ભારતમાં આવેલા એવા ખતરનાક રન-વે ધરાવતા હવાઈ મથક, જ્યાં પ્લેનને લેન્ડ થવું છે ખૂબ જ જોખમભર્યું
સમાન્ય રીતે પહાડી વિસ્તારોમાં સ્થિત હવાઈ મથક એ ટેબલ ટોપ પ્રકારના હોય છે, આ હવાઈ મથક ઊંચાઈ પર હોવાના કારણે અહી પ્લેનને ઉતરવું એ સરળ નથી હોતું. આ પ્રકારના હવાઈ મથક પર પ્લેનને ઉતારવા માટે ઓછી જગ્યા હોવાના કારણે છેલ્લા સમયે વિમાન ઉતારવા માટે પાયલોટની કુશળતા અને આવડત જરૂરી બની જાય છે. આ પ્રકારના રનવે પર પ્લેનને લેન્ડ કરાવવું ચુનોતિભર્યું કાર્ય બની જાય છે.
કોઝીકોડ હવાઈ મથકનો રન-વે પણ ટેબલ ટોપ પ્રકારનો

હાલમાં કોઝીકોટ હવાઈ મથક પર ઘટેલી ઘટના હજુ આપણા મગજમાં છે ત્યારે આપને જણાવી દઈએ કે આ હવાઈ મથક પણ ટેબલ ટોપ પ્રકારનું છે. એર ઇન્ડિયા એકસપ્રેસના વિમાનોમાં દશક કરતા પણ ઓછા સમયમાં બે વાર આ પ્રકારની રન-વે પરની ઘટનાઓ સર્જાઈ છે. આ સમયે લોકોમાં ટેબલટોપ રનવે એ ચર્ચાનો વિષય છે. જો કે હાલમાં જે દુર્ઘટના ઘટી એ કોઝીકોડ હવાઈ મથકનો રન-વે પણ ટેબલ ટોપ પ્રકારનો છે. આ જ હવાઈ મથકે શુક્રવારના દિવસે એર ઇન્ડિયા એકસપ્રેસનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત બન્યું હતું. જો કે ભારતમાં કોઝીકોડ સિવાય અન્ય ચાર ટેબલ ટોપ રનવે ધરાવતા હવાઈ મથક છે.
ચાર હવાઈ મથકો પર ટેબલ ટોપ પ્રકારના રન-વે

ટેબલ ટોપ પ્રકારના રન વે એવા હવાઈ મથક પર જોવા મળે છે જે હવાઈ મથક ઊંચાઈ વાળા સ્થળે બનાવવામાં આવે છે. આ સાથે જ આ પ્રકારના રન-વે નીચાણવાળા ક્ષેત્રોમાં પણ હોઈ શકે છે, આ પ્રકારના રનવેના અંતમાં ખાઈ પણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અરવિંદ સિંહે જણાવ્યું છે કે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ચાર હવાઈ મથકો પર ટેબલ ટોપ પ્રકારના રન-વે જોવા મળે છે. આ હવાઈ મથકોમાં કોઝીકોડ, મેંગલોર જે કર્ણાટકમાં છે, શિમલા જે હિમાચલ પ્રદેશમાં છે અને પાક્યોંગ જે સિક્કીમમાં આવેલું છે.
ટેબલ ટોપ રનવે પર દ્રશ્ય ભ્રમ સર્જાવાની શક્યતા

જો કે આ સિવાય મીજોરામમાં સ્થિત લેંગપુર હવાઈ મથકનો રન-વે પણ ટેબલ ટોપ પ્રકારનો છે. જો કે આ હવાઈ મથક એ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના આધીન નથી. આ હવાઈ મથક રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે. ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના હસ્તક ૧૩૭ જેટલા હવાઈ મથક છે, જેમાં સંયુક્ત અનુક્રમે ચાલતા હવાઈ મથક પણ સામેલ છે. એર ઇન્ડીયાના એક સીનીયર પાયલોટે કહ્યું કે ટેબલ ટોપ પ્રકારના રન-વે પર સ્વચાલન માટે મદદ મળી શકતી નથી. આ સાથે જ દ્રશ્ય ભ્રમ સર્જાવાની સ્થિતિ પણ ઉદભવે છે જેમાં રનવે નજીક પણ દેખાઈ શકે છે, જો કે વાસ્તવમાં રન-વે ઘણો દુર પણ હોઈ શકે છે.
કોઝીકોડ હવાઈ મથક પર રન-વે ૯૦૦૦ ફૂટનો

સીનીયર પાયલટે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રન-વેની જેમ આ પ્રકારના ટેબલ ટોપ રન-વેમાં બફર ઝોન નથી હોતા. એક સીનીયર પાયલટના જણાવ્યા પ્રમાણે દુનિયાના અનેક જુદા જુદા વિસ્તારોમાં ટેબલ ટોપ પ્રકારના રન-વે છે અને રન-વેની લંબાઈ જ્યારે ઓછી હોય તો વિમાનના ઉતરાણમાં સમસ્યાઓ સર્જાય છે. જો કે કોઝીકોડ હવાઈ મથક પર રન-વે ૯૦૦૦ ફૂટનો છે જે ઘણો લાંબો છે. એમણે જણાવ્યું હતું કે ઉત્તર અને દક્ષિણ ભારતના કેટલાક હવાઈ મથકો પર ટેબલ ટોપ પ્રકારના રન-વે છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પાયલટોને આ પ્રકારના રન-વે અને અલગ અલગ નિયમો વિશે માહિતી આપવામાં આવે છે.
વિમાન નિયમન માટે વિશેષ કુશળતા અને સાવધાનીની જરૂર

મેંગલોર હવાઈ મથક પર મે ૨૦૧૦માં ઘટેલી વિમાન દુર્ઘટનાની કોર્ટ ઓફ ઇન્ક્વાયરી રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં ત્રણ ટેબલ ટોપ રન-વે છે. જેમાં મેંગલોર, કોઝીકોડ અને લેંગપુઈ સામેલ છે. આ રનવે પરથી નિયમિત રૂપે વિમાનો ઉડાન ભારે છે. આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘વિષમ ભૌગોલિક સ્થિતિના કારણે આ વાયુ ક્ષેત્રોમાં વિમાન નિયમન માટે વિશેષ કુશળતા અને સાવધાનીની જરૂર પડે છે.’ રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ટેબલ ટોપ રનવે નજીક હવા ક્ષેત્રની નજીક પહોચવા રસ્તાની સમસ્યા હોય છે, જોનો ઉપયોગ વિમાન દુર્ઘટના સમયમાં કરવાની જરૂર થઇ શકે છે. અઈસીઓની માહિતીના હવાલાને ટાંકીને રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વધારે પડતી દુર્ઘટના વિમાનના ઉતરતા અથવા ઉડતા સમયે જ સર્જાતી હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ભારતમાં આવેલા એવા ખતરનાક રન-વે ધરાવતા હવાઈ મથક, જ્યાં પ્લેનને લેન્ડ થવું છે ખૂબ જ જોખમભર્યું"
ટિપ્પણી પોસ્ટ કરો