શું તમેે જાણો છો બાળકો કઇ ઉંમરે ઘૂંટણીયે ચાલવાનું કરે છે શરૂ?
બાળકને ચાલતા જોઈ માતાપિતાના ચહેરા પર આનંદ આવે છે.તે જ સમયે,જો બાળક સમયસર ચાલવાનું શરૂ ન કરે તો તે માતાપિતા માટે ચિંતાનો વિષય બની જાય છે.
બાળકના જન્મ પછી,આખું ઘર બાળકના પ્રથમ વખત બોલવાની અને પ્રથમ પગલાની રાહ જુએ છે.જો કે, ચાલતા પહેલા શિશુ તેના ઘૂંટણ પર ચાલતા શીખે છે.કેટલાક બાળકો ટૂંક સમયમાં જ ઘૂંટણ પર ચાલવાનું શરૂ કરે છે.જો તમારું બાળક હજુ નાનું છે અને તેણે હજી સુધી ઘૂંટણ પર ચાલવાનું શરૂ કર્યું નથી,તો પછી જાણો કે બાળકો કઈ ઉંમરે ઘૂંટણ પર ચાલવાનું શરૂ કરે છે ?
બાળકો કઈ ઉંમરે ઘૂંટણ પર ચાલવાનું શરૂ કરે છે ?
ઘણા બાળકો 7 મહિનાથી 10 મહિનાની વચ્ચે ઘૂંટણ પર ચાલવાનું શરૂ કરે છે,પરંતુ દરેક બાળક અલગ હોય છે અને બની શકે કે બીજા બાળકો કરતા તમારું બાળક પેહલા અથવા પછી ચાલવાનું શરુ કરે.તેવી જ રીતે,કેટલાક બાળકો ઘૂંટણ પર ચાલવાને બદલે સીધા જ ચાલવાનું શરૂ કરી દે છે.
ધ્યાનમાં રાખો કે દરેક બાળકનો વિકાસ વિવિધ રીતે થાય છે.અન્ય બાળકો સાથે તમારા બાળકોની તુલના ન કરો.
ચાલતા પેહલા તમારા બાળકોમાં આ ચિહ્નો જોવા મળે છે
ઘૂંટણ પર ચાલવાનું શરૂ કરતા પહેલા બાળકોમાં કેટલીક કુશળતા વિકસાવવાની જરૂર છે.આ કુશળતા બાળકના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તેને ચાલવામાં મદદ કરે છે.જો તમે તમારા બાળકોમાં નીચેના જણાવેલ ચિહ્નો જોઈ રહ્યાં છે,તો શક્ય છે કે ટૂંક સમયમાં તમારું બાળક તેના ઘૂંટણ પર ચાલવાનું શરૂ કરે:
સુતા સમયે સતત હલચલ કરવી.
ઊંધું સૂઈને ડોકને આમ-તેમ ફેરવવી
સીધું સૂઈને પગ પકડવા.
સૂતાં સમયે સતત ઊંધું-સીધું સૂવું.
તમારા બાળકની આવી રીતે મદદ કરો
જો તમારા બાળકએ જણાવેલી ઉમર પછી,પણ હજુ ચાલવાનું શરુ નથી કર્યું,તો એવા ઘણા ઉપાય છે કે જેની મદદથી તમે તમારા બાળકને ચાલતા શીખવાડવામાં એમની મદદ કરી શકો છો.
તમારા બાળકને ઊંધું સુવડાવો
તમારા બાળકોને ઊંધા સુવડાવવાથી તેમના ખંભા,બાજુઓ અને શરીરનો ઉપરનો ભાગ મજબૂત થાય છે.તેથી સ્નાયુઓ મજબૂત થાય છે અને આ મજબૂત સ્નાયુઓ વડે બાળકોને ચાલવામાં મદદ મળે છે.
સુરક્ષિત જગ્યા ગોતો
ઘરમાં એવી જગ્યા ગોતો,કે જ્યાં બાળકને કોઈ વસ્તુ લાગવાનો ડર ન રહે અને તે આરામથી ચાલવાનું શીખી શકે.જયારે બાળક ચાલવાનું શીખે ત્યારે કોઈપણ હાનિકારક અથવા તીક્ષ્ણ વસ્તુઓને બાળકથી દૂર રાખો.
રમકડા રાખો
તમે તમારા બાળકોને ચાલવા માટે તાલીમ આપી શકો છો તેની સામે થોડેક અંતરે રમકડાં મૂકો અને પછી તેને રમકડા પર જવા માટે કહો.આ રીતે બાળક રમકડાંની લાલચથી ચાલવાનું શીખી શકે છે.
સંશોધન દ્વારા જાણવામાં આવ્યું કે,બાળકો 11 મહિનાની ઉંમરે વસ્તુઓ જુએ છે ત્યારે ધીરે-ધીરે ચાલવાની કોશિશ કરે છે અને તેઓ 13 મહિનાની ઉંમરે ચાલવાનું શરૂ કરે છે.
જો બાળક ઘૂંટણ પર ચાલવાનું શરૂ ન કરે,તો શું ?
કેટલાક બાળકો ઘૂંટણ પર ચાલવાના બદલે સીધા જ ચાલવાનું શરૂ કરી શકે છે.કેટલાક બાળકો વસ્તુઓની આસપાસ ચાલીને તેને પકડીને ઉભા રહેવાનું શરૂ કરે છે અને તમે જાણતા પણ નથી કે તેઓ ક્યારે ઘૂંટણ પર ચાલવાને બદલે સીધા ચાલવા લાગ્યા છે.
તમારા બાળકને ઘૂંટણ પર ચાલવા માટે પૂરતો સમય આપો અને તેની મદદ પણ કરો.જો આ કર્યા છતાં પણ બાળક ચાલવાનું શરૂ કરતું નથી,તો તમે બાળરોગ ચિકિત્સકનો સંપર્ક કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું તમેે જાણો છો બાળકો કઇ ઉંમરે ઘૂંટણીયે ચાલવાનું કરે છે શરૂ?"
ટિપ્પણી પોસ્ટ કરો