તથા ઉત્તરપ્રદેશ સુધી આવતા ગાંજાની તસ્કરીમાં ઘટાડો થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "શું કોઇ દૂધી અને કોળા નીચે આવું છુપાવે ખરા? જેને લેવા માટે પોલીસે કર્યો 200 કિલોમીટર સુધી પીછો અને પછી…"
ટિપ્પણી પોસ્ટ કરો