હાઇવે પરના અકસ્માતમાં કારનો નીકળી ગયો કચ્ચરઘાણ, તસવીરોમાં જુઓ તો ખરા કારની કેવી થઇ છે હાલત
શું તમે ક્યારેય કાર અકસ્માત જોયો છે? તમને જણાવી દઈએ કે, દરેક અકસ્માત અલગ હોય છે. કોઈ વ્યક્તિ જાણતું નથી કે અકસ્માત કેવી રીતે થશે અથવા અકસ્માતનું પરિણામ. માર્ગ અકસ્માત ત્યારે થાય છે જ્યારે કોઈ વાહન બીજા વાહન, ઓબ્જેક્ટ અથવા વ્યક્તિ સાથે અથડાય છે.
આ માર્ગ અકસ્માતો ખૂબ ભયાનક ઇજાઓ પહોંચાડી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પણ કરી શકે છે. જ્યારે લોકો ટ્રાફિકના નિયમોને તોડે છે, જેમ કે લાલ બત્તીઓ કૂદીને, ઝડપ મર્યાદા કરતા વધુ ઝડપથી વાહન ચલાવવું, વગેરે, તેઓ માર્ગ અકસ્માતમાં આવી શકે છે. બધા અકસ્માતો ગંભીરતા દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બધા અકસ્માતો વ્યક્તિને અસર કરે છે.
કોઈ અકસ્માતની અસર વ્યક્તિ પર ન થાય ત્યાં સુધી તે સમજી શકતો નથી. દર વર્ષે, ૩૩૮૦૪૪ લોકોનાં વાહન અકસ્માતનાં કારણે મૃત્યુ થાય છે. જ્યારે લોકો દારૂ પીવે છે ત્યારે વાહન અકસ્માત સર્જાય છે, તેઓ રસ્તામાં વિચલિત થાય છે, લોકોનો કોઈ અકસ્માત થવાનો હોય ત્યારે કેટલાક લક્ષણો હોય છે જેમાં મુખ્યરૂપે એ છે કે તમે તેઓને જોખમી રીતે વાહન ચલાવતા જોશો.
અહીં પણ અમે તમને એવા જ એક અકસ્માત વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેમાં કાર ચાલકે પોતાનું સંતુલન ગુમાવ્યુ.વાપી હાઇવે ઉપર મુંબઇથી સુરત તરફ જતી કારના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઇડર કૂદી રોંગ સાઇડે ટેમ્પો સાથે અથડાઈ હતી. જેથી કાર અમદાવાદ પાસિંગની કારના ચાલકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો.
કાર ચાલકની ઓળખ થઇ નથી
મુંબઈથી સુરત તરફ જતી ક્રેટા કારના ચાલકે કાબૂ ગુમાવતા ડિવાઇડર કૂદી રોંગ સાઇડે ટેમ્પો સાથે અથડાય હતી. વાપી હાઇવે સ્થિત યુપીએલ કંપનીની સામે વાઈબ્રન્ટ વેજીટેબલ માર્કેટ સામે રવિવારે બપોરે ૧.૩૦ કલાકે આ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર એક જ વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ગતી. ડ્રાઈવિંગ સીટ પર ફસાયેલી યુવકની લાશને બહાર કાઢી હતી અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. હજુ સુધી કાર ચાલકની ઓળખ થઇ નથી.
અમદાવાદના રહેવાસીની કાર
કારના નંબર પરથી તપાસ કરતા આ કાર મહિલાના નામે રજીસ્ટર થયેલી છે. આ મહિલા અમદાવાદની રહેવાસી છે. જોકે, પોલીસ મૃતકની ઓળખની દિશામાં તપાસ કરી રહી છે.
કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
ટેમ્પોના ડ્રાઈવરે જણાવ્યું હતું કે, મુંબઈ તરફથી કાર આવી રહી હતી. દરમિયાન કાર ચાલકે કાબૂ ગુમાવતા સીધો રોંગ સાઈડમાં આવી મારા ટેમ્પો સાથે અથડાયો હતો. ટેમ્પો ઉભો રાખી જોવા જતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં એક જ વ્યક્તિ હતી. જેનું મોત થયું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "હાઇવે પરના અકસ્માતમાં કારનો નીકળી ગયો કચ્ચરઘાણ, તસવીરોમાં જુઓ તો ખરા કારની કેવી થઇ છે હાલત"
ટિપ્પણી પોસ્ટ કરો