લોકો એક લગ્નથી કંટાળી જાય છે ત્યાં આ બહેને કર્યા 10 લગ્ન, અને હાલમાં કરે છે 11માં લગ્નની તૈયારી, તેમ છતાં..
ભારતમાં લોકો કહે છે જીવનસાથી કેવો મળવો તે ઉપરવાળો નક્કી કરે છે. લગ્નમાં જે પાત્ર મળે છે તે ભગવાનના આશિર્વાદથી મળે છે. અને આપણે લગ્નને સાત જન્મનું બંધન માનીએ છીએ. પરંતુ વિદેશમાં આનાથી ઉલ્ટુ છે. તેમા ક્યારે લગ્ન થાય અને ક્યારે છૂટાછેડા કઈ કહી ના શકાય.

ઘણા કિસ્સામાં કલાકોની અંદર પણ છૂટાછેડા થઈ ગયા ના દાખલા સામે આવી ચુક્યા છે. કહેવાય છે ને કે આપણા જીવનમાં જો કોઈ આવે તો સારૂ આવે નહીંતર ન આવે એજ બરોબર છે. ત્યારે હવે એક મહિલાએ આ જ વાતનું એક બેસ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. તેણે ત્યાર સુધીમાં 10 વાર લગ્ન કર્યા છે, પણ હજૂ સુધી તેમને મિસ્ટર પરફેક્ટ નથી મળ્યો. તો આવો જાણી કે આ મહિલા આખરે કેમ લગ્ને લગ્ને કુંવારી રહે છે.
અમેરિકાની છે ઘટના

આ મહિલાનું નામ Cassey છે અને તે અમેરિકાની રહેવાસી છે. તેણે 10 વાર લગ્ન કર્યા છે. તેના લાંબા લગ્ન 8 વર્ષ સુધી ચાલ્યા હતા. જ્યારે સૌથી ટૂંકુ લગ્નજીવન 6 મહિના ચાલ્યુ હતું. ત્યારે હવે ટૂંક સમયમાં જ તે 10 માં લગ્નજીવનમાંથી પણ અલગ થવાની છે. 56 વર્ષિય આ મહિલા એક ચેટ શોમાં ભાગ લેવા આવી હતી, જ્યાં તેણે રિલેશનશિપને લઈને એડવાઈઝ આપી હતી.
તમને હસવુ આવે છે કે રડવુ

તેમના લગ્ન જીવન અંગે જ્યારે ઈન્ટરવ્યૂમાં આ મહિલાને પૂછવામાં આવ્યુ કે, 10 વખત લગ્ન કર્યા બાદ શુ આપને ગર્વ જેવુ કંઈ થાય છે, શું આ વાત પર તમને હસવુ આવે છે, ત્યારે આ મહિલાએ જણાવ્યુ હતું કે, જીવનમાં ક્યારેક ક્યારેક એવો સમય આવે છે, ત્યારે હસવુ પણ આવે છે અને અમુક સમયે રડવુ પણ આવે છે.
હું કેટલા લગ્ન કરું છું તેનો મને વાંધો નથી

તે કહે છે કે જ્યારે હું વિવાહિત જીવન જીવું છું અને મને લાગે છે કે બસ હવે વધુ નહિ થઈ શકે. તેથી હું કહું છું કે આપણે ફક્ત છૂટાછેડા લઈ લઈએ તે કહે છે, “હું કેટલા લગ્ન કરું છું તેનો મને વાંધો નથી.” પરંતુ મને પ્રેમ કરનારો વ્યક્તિ ન મળે ત્યાં સુધી હું પ્રયત્ન કરતી રહીશ. તમને જણાવી દઈએ કે આ બાબતો અમેરિકા જેવા દેશોમાં સામાન્ય છે. પરંતુ દરેકને પોતાને માટે ફીટ બેસે તેવા પાત્ર મેળવવાનો અધિકાર હોવો જોઈએ. જીવનમાં ફક્ત યોગ્ય વ્યક્તિને જ સ્થાન આપવું જોઈએ. આ કેસમાં સમાધાન નહીં, કેમ?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "લોકો એક લગ્નથી કંટાળી જાય છે ત્યાં આ બહેને કર્યા 10 લગ્ન, અને હાલમાં કરે છે 11માં લગ્નની તૈયારી, તેમ છતાં.."
ટિપ્પણી પોસ્ટ કરો