દયાબેન આ સ્પેશિયલ એપિસોડમાં આવશે નજર, દર્શકો થઇ જશે ખુશ-ખુશ
વર્તમાન સમયમાં ટેલીવિઝન જગતના સૌથી પ્રખ્યાત શો તરીકે તારક મહેતા કા ઉલટા ચશ્માં ચાલી રહ્યો છે. આવા સમયે આ શોને લઈને અનેક સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં અનલોક ૨ દરમિયાન શોની શુટિંગ ફરીથી સાવચેતીના પગલા સાથે શરુ કરવામાં આવી છે. ત્યારે આ શોના પાત્રોને લઈને અવારનવાર મીડિયા અને સોશિયલ મીડિયામાં ખબરો વાયરલ થાય છે. હાલમાં લોકડાઉન સમયથી જ આ શોમાં દયાબેનના પાત્રને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે હવે ફરીથી શોમા દયાબેન પરત ફરે તેવા એધાણ જોવા મળી રહ્યા છે.
શોના નવા ભાગમાં દયાબેનની કમી ખટકી રહી છે
હાલમાં જ્યારે ધીરે ધીરે ટેલીવિઝન ઇન્ડસ્ટ્રી ફરીથી સરકારી ગાઈડલાઈન્સ પ્રમાણે શરુ થઇ રહી છે, ત્યારે આ શોની જીવાદોરી સમાન જોડી એટલે કે જેઠાલાલ અને દયાબેનની જોડીમાંથી દયાબેન શોમાંથી લાંબા સમયથી ગાયબ છે. ઉલ્લેખનીય છે કે દયાબેન ગર્ભવતી થયા ત્યારે એમણે આ શોને અલવિદા કહ્યું હતું. ત્યારબાદ હજુ સુધી તે આ શોમાં પરત ફર્યા નથી. આ બધા વચ્ચે એવી અફવાઓ પણ સાંભળવા મળી હતી કે આ શોમાં દયાબેન પરત ફરશે અથવા એમના સ્થાનને રીપ્લેશ કરવામાં આવશે. જો કે હજુ સુધી આ બેમાંથી કોઈ પણ વાત સાચી થઇ નથી. હાલમાં જ્યારે આ શોના નવા ભાગ આવ્યા છે, ત્યારે શોમાં દયાબેનની કમી ખટકી રહી છે. જો કે છેલ્લા ત્રણ વર્ષથી દયાબેન આ શોમાંથી ગાયબ છે. પણ હવે ફરીથી તેઓ આ શોમાં પરત ફરે તેવી પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે.
રક્ષાબંધન સ્પેશ્યલ ભાગમાં દયાબેન શોમાં દેખાઈ શકે
ઉલ્લેખનીય છે કે આ અંગે હજુ સુધી અસિત મોદી દ્વારા કોઈ પણ પ્રકારની સપષ્ટતા કરવામાં આવી નથી. પણ પીક્વીલાના એક અહેવાલ પ્રમાણે એમણે જણાવ્યું છે કે રક્ષાબંધન સ્પેશ્યલ એપિસોડમાં દયાબેન શોમાં પાછા દેખાઈ શકે છે. જો કે આવું કાઈ પણ જોવા મળ્યું ન હતું. આ અંગે શો મેકર્સે પણ કોઈ જાતનો ખુલાશો કર્યો નથી. જો આ સમાચાર સાચા હોય અને દયાબેન શોમાં પાછા આવવાના હોય તો ઘણા સમય પછી દર્શકોને ફરી એકવાર દયાબેનના ગરબા જોવા મળી શકે છે.
દયાબેન શોની હાર્ટબીટ હતા, શોની રોનક અધુરી
આ શોમાં સતત દયાબેનની હાજરીને લઈને પ્રશ્નો ઉભા થાય છે, ત્યારે આ શોમાં કામ કરતી જેનિફરે એવી હીટ આપી હતી કે દયાબેન પરત જરૂર ફરશે. ઉલ્લેખનીય છે કે આ સમયે દયાબેન માટે એમની દીકરી એ પ્રથમ પ્રાયોરીટી છે, પરિણામે એમના પર કોઈ પણ પ્રકારનો દબાવ બનાવવો એ યોગ્ય નથી. જો કે આ શોમાં એમની હાજરી સતત લોકોને ખટકી રહી છે. એ હાલો… કહીને ગોકુલધામ સોસાયટીમાં ગરબા રમવા માંડતા દયાબેનને જોયા વગર દર્શકો પણ હતાશા અનુભવે છે. દયાબેન એ શોની હાર્ટબીટ હતા અને હવે જ્યારે આ શોમાં દયાબેન જ નથી તો જાણે કે આખી ગોકુલધામ સોસાયટીમાં ખાલીપો લાગે છે.
રોશન સિંહ સોઢીએ પણ શૉ છોડી દીધો
હાલમાં જયારે દયાબેનના પાત્રને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આપને જણાવી દઈએ કે દયાબેનની ગેરહાજરી પછી આ શોમાંથી બીજા પાત્રોના જવાના સમાચાર પણ છે. જેમ કે આ શૉમાંથી ગુરુચરણ સિંહ એટલે કે રોશન સિંહ સોઢીએ પણ અલવિદા કહી દીધું છે. આ સિવાય એવી અફવાઓ પણ સાંભળવા મળી રહી છે કે, આ શોમાં તારક મહેતાની પત્ની અંજલિ મહેતાનું પાત્ર ભજવનાર નેહા મહેતા પણ હવે આ શૉને જલ્દી જ અલવિદા કહી દેવાના છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "દયાબેન આ સ્પેશિયલ એપિસોડમાં આવશે નજર, દર્શકો થઇ જશે ખુશ-ખુશ"
ટિપ્પણી પોસ્ટ કરો