30 સેકન્ડથી શરુ થયેલો દુ:ખાવો 6 વર્ષથી નથી મટ્યો આ યુવતીને, જાણો આખરે કેમ કોઇ ડોક્ટર્સ પણ નથી કરી શક્યા ઇલાજ
શરીરથી સંપૂર્ણપણે સ્વસ્થ જોવા મળતા વ્યક્તિને જો અચાનક માથામાં થોડીક ક્ષણો માટે દુઃખાવો થઈ જાય છે તો તેની સ્થિતિ પણ થોડાક સમય માટે ખરાબ થઈ જાય છે. માથાનો દુઃખાવો એક એવો દર્દ છે જેને આપ કોઈ અન્ય વ્યક્તિને કહેશો તો તે સાચું માને પણ નહી. ઘણીવાર ઓફીસ નહી આવનાર વ્યક્તિ જો પોતાના બોસને એવું કહે છે કે, તેને આજે માથામાં દુઃખાવો થાય છે તો કદાચ બોસ આપની આ વાતને સાચી માનવા તૈયાર થતા નથી. તેમજ જો આપને થોડાક કલાકોમાં માથાનો દુઃખાવો દુર નથી થતો તો આપ વ્યાકુળ થઈ જાવ છો. આપ એક વિચાર કરો કે, થોડાક સમયથી માથું દુખતું રહે છે તો વ્યક્તિ અસાધારણ વર્તન કરી શકે છે તો જે વ્યક્તિને છેલ્લા છ વર્ષથી સતત માથામાં દુઃખાવો રહેતો હોય તેવી વ્યક્તિની સ્થિતિ કેટલી હદે ખરાબ થઈ જતી હશે? આજે અમે આપને આવી જ એક યુવતી વિષે જણાવીશું જેને છેલ્લા છ વર્ષથી સતત માથામાં દુઃખાવો રહ્યા કરે છે આ યુવતીની ઉમર ફક્ત ૨૪ વર્ષની જ છ. અને હવે તેને પોતાની આખી જિંદગી આ માથાના દુઃખાવાને સહન કરતા કરતા જ વિતાવવાની છે. કેમ કે, કોઇપણ ડોક્ટર આ યુવતીના માથામાં થઈ રહેલ દુઃખાવાનો ઈલાજ અત્યાર સુધી કરી શક્યું નથી અને કદાચ ભવિષ્યમાં પણ નહી કરી શકે.
૩૦ સેકન્ડથી શરુ થયેલ માથાનો દુઃખાવો છ વર્ષથી મટ્યો નથી.
અમે જે વ્યક્તિ વિષે જણાવવાના છીએ તે યુકેની રહેવાસી છે તેનું નામ એમ્મા એલેનબે છે. એમ્માને એક દિવસ અચાનક ૩૦ સેકન્ડ માટે માથામાં જબરદસ્ત સણકા આવવાનું શરુ થઈ જાય છે. જો કે, આવો દુઃખાવો એમ્માને પહેલીવાર થયો હતો પણ આ દુઃખાવો અડધી મીનીટમાં જ દુર થઈ જાય છે જેના લીધે એમ્મા આ દુઃખાવાની કોઈ ખાસ નોધ લીધી નહી. જયારે એમ્માને પહેલીવાર માથામાં દુઃખાવો થયો ત્યારે તેની ઉમર ફક્ત ૧૮ વર્ષની ઉમર હતી. એમ્માને પહેલીવાર દુઃખાવો થયાના ત્રણ અઠવાડિયા પછી ફરીથી એમ્માને માથાનો દુઃખાવો શરુ થઈ જાય છે. પણ આ વખતે માથાનો દુઃખાવો દુર થયો નહી. જેના લીધે આ વખતે એમ્મા ડોક્ટરને મળવા જાય છે. તેમ છતાં એમ્માને થઈ રહેલ માથાના દુઃખાવામાં કોઈ ફરક પડતો નથી. ત્યાર પછી એમ્માએ માથાના દુઃખાવાનો ઈલાજ કરવા માટે ઘણા બધા ડોક્ટર્સને મળે છે અને ઘણા બધા રીપોર્ટ કરાવે છે. પણ એમ્માના બધા રીપોર્ટ નોર્મલ આવે છે. એમ્માને છેલ્લા છ વર્ષથી સતત માથામાં દુઃખાવો થતો રહે છે તો પણ કોઈ ડોક્ટર્સ અત્યાર સુધી માથાના દુઃખાવાનું કારણ શોધી શક્યા નહી, નહી કે પછી તેનો કોઈ ઈલાજ કરી શક્યા.
માથાના દુઃખાવાએ જીવન નર્ક બનાવી દીધું.:
એમ્મા પોતાના શરુઆતના દિવસોને યાદ કરતા જણાવે છે કે, આ દુઃખાવાના લીધે તેનું જીવન નરક બની ગયું. આ માથાના દુઃખાવાના કારણે એમ્માને પોતાનું ભણવાનું પણ છોડી દેવું પડ્યું હતું. આ દુઃખાવો એટલો બધો તીવ્ર રહેતો કે, એમ્મા રાતે સુઈ પણ શકતી નહી. દુઃખાવાને દુર કરવા માટે એમ્માએ પેરાસિટામોલથી બ્રુફેન જેવી ઘણી બધી એંટી બાયોટિક દવાઓ લીધી તેમ છતાં આ દવાઓની માથાના દુઃખાવા પર કોઈ અસર થઈ નહી. અંતે ડોક્ટર્સ દ્વારા એમ્માને હાઈપાવર પેઈનકિલર્સ પણ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી. પરંતુ હાઈપાવર પેઈનકિલર્સ પણ એમ્માનો દુઃખાવો દુર કરી શકી નહી. એમ્માને પહેલીવાર માથાનો દુઃખાવો સતત ૭૨ કલાક સુધી ચાલ્યો જેના લીધે એમ્મા ૭૨ કલાક સુધી સુઈ શકી નહી, જેના લીધે એમ્માને ડોક્ટર પાસે લઈને જાય છે અને બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે છે. એમ્માની સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે, એમ્મા ચાલતા ચાલતા પડી ગઈ હતી અને તેનો એક દાંત પણ તૂટી ગયો હતો. જયારે પેઈનકિલર્સથી કોઈ ફર્ક ના પડ્યો તો એમ્માને ડોક્ટરએ દિમાગનો MRI રીપોર્ટ પણ કરાવ્યો, પણ MRI રીપોર્ટથી પણ કોઈ કારણ જાણવા મળ્યું નહી.
ન્યુરોલોજિસ્ટએ પણ હાર માની ગયા.:
અંતે ડોક્ટર્સને એમ્માનો માથાનો દુઃખાવો માનસિક હોવાની શંકા ગઈ. જેના લીધે એમ્મા ખુબ ચિંતિત થઈ ગઈ. એમ્માના માતાપિતા ફાર્માસ્યુટિકલ રીસર્ચ સાયન્ટિસ્ટ હતા. એમ્માના માતાપિતાએ પોતાની દીકરીને કોઈપણ ભોગે આ મુશ્કેલી માંથી બહાર લાવવાનો નિર્ણય કરે છે. અંતે તેઓ એક પ્રાઈવેટ ન્યુરોલોજીસ્ટ સાથે કોન્ટેક્ટ કરે છે. ન્યુરોલોજિસ્ટ દ્વારા એમ્માને ઊંઘ આવે અને તેના માથાનો દુઃખાવો ઓછો થાય તેના માટે સ્ટીરોઇડ સહિત સોડીયમ વાલ્પ્રોએટની દવા પ્રિસ્ક્રાઈબ કરે છે. કેટલાક સમય સુધી સારવાર કર્યા પછી આ ન્યુરોલોજિસ્ટએ પણ પોતાની હાર માની લે છે.
પેઈનકિલર્સ સ્થિતિ વધારે બગાડે છે.:
ઇંગ્લેન્ડના જ કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડૉ. જો ગુઆડાન્ગો આ બાબતે જણાવતા કહે છે કે, કાયમી રીતે માથાનો દુઃખાવો થવો અસામાન્ય નથી હોતો. આ દુઃખાવો સતત થતો રહે છે તો, કેટલીક વાર થોડાક થોડાક સમયના અંતરે થાય છે. કેટલાક કેસમાં માથાના દુઃખાવાનું નિદાન કરવું ઘણું મુશ્કેલ થઈ જાય છે. એમાં પણ જયારે દર્દીએ લાંબા સમય સુધી પેઈનકિલર્સ લીધી હોય છે. પેઈનકિલર્સ લેવાથી શરીરને ઘણી બધી આડઅસર પણ જોવા મળે છે અને પેઈનકિલર્સનો ઓવરડોઝ ખરેખરમાં તો દુઃખાવાને કાયમી કરી દે છે. ત્યાં જ આવા કેસમાં પેરાસિટામોલ કે પછી બુફ્રેન જેવી પેઈનકિલર્સનું સેવન કરવાથી ફાયદા ઓછા થાય છે અને નુકસાન વધારે થાય છે. જો આપને માથાનો દુઃખાવો ત્રણ મહિના કરતા વધારે રહે છે અને જો કોઈ સારવાર કામ નથી કરતી તો દર્દીએ એકસરસાઈઝ, થેરપી, એકયુપંકચર અને એંટીડિપ્રેસન્ટસ માટે પ્રયત્ન કરવા જોઈએ.
અંતે હોર્મોનલ ટેસ્ટ રીપોર્ટએ સાબિતી આપે છે.:
જયારે વર્ષ ૨૦૧૬માં એમ્માનો હોર્મોનલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. એમ્માના હોર્મોનલ ટેસ્ટના પરિણામમાં જાણવા મળ્યું છે કે, એમ્માના બ્લડમાં સ્ટ્રેસ હોર્મોનના નામે ઓળખતા કોર્ટિસોલનું પ્રમાણ ઘણું વધારે હોવાનું સામે આવ્યું. આ હોર્મોનલ ટેસ્ટની મદદથી સાબિત થઈ ગયું કે, એમ્માનો માથાનો દુઃખાવો માનસિક નથી. ત્યાર પછી એમ્માએ એકયુપંચર ટ્રીટમેન્ટ જેવી અન્ય ઘણી ટ્રીટમેન્ટ લીધી પણ એમ્માનો માથાનો દુઃખાવામાં કોઈ રાહત મળી નહી. અંતે એમ્માને પોતાના માથાના દુઃખાવાની કોઈ દવા નહી મળતા એમ્માને દુઃખાવાની સાથે જ પોતાનું જીવન જીવતા શીખવાની જરૂરિયાત પડી. ચાર વર્ષ સુધી પીડા સહન કર્યા પછી એમ્માએ કોગ્નિટીવ બિહેવિયરલ થેરપી શરુ કરે છે. કોગ્નિટીવ થેરપીમાં વ્યક્તિને પોતાના વિચારવાની શક્તિ અને વર્તનને બદલવાનું શીખવાડવામાં આવે છે. એનાથી તેઓને જે સમસ્યાનો ઉકેલ નથી હોતા અને તેની સાથે જીવતા શીખી શકે છે.
હવે જીવન જીવવાની એક નવી રાહ મળી.:
સતત છ વર્ષોથી માથાનો દુઃખાવો સહન કરી રહેલ એમ્માને હવે જીવન જીવવાનો એક નવો માર્ગ મળ્યો છે. જો કે, એમ્મા હવે એક કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે જોબ કરે છે એટલું જ નહી એમ્માને એક બોયફ્રેન્ડ પણ છે. એમ્માના જીવનમાં આ સમસ્યાના કારણે એક સમય એવો પણ આવ્યો જયારે એમ્માને પોતાના જીવન જીવવા માંથી રસ ખોઈ દીધેલ એમ્મા હવે દ્રઢપણે માનવા લાગે છે કે, કોઈપણ પીડા કે પછી વેદના એમ્માને પોતાની જિંદગીનો આનંદ માણતા અટકાવી શકે તેમ છે નહી. એમ્મા હવે તો એવું પણ કહે છે કે, એક સવારે એમ્મા પોતાની ઊંઘ પૂરી કરીને ઉઠે છે અને તેનું માથું ના દુખતું હોય તો પણ પોતાને આ દુઃખાવા માંથી છુટકારો મળી ગયો છે તે વાતને માનતા પણ એમ્માને ખબર નહી કેટલા દિવસો પસાર થઈ જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "30 સેકન્ડથી શરુ થયેલો દુ:ખાવો 6 વર્ષથી નથી મટ્યો આ યુવતીને, જાણો આખરે કેમ કોઇ ડોક્ટર્સ પણ નથી કરી શક્યા ઇલાજ"
ટિપ્પણી પોસ્ટ કરો