કોરોના મહામારીએ તમારા ખિસ્સા પર કરી માઠી અસર, જાણો વ્યક્તિ દીઠ નુકસાન
શું તમે જાણો છો કે કોરોના વાયરસની તમારા ખિસ્સા પર કેટલી અસર થઈ છે? તમે માનતા હશો કે કોરોનાએ તમારું કંઈ બગા઼ડ્યું નથી. પણ શું આ વાત સાચી છે. તમે જાણો પણ છો કે કોરોના મહામારીએ તમારા ખિસ્સા પર કેટલી મોટી અસર કરી છે. કેટલાક નહીં મોટાભાગના લોકોની નોકરી છીનવાઈ છે. જે લોકો આ માહિતીથી વાકેફ નથી તો અમે આપને જણાવી દઈએ કે કોરોના વાયરસ નામની મહામારીના લીધે તમારા ખિસ્સા પર 27 હજાર રૂપિયાની અસર થઈ છે. આ કોઈ ઉડતી કે હવામાં કહેલી વાત નથી, પણ દેશમાં જાહેર ક્ષેત્રની સૌથી મોટી અગ્રણી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના એક અહેવાલમાં આ માહિતી જાણવા મળી છે.
શ્રમિકોને થયું છે મોટું નુકસાન
જે રાજ્યોમાં કોરોના વાયરસના કેસ સૌથી વધારે છે ત્યાં સૌથી વધારે નુકસાન થયું છે. આ નુકસાન ખાસ કરીને શ્રમિકોને વધારે પ્રમાણમાં થયું છે. મોટાભાગના શ્રમિકો બેરોજગાર બન્યા છે. 17 ઓગસ્ટના રોજ SBIએ જાહેર કરેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યુ હતું કે કોરોના વાયરસને લીધે રાજ્ય સરકારોને રૂપિયા 38 લાખ કરોડનું જંગી નુકસાન થયું હોવાનો અંદાજ છે.
મહારાષ્ટ્રને આર્થિક રીતે થયું મોટું નુકસાન
જેમ કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના આશરે 7 લાખ કેસ થઈ ગયા છે. તેને લીધે વધારે નુકસાન પણ થઈ ગયુ છે. મહારાષ્ટ્રને આ વર્ષ GDPમાં 5.39 લાખ કરોડ રૂપિયાથી વધારે એટલે કે 14.2 ટકા નુકસાન ફક્ત મહારાષ્ટ્રમાં થશે. જ્યારે ગુજરાતમાં સરેરાશ વ્યક્તિ દીઠ રૂપિયા 45,018 નુકસાન થવાનો પણ અંદાજ છે.
દેશમાં વ્યક્તિ દીઠ સરેરાશ રૂપિયા 27 હજારનું નુકસાન
કોરોના વાયરસને લીધે GDPને રૂપિયા 38 લાખ કરોડથી વધારે નુકસાનનો અંદાજ છે, જેને લીધે તેની અસર સામાન્ય પ્રજાજનોના ખિસ્સા પર પણ પડશે. દેશના દરેક વ્યક્તિને ઓછામાં ઓછા 27 હજાર રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે. જે મહારાષ્ટ્રનો GDP સૌથી વધારે નુકસાન પહોંચી રહ્યું છે, ત્યાં દરેક વ્યક્તિ 38 હજાર 841 રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. દિલ્હીવાસીને પણ રૂપિયા 87 હજાર 223 રૂપિયાનું નુકસાન થઈ શકે છે.અલબત, જે રાજ્યોમાં વસ્તી ઓછી છે ત્યાં લોકોના ખિસ્સા પર કોરોનાની અસર વધારે થઈ શકે છે. જેમ કે કોરોનાને લીધે ગોવાના GDPને રૂપિયા 16 હજાર 518 કરોડનું નુકસાન થઈ શકે છે. જેથી ગોવામાં રહેતા દરેક વ્યક્તિને રૂપિયા 1.05 લાખથી વધારેનું નુકસાન થવાનો અંદાજ છે.
અન્ય એક અહેવાલ પ્રમાણે કોરોના વાયરસને લીધે રાજ્ય સરકારોએ સ્ટેટ ડેવલપમેન્ટ મારફતે સૌથી વધારે ધિરાણ લીધું છે. તેના ડેટા પ્રમાણે આ વર્ષ એપ્રિલથી જુલાઈ વચ્ચે 4 મહિનામાં રાજ્ય સરકારોએ 1.88 લાખ કરોડથી વધારે ધિરાણ કે ઉછીના નાણાં લીધા હતા. જ્યારે ગયા વર્ષ એપ્રિલથી જુલાઈ વચ્ચે સરકારે 1.32 લાખ કરોડ રૂપિયાનું દેવુ કર્યું હતું. એટલે કે આ વર્ષ સરકારોએ ગત વર્ષની તુલનામાં 42 ટકા વધારે ધિરાણ મેળવ્યુ છે. સૌથી વધારે ધિરાણ એપ્રિલ મહિનામાં લેવામાં આવ્યુ હતું. આ વર્ષ એપ્રિલ મહિનામાં રાજ્ય સરકારોએ 55 હજાર 332 કરોડનું ધિરાણ મેળવ્યુ હતું. જ્યારે એપ્રિલ 2019માં દેવુ રૂપિયા 29 હજાર 572 કરોડ હતું. અલબત સરકારે મે મહિનાથી જુલાઈ સુધી પ્રત્યેક મહિને રૂપિયા 44થી 45 હજાર કરોડનું દેવુ ઉભુ કર્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "કોરોના મહામારીએ તમારા ખિસ્સા પર કરી માઠી અસર, જાણો વ્યક્તિ દીઠ નુકસાન"
ટિપ્પણી પોસ્ટ કરો