ગુજરાતના આ શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો દોડી આવ્યા ઘરની બહાર

વર્તમાન સમયમાં કોરોના વાયરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. સરકાર દ્વારા સાવચેતીના વારંવાર ઉઠાવવામાં આવતા પગલા છતાં સરકાર ક્યાંકને ક્યાંક કોરોના મહામારીના સંક્રમણને ફેલાતો અટકાવવામાં જોઈએ એટલા ઝડપી સફળ થઇ રહી નથી ત્યારે ગુજરાત પર અવનવી મુસીબતો સર્જાઈ રહી છે. એક તરફ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાત રાજ્યમાં વરસાદની ત્રણ સીસ્ટમ એક સાથે શરુ થયેલી હોવાથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, આવા સમયે હવે ગુજરાતના આ વિસ્તારમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા છે.

સવા કલાકમાં જ ભૂકંપના આંચકા ચાર વાર અનુભવાયા

image source

મળતી માહિતી પ્રમાણે રાજ્યના જામનગર જીલ્લામાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉલ્લેખનીય છે કે શહેરમાં સવા કલાકના સમયમાં જ આ આંચકા ચાર વાર અનુભવાયા હતા, જો કે જામનગરમાં આ ભૂકંપને પગલે લોકો ડરી ગયા હતા. મોડી રાત્રે આવેલા ભૂકંપના આંચકાએ લોકોના મનમાં ડર ભરી દીધો હતો, અને લોકો પોત પોતાના ઘરમાંથી તરત જ બહાર દોડી ગયા હતા. જો કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ લાલપુરથી ૨૯ કિલોમીટર દુરના વિસ્તારમાં બતાવાઈ રહ્યું છે.

વરસાદી માહોલ વચ્ચે લોકો ઘરની બહાર દોડી આવ્યાં

image source

આપને જણાવી દઈએ કે એક તરફ આખાય રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને દરેક જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના હાલાર પ્રદેશ તરીકે જાણીતા બનેલા જામનગર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ગઇકાલે મોડી રાત્રીના સમયે માત્ર સવા કલાકના સમયગાળામાં જ 4 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની જાણ થતા જ લોકો સફાળા ઘરની બહાર દોડી ગયા હતા. જો કે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ વિસ્તારમાં જાનહાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ લાલપુરથી 29 કિલોમીટર દૂર નોંધાયું

image source

આપને જણાવી દઈએ કે શહેરમાં મોડી રાત્રે એટલે કે ૧૧:૧૯ વાગ્યાથી લઈને રાત્રીના ૧૨:૨૫ વાગ્યા સુધીના સમયમાં જ ભૂકંપના ઉપર ઉપરી ચાર આંચકા અનુભવાયા હતા. જો કે શહેરમાં આ ભૂકંપને લઈને લોકો ઘરની બહાર દોડી ગયા હતા. હાલમાં પ્રાપ્ત માહિતી મુજબ આ ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ એ લાલપુરથી ૨૯ કિલોમીટર દુર નોધવામાં આવ્યું છે.

રિકટર સ્કેલમાં 2.8., 3.4, 2.9 અને 2.1 તીવ્રતાના આંચકા

image source

આપને જણાવી દઈએ કે જામનગરમાં શહેરમાં મોડી રાત્રે સવા કલાક દરમિયાન અનુભવાયેલા ભૂકંપના ચાર આંચકા નોધવામાં આવ્યા હતા. આ ભૂકંપના આંચકાની ત્રીવ્રતા રીક્ટર સ્કેલ દ્વારા માપવામાં આવી છે. જ્યાં રિકટર સ્કેલ મુજબ આ આંચકાની તીવ્રતા 2.8., 3.4, 2.9 અને 2.1ની નોધવામાં અઆવી હતી. ઉલ્લેખનીય છે કે હાલારમાં સામાન્ય તીવ્રતાના કુલ 4 આંચકા અનુભવાયાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "ગુજરાતના આ શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો દોડી આવ્યા ઘરની બહાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel