સુશાંત સ્યુસાઇડ કેસ: આખરે રિયા ઈન્ટરવ્યૂમાં બોલી ગઇ કે મારો વાંક બસ એટલો જ છે કે મેં…
અંતે રીયા ચક્રવર્તી ઇન્ટરવ્યુમાં કહે છે કે, મારો વાંક ફક્ત એટલો જ છે કે મેં…..
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુને આત્મહત્યા છે કે, હત્યા આ વાતને સાબિત કરવા માટે CBI દ્વારા ભરપુર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યાં જ બીજી બાજુ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. સૌથી મહત્વનો પ્રશ્ન આ કેસમાં સુશાંત સિંહ રાજપુતના પિતા કે. કે સિંહે કર્યો છે કે, રિયા ચક્રવર્તીએ સુશાંતની હત્યા કરી છે. ત્યારે રીયા ચક્રવર્તી પણ હવે પોતાનો બચાવ કરવામાં સામે આવી છે.
-સુશાંત સિંહ રાજપુતના પિતાએ રીયાને દોષી ગણાવી છે.
-રીયા ચક્રવર્તીએ પોતાના બચાવ માટે ઇન્ટરવ્યુ આપ્યું.
-ડ્રગ ડીલર સાથે થયેલ રીયા ચક્રવર્તીની ચેટ વાયરલ થઈ.
સુશાંત સિંહ રાજપુતના પિતા કે. કે. સિંહ દ્વારા રીયા ચક્રવર્તીને હત્યારી જાહેર કરી દેવામાં આવી છે તો ત્યાં જ બીજી બાજુ રીયા ચક્રવર્તીએ હવે પોતાના બચાવ માટે મૌન ભંગ કરતા દિગ્ગજ પત્રકાર રાજદીપ સરદેસાઈને ઇન્ટરવ્યુ આપ્યા પછી રીયાએ ટ્વીટ કરતા જણાવ્યું છે કે, મારો વાંક ફક્ત એટલો જ છે કે, મેં સુશાંતને પ્રેમ કર્યો, કોઇપણ તપાસ એજંસી મને સવાલ જવાબ કરશે તો હું તૈયાર છું.
જયારે દિગ્ગજ પત્રકાર રાજદીપ સરદેસાઈ દ્વારા બીજી ટ્વીટ કરીને કહે છે કે, કોણ નિર્દોષ છે અને કોઈ દોષિત આ વિષે નિર્ણય કરવાનું કામ ટીવી ચેનલ્સનું નથી.
રીયા ચક્રવર્તી સામે નાર્કોટિક્સમાં કેસ ફાઈલ.:
રીયા ચક્રવર્તી અને ડ્રગ ડીલરની વચ્ચે થયેલ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા અભિનેત્રી રીયા ચક્રવર્તી, સુશાંત સિંહ રાજપુતના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાંડા, જયા સાહા અને ગૌરવ આર્યાની સામે નાર્કોટિક્સ બ્યુરોમાં કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.
અભિનેત્રી રીયા ચક્રવર્તી અસુરક્ષિત છે.:
સુશાંત સિંહ રાજપુતના આત્મહત્યાના કેસ બાબતે પુછપરછ કરવા માટે રીયા ચક્રવર્તી અને તેના પરિવારને જયારે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે તો રીયા ચક્રવર્તીના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી દીધી છે કે, મીડિયા દ્વારા તેમને ફોલો કરવામાં આવે છે અને તેમના પરિવારને પરેશાન પણ કરવામાં આવી રહ્યા છે. આ બાબતે અભિનેત્રી રીયા ચક્રવર્તીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખે છે કે, મારા પરિવારને આવી રીતે પરેશાન કરવામાં આવે છે.
રીયા ચક્રવર્તી દ્વારા બીજા વિડીયોને પોસ્ટ કરતા લખે છે કે, આ અમારી બિલ્ડીંગના સિક્યોરીટી ગાર્ડ છે, મીડિયા તેમને ઈજા પહોચાડે છે અને આ વિષે કોઈ કાયદો છે કે નહી. મીડિયા દ્વારા અમારી બિલ્ડીંગમાં બળજબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કરે છે, આવી ઘટનાઓ માટે કોણ જવાબદાર. આ સાથે જ રીયા ચક્રવર્તીએ #jisticeforram નામનું હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.
ભારતીય કાયદામાં જણાવ્યા મુજબ જ્યાં સુધી કોઈ વ્યક્તિનો દોષ સાબિત નથી થઈ જતા ત્યાં સુધી તે વ્યક્તિને દોષિત માની શકાય નહી, ત્યારે રીયા ચક્રવર્તી સાથે દોષિત જેવો વ્યવહાર થઈ રહ્યો છે. બે મહિલાઓ તેના બિલ્ડીંગમાં જબરદસ્તી ઘુસી આવે છે અને રીયા ચક્રવર્તીના પરિવાર પર આરોપ લગાવવા લાગે છે કે, રીયાનો પરિવાર કાળોજાદુ કરે છે. જો કે તે બંને મહિલાઓને બિલ્ડીંગની બહાર મોકલી દેવામાં આવે છે. અભિનેત્રી રીયા ચક્રવર્તી આવા વિડીયો અને વિચારોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી રહી છે.
જો કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં CBI શું રીપોર્ટ ફાઈલ કરશે તે જોવું રહ્યું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "સુશાંત સ્યુસાઇડ કેસ: આખરે રિયા ઈન્ટરવ્યૂમાં બોલી ગઇ કે મારો વાંક બસ એટલો જ છે કે મેં…"
ટિપ્પણી પોસ્ટ કરો