કોરોના સંક્રમિત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની કરાઈ સફળ બ્રેન સર્જરી, લઈ રહ્યા છે સારવાર
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી(84) અત્યારે વેન્ટિલેટર સપોર્ટ પર છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રૂટિન ચેકઅપ દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી સોમવારે સવારે તેમને દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. અહીં તેમની બ્રેન સર્જરી કરવામા આવી હતી.

2004માં મુખર્જી રક્ષામંત્રી બન્યા ત્યારથી આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ તેમની પસંદગીની હોસ્પિટલ રહી છે. મળતી માહિતી અનુસાર અત્યારે પ્રણવ મુખર્જીનું હોસ્પિટલમાં મોનિટરિંગ કરવામા આવી રહ્યું છે. આ સમયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રણવ મુખર્જીના દીકરી શર્મિષ્ઠા મુખર્જી સાથે વાત કરીને સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી.

કોરોના વાયરસ દેશમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં ઘણા નેતાઓ પણ આ મહામારીનો ભોગ બન્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો પણ થોડા દિવસો અગાઉ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પછીથી તેમને મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.

અત્યારે તેઓ ત્યાં જ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. તેમના રિપોર્ટ નેગેટિવ આવવાની વાત પણ ફેલાઈ હતી જેને પાછળથી નકારવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યારે હોસ્પિટલમાં તેમનું મોનિટરિંગ કરવામા આવી રહ્યું છે.

ગૃહ મંત્રી અમિત શાહ સિવાય અર્જુન મેઘવાલ અને અન્ય કેટલાક કેન્દ્રીય મંત્રીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય અનેક સરકારી મંત્રીઓ પણ આ વાયરસથી સંક્રમિત છે. થોડા દિવસો અગાઉ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમને સારવાર બાદ હવે રજા મળી છે. આ લિસ્ટમાં બોલિવૂડ પણ બાકાત રહ્યું નથી. અહીં પણ અનેક વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા છે અને સારવાર બાદ સાજા થયા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કોરોના સંક્રમિત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની કરાઈ સફળ બ્રેન સર્જરી, લઈ રહ્યા છે સારવાર"
ટિપ્પણી પોસ્ટ કરો