રિયા ચક્રવર્તી સાથેની વોટ્સએપ ચેટમાં સુશાંત કરી હતી આટલી મોટી વાત, જે જાણીને તમે પણ…
સુશાંત સિંહ રાજપૂતના કથિત આપઘાત મામલે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. જ્યારથી આ મુદ્દે સુશાંત સિંહ રાજપૂતના પરિવારે પોતાની ચુપ્પી તોડીને રિયા ચક્રવર્તી પર આરોપ લગાવ્યા છે. ત્યારથી જ આ મુદ્દે નવી નવી કડી જોડાઈ રહી છે. તો હાલમાં જ રિયા ચક્રવર્તીના વકીલે રિયા અને સુશાંતની વોટ્સએપ ચેટને સાર્વજનિક કરી દીધી છે. જેમાં બંને સુશાંતની બહેન પ્રિયંકા વિશે વાત કરી રહ્યા છે.
આ વોટ્સએપ ચેટમાં પહેલા તો બંને ખૂબ જ આરામથી વાત કરી રહ્યા છે. એ પછી સુશાંત એક પછી એક પોતાની બહેનને લઈને કેટલીક વાતો રિયાને જણાવે છે. સુશાંત પહેલા રિયાને મેસેજ કરે છે અને એમાં લખે છે “તારો પરિવાર ખૂબ જ શાનદાર છે. સર( રિયાના પિતા) ખૂબ જ સારા છે. સૌવિક સહાનુભૂતિથી ભરેલો છે અને તું પણ જે મારી છે, આ જરૂરી પરિવર્તન પાછળ તું એક પર્યાપ્ત કારણ છે. તમારા બધાની આસપાસ રહેવું મારા માટે ખુશીની વાત છે. ચિયર્સ મારી દોસ્ત, મારી રોકસ્ટાર બનવા માટે.” આગળના મેસેજમાં સુશાંત લખે છે કે “તું પ્લીઝ હંમેશા હસતી રહે, તું હસતી ખૂબ જ સરસ લાગે છે. હું હવે સુવાનો પ્રયત્ન કરું છું. કાશ મને જમીલા જેવું કોઈ સપનું આવે. કેટલું સારું હશે નહિ..ટાટા..”
આ ચૅટ બન્ને વચ્ચે સાંજે 6 વાગ્યાને 8 મિનિટથી 6 વાગીને 14 મિનિટની વચ્ચે થઈ. સુશાંતના મેસેજનો જવાબ આપતા રિયા લખે છે કે “હાહા…સુઈ જા મારા છોકરા. ફ્લાઇટ લેન્ડ કર્યા પછી તને કોલ કરીશ અને આશા છે તું ચંદ્ર પર લેન્ડ કરીશ..સુઈ જા સ્વીટ બાબા બોય.” એ પછી રિયા એકવાર ફરી રાતે 8 વાગ્યાની આસપાસ મેસેજ કરીને એમના હાલચાલ પૂછે છે. એના જવાબમાં સુશાંત તરફથી મેસેજ આવે છે કે “સારું નથી..મારી બહેન હવે સિડ ભાઈને વિકટીમ કાર્ડ રમીને મેનિપુલેટ કરી રહી છે જેથી આ પુરી વાત પરથી ધ્યાન હટીને (એ જ વાત જેને હું અને તું પાછળ મૂકીને આવ્યા છે) મારા પર આવી જાય કે મેં એમને ફિઝિકલી પનીશમેન્ટ આપી. આ ખૂબ જ નિરાશાજનક વાત છે”
એ પછી રિયા સુશાંતને કહે છે કે એ એને મિટિંગ પછી કોલ કરે. પછી સુશાંત એક મેસેજ રિયાને મોકલે છે જેમાં એમને લખ્યું છે પ્રિયંકા માટે. સુશાંત એમાં લખે છે “તું કર એને, આ તુચ્છ હરકત માટે, દારૂના નશામાં છેડછાડમાં તું વિકટીમ કાર્ડની ગેમ રમીને એને કવરઅપ કરવાની કોશિશ કરી રહી છે. તો મારી પ્યારી બહેન, ત્યાં આપણી માઁ છે અને ભગવાન છે, જેમને મને શીખવ્યું અને તે એ શીખ પ્રમાણે એક અપરાધ કર્યો છે. જો તને તારા અભિમાનના કારણે કઈ દેખાતું ન હોય તો પછી ભવવાન જ તારું ભલું કરે કારણ કે હું નથી ડરતો અને હું આગળ પણ એ કામને કરીશ જ જે મેં અત્યાર સુધી કર્યું છે. હું દુનિયામાં જરૂર પરિવર્તન લાવતો રહીશ. ભગવાન અને પ્રકૃતિને જ નિર્ણય કરવા દઈએ કે કોનું કામ સાચું છે.” આ મેસેજ કદાચ સુશાંતે પોતાની બહેનને મોકલ્યો હતો જે એમને રિયાને બતાવ્યો.
પછીનો મેસેજ જે સુશાંતે લખ્યો હતો એ સિડ માટે હતો. એમ સુશાંત લખે છે કે “એમને તને મારી આંખોની સામે માર્યું અને એ મારી બહેને કર્યું જેને લોકો સમજે છે કે દારૂના નશામાં કર્યું હશે અને તું એની વિકટીમ કાર્ડ વાળી વાતોને માની પણ રહ્યો છે. પ્લીઝ મને એ પણ જણાવી દે કે તે અને મેં ઋષિકેશ બસમાં શુ કર્યું હતું.તો તો આપણે બંને વારંવાર શરમસાર થઈશું, જો આપણે બહેનની નજરે જોઈએ તો. હું સ્ત્રીઓની ઈજ્જત કરું છું પણ એમને એ પણ શીખવ્યું છે કે હમેશા સાચનો સાથ આપો અને જે સાચું છે એનાથી ડરો નહિ. શુ તને લાગે છે કે ચર્ચા કરવાવાળી મારી કોઈપણ વાત એક પરેશાની છે અને એમનું કામ સાચું છે. ભાઈ હું બધા સંબંધ છોડી દઈશ અને દુનિયામાં પોઝિટિવ પરિવર્તન લાવવા માટે જે કરી રહ્યો છું એમા લાગી જઈશ. તું એ જ કર જે તને ઠીક લાગે. હું સમજી જઈશ.”
આ ચેટ રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશીંદેએ શેર કરી છે. આ ચેટ કેટલી સાચી અને કેટલી ખોટી એ તો આપણે કહી નથી શકતા. જો આ ચેટ સાચી છે તે સુશાંત પોતાની બહેનની ખરેખર ખૂબ જ નારાજ હતા. આ ચેટ પ્રમાણે સુશાંતની બહેન પ્રિયંકાએ સિદ્ધાર્થ પીઠાની પર હાથ ઉઠાવ્યો હતો અને સુશાંત આ વાતનો વિરોધ કરી રહ્યા હતા. સાથે સાથે રિયા ચક્રવર્તી આમ સુશાંતનો સાથ આપી રહી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "રિયા ચક્રવર્તી સાથેની વોટ્સએપ ચેટમાં સુશાંત કરી હતી આટલી મોટી વાત, જે જાણીને તમે પણ…"
ટિપ્પણી પોસ્ટ કરો