દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોતનો આંકડો ચિંતા વધારનારો, ખાસ રાખો પોતાનું ધ્યાન

24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમિતોના નવા 62062 કેસ નોંધાયા, મોતનો આંકડો બન્યો ચિંતાજનક

દેશમાં દિવસેને દિવસે કોરોના વાયરસની મહામારીની સ્થિતિ ઓર વધારે ખરાબ થઈ રહી છે. દેશમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 44,386 સુધી પહોંચી ગઈ છે. તો બીજી બાજુ વાયરસના સંક્રમણનો ભોગ બનનાર 15,35743 લોકોએ તેમાંથી છૂટકારો મેળવ્યો છે અને સ્વસ્થ બન્યા છે. કેસ પોઝીટીવીટી નો દર વધીને 13.1 ટકા થઈ ગયો છે. જોકે આશાસ્પદ વાત એ છે કે રીકવરી રેટમાં પણ વધારો જોવા મળ્યો છે. રીકવરી રેટ વધીને 69.33 ટકા થઈ ગયો છે.

image source

મિઝોરમ રાજ્યમાં કોરોનાથી શૂન્ય મૃત્યુ

મિઝોરમમાં કોરોના સંક્રમીતોની સંખ્યા વધીને 620 થઈ ગઈ છે, હાલ એક્ટીવ કેસની વાત કરીએ તો 322 છે. જ્યારે સંક્રમણમાંથી સાજા થઈને ઘરે ગયેલા લોકોની સંખ્યા 298 છે. ખુશીની વાત એ છે કે આ રાજ્યમાં હજુ સુધી કોરોના સંક્રમણથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.

image source

તો બીજી બાજુ ઝારખંડમાં આવેલું અહીંના મુખ્યમંત્રીનું નિવાસ સ્થાન કોરોના સંક્રમણનું હોટસ્પોટ બની ગયું છે. આ સ્થળ પર અત્યાર સુધીમાં 100 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવી ચુક્યા છે. ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેન તેમજ તેમના પરિવારના કોરોના ટેસ્ટ બે વાર કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી ખરાબ

image source

કોરોનાની મહામારીમાં ભારતમાં રોજ હજારો નવા પોઝીટીવ કેસ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 15,34000 જેટલા લોકો કોરોનાના સંક્રમણથી સાજા થઈને ઘરે જતા રહ્યા છે. હાલના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ દેશમાં 6,34000 જેટલા એક્ટિવકેસ છે. પણ ચિંતાની વાત એ છે કે કોરોનાના સંક્રમણના કારણે દેશમાં 44466 લોકોના અત્યારસુધીમાં દુઃખદ મૃત્યુ થયા છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધારે કોરોના વાયરસથી પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના 5,15,332 કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યાર બાદ નંબર આવે છે તામિલનાડુનો અહીં 296901 કેસ નોંધાયા છે, જ્યારે આંધ્રપ્રદેશમાં 227860 કેસ નોંધાયા છે, તો કર્ણાટકમાં 178087 કેસ છે, દિલ્લીમાં 14,5427 કેસ, યુ.પીમાં 12,2609 કેસ, પશ્ચિમ બંગાળમાં 95554 કેસ,, બિહાર પણ ગુજરાત કરતા આગળ નીકળી ગયું છે અહીં 79720 કેસ નોંધાયા છે, તેલંગાણામાં 79495 કેસ અને ગુજરાતમાં 71064 કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ચુક્યા છે.

ન્યૂઝીલેન્ડ છેલ્લા 100 દિવસથી કોરોના મુક્ત – શૂન્ય કેસ

image source

સમગ્ર વિશ્વમાં હાલ અમેરિકા કોરોનાના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત છે. બીજી બાજુ ન્યૂઝીલેન્ડ દેશ કોરોનાથી મુક્ત થયો તેને 100 દિવસ પસાર થઈ ગયા છે આ 100 દિવસમાં અહીં એક પણ કેસ કોરોના સંક્રમણનો નોંધાયો નથી. અને લોકો રાબેતામુજબનું પહેલા જેવું જીવન જીવી રહ્યા છે. તેની ઉજવણી માટે દેશમાં થોડા સમય પહેલાં એક રગ્બી મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને સ્ટેડિટમ હાઉસફુલ થઈ ગયું હતું. તો બીજી બાજુ યુરોપમાં ફરીથી કોરોનાનું સંક્રમણ માથું ઉંચકી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં યુરોપમાં 23000 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રશિયા અને સ્પેનમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો મોતનો આંકડો ચિંતા વધારનારો, ખાસ રાખો પોતાનું ધ્યાન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel