કોરોનાએ બદલી અમદાવાદીઓની જીવનશૈલી, લોકોમાં આવ્યા આટલા બધા મોટા પરિવર્તનો

કોરોનાના કારણે અમદાવાદીઓના જીવનમાં આવ્યું વિશાળ પરિવર્તન – પાણીના વપરાશમાં થયો ગજબનો વધારો

કોરોના કાળમાં સમગ્ર વિશ્વમાં ખૂબ બધું પરિવર્તન આવ્યું છે. લોકોના જીવનમાં ધરખમ ફેરફાર જોવામાં આવી રહ્યા છે. જ્યાં દિવસમાં માંડ એક વાર હાથ ધોવામાં આવતા હતા ત્યાં આજે વારંવાર હાથ ધોવામાં આવી રહ્યા છે. જ્યાં દિવસમાં ઘરમાં માત્ર એક વાર જ પોતું થતું હતું ત્યાં હવે ઘરને સ્વચ્છ રાખવા માટે ધોવામાં આવી રહ્યું છે.

image source

માત્ર એટલું જ નહીં પણ પહેલાં જ્યારે માત્ર પોતાના ઘરને જ સ્વચ્છ રાખવાનો લોકો આગ્રહ રાખતા હતા ત્યાં લોકો પોતાની ઘરની આસપાસના વિસ્તારો પણ સ્વચ્છ રહે તેનું ખાસ ધ્યાન રાખતા થયા છે. અને આ સ્વચ્છતાના પ્રયાસમાં અમદાવદીઓનો પાણીનો વપરાશ ઘણો વધી ગયો છે. એક અહેવાલ પ્રમણે પહેલાં કરતાં આજે અમદાવાદીઓ 20 ગણો પાણીનો વપરાશ કરે છે.

સંક્રમિતોની સંખ્યા વધતી જાય છે તેમજ લાઇફસ્ટાઇલમાં પણ પરિવર્તન આવી રહ્યું છે

image source

હાલના સંજોગોમાં સમગ્ર દેશમાં હજારોની સંખ્યામાં સંક્રમિતોનો વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ હવે દિવસના સરેરાશ 1100 પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે અને સંક્રમણથી સરેરાશ 20 લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. ત્યારે લોકો કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે.

image source

લોકો માસ્ક તો પહેરે જ છે પણ સાથે સાથે હાથ ધોવાના મહત્ત્વને પણ સમજી ગયા છે. લોકોની જીવશૈલીમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે. લોકો હવે બે વાર નહાય છે અને હાથ તો કોણ જાણે કેટલીએ વાર ધુવે છે. અને તેના કારણે લોકોના પાણીના વપરાશમાં પણ ભારે વધારો થયો છે. તમને જાણીને નવાઈ લાગશે શહેરમાં 1398 મિલિયન લિટર પાણી વપરાઈ રહ્યું છે.

ઘરની બહારથી આવતી દરેકે દરેક વસ્તુને વ્યવસ્થિત રીતે ધોવામાં આવે છે

image source

આપણા શરીરને આપણા ઘરની તેમજ ઘરમાંની વસ્તુઓની તેમજ ઘરની આસપાસની જગ્યાઓની સ્વચ્છતા મહદ અંશે પાણી પર નિર્ભર છે. આપણે આપણા ઘરમાં આવતી શાકભાજીથી માંડીને, બિસ્કિટના પેકેટ સુધીની વસ્તુઓને જ્યારથી કોરોનાની મહામારીએ પ્રવેશ કર્યો ત્યારથી પાણીથી તેમજ વિવિધ રીતે તેને સ્વચ્છ કર્યા બાદ જ વાપરવાનું પસંદ કરીએ છીએ.

image source

જોકે હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે તો કેટલાક લોકો વરસાદનું પાણી ભેગુ કરીને તેનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ઘરની બહારથી જે કોઈ વસ્તુ ઘરની અંદર આવે તે પછી દૂધની થેલી હોય કે શાકભાજી હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય તેને ધોયા બાદ જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને કોઈ પણ બારની વસ્તુને અડ્યા બાદ હાથ ધોઈ લેવાની પણ ખાસ તકેદારી રાખવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "કોરોનાએ બદલી અમદાવાદીઓની જીવનશૈલી, લોકોમાં આવ્યા આટલા બધા મોટા પરિવર્તનો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel