સુરત : કોરોનાએ સતત ૨ મહિના બા૨ બાર કલાક સુધી કોરોના વોર્ડ માં કામ કરતા 34 વર્ષના યુવાન ડોક્ટર નો પણ ભોગ લઇ લીધો
Spread the love
વિનસ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં આર.એમ.ઓ તરીકે ફરજ બજાવતા માત્ર 34 વર્ષના તરવરીયા યુવાન ડૉ. હિતેષ લાઠીયાનો કોરોનાએ જીવ લઈ લીધો. તેમને કોઈ જ અન્ય રોગ(કો મોર્બિડ કન્ડીશન) ન હતી. છતાં કોરોનાનું સંક્રમણ લાગ્યા પછી તેમની હાલત ગંભીર થતાં ECMO (એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન) ઉપર મુકવામાં આવ્યા હતા પરંતુ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલના સ્ટાફે તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી.
વિનસ હોસ્પિટલના 34 વર્ષીય RMO ડૉ. હિતેશ લાઠીયાનું કોરોનાથી મોત થયું છે. હિતેશભાઈ BHMS થયેલા હતા. હિતેશભાઈ પત્ની, માતા અને બાળકો સાથે રહેતા હતા અને વિનસ હોસ્પિટલના RMO તરીકેની જવાબદારી નિભાવતા હતા. દરમિયાન એક મહિનો કોરોના વોર્ડમાં કામ પણ કર્યું હતું. ત્યારબાદ તેમને લાઈટ ડ્યુટી અપાઈ હતી. 20 દિવસ પહેલા તાવ આવ્યો એટલે હોમ ક્વોરન્ટીન કરી દેવાયા હતા.
જોકે, તાવ અને શ્વાસની તકલીફ વધી જતાં વિનસ હોસ્પિટલમાં જ દાખલ કરાયા હતા. 4 દિવસ વેન્ટિલેટર પર અને 5 દિવસ એડવાન્સ ECMO મશીન પર રખાયા હતા. જોકે તબિયતમાં કોઈ સુધારો થયો નહી. ગઈકાલે બ્રેઇન ડેડ થઈ ગયા હતા અને એટલે પરિવારની પરવાનગી લેવા વાતચીત ચાલી રહી હતી. દરમિયાન આજે સવારે છેલ્લા શ્વાસ લઈ મોતને ભેટ્યા હતા.
વિનસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કોરોના વોરિયર હિતેશભાઈને તિરંગામાં લપેટી ભાવભીની વિદાય આપી હતી.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 643 લોકો કોરોનામાં મોતને ભેટી ચૂક્યા છે. હાલ 3701 લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે. જ્યારે ગત રોજ 261 લોકો સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 10,321 લોકો કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચૂક્યા છે.
0 Response to "સુરત : કોરોનાએ સતત ૨ મહિના બા૨ બાર કલાક સુધી કોરોના વોર્ડ માં કામ કરતા 34 વર્ષના યુવાન ડોક્ટર નો પણ ભોગ લઇ લીધો"
ટિપ્પણી પોસ્ટ કરો