રીસર્ચ : ઓપરેશન કરાવ્યા વગર મોતિયો ઉતારવા માટે કરો ફક્ત આ આઇડ્રોપ્સનો ઉપયોગ, ખુબ જ જલ્દી મોતિયો નીકળી જશે
આમ તો આંખની અનેક બીમારીઓ સામાન્ય હોય છે પરંતુ મોતિયો એ આંખની મુખ્ય બીમારીમાંથી એક છે. આંખમાં મોતિયો થાય તો તેને ઓપરેશનથી દૂર કરી શકાય છે. આની સાથે જ તેઓ ઘણી અન્ય સમસ્યાથી પણ પીડાતા હોય છે. પરંતુ આ સમસ્યાનો ઉકેલ આવી ચુક્યો છે. આજે અમે તમને એક એવા ટીપા વિશે જણાવીશું જેનાથી તમારા આંખના મોતિયાની બીમારી જડમૂળમાંથી દૂર થઈ જશે અને તમારે ઓપરેશન કરાવવાની જરૂર પણ નહીં પડે.
મોતિયો ઉંમર, ડાયબિટીસ, વિટામિન અથવા પ્રોટીનની કમી, ઈન્ફેક્શન, સોજા અથવા કોઈ ઇજા થવાના કારણે પણ થઈ શકે છે. ભારત સરકારની નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી, મોહાલીનાં વૈજ્ઞાનિકોની ટીમે દુખાવો તેમજ તાવને ઓછો કરવાં માટે આપવામાં આવતી દવા એસ્પિરિનમાંથી નેનોરોડ્સ વિકસાવ્યા છે. આ આઈડ્રોપ્સ અંધત્વનું મુખ્ય કારણ ગણાય છે જે મોતિયાને રોક્વા માટે એક લેબોરેટરી ટેસ્ટિંગમાં સફળ સાબિત પણ થઇ ચુક્યા છે.
image source
આ ટીપાનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. દેશમાં એસ્પિરિનમાંથી નેનોરોડ્સ વિકસાવવાનો આ પ્રથમ જ કેસ છે. જો બધાં જ ટેસ્ટિંગ સફળ થશે તો વર્ષ 2023 સુધીમાં એની દવા આઇડ્રોપ્સ તરીકે માર્કેટમાં પણ આવી જશે. મોતિયામાં આંખને ધૂંધળી બનાવતું મટિરિયલને કાઢી નાખવામાં આવે છે તથા જો જરૂરી હોય તો આંખનાં કુદરતી લેન્સને પણ બદલીને નવાં કૃત્રિમ લેન્સને લગાવી દેવામાં આવે છે. આપણા દેશમાં અંદાજે કુલ 1.2 કરોડ લોકો દ્રષ્ટિહીન જોવા મળે છે. તેમાંથી કુલ 66.2% લોકોનું આંધળા પણું મોતિયાને કારણે જ આવે છે. દર વર્ષે દેશમાં કુલ 20 લાખ જેટલા નવા કેસ પણ નોંધાય છે.
રિસર્ચ ટીમનાં વડા ડો.જીવન જ્યોતિ પાંડાએ જણાવતાં કહ્યું, કે વૃદ્ધાવસ્થાને લીધે બદલાવને કારણે અથવા આંખોમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો પડવાને લીધે આંખમાં લેન્સ બનાવતાં ક્રિસ્ટલિય પ્રોટીનની રચના પણ બગડી જાય છે. આને લીધે અવ્યવસ્થિત પ્રોટીન પણ એકઠું થાય છે તેમજ એક વાદળી તથા ભૂરા સ્તરની રચના પણ થાય છે. જેનાંથી લેન્સની પારદર્શિતાનો નાશ પણ થાય છે. આને મોતિયો કહેવામાં આવે છે. મોતિયાને લીધે દેખાવાનું પણ બંધ થઈ જાય છે.
image source
એસ્પિરિન નેનોરોડ્સ આંખનાં ક્રિસ્ટલીય પ્રોટીન તથા એનાં વિખંડનથી બનતાં પેપ્ટાઇડ્સના ટુકડા થતાં રોકે છે, જે મોતિયાનાં મુખ્ય કારણો છે. લેબમાં, આંખનાં લેન્સ બનાવતાં મોડેલ પ્રોટીન તથા પેપ્ટાઇડ તૈયાર કરવામાં આવ્યા.
એસ્પિરિનનાં નેનોરોડ્સનાં ઉપયોગથી જાણવા મળ્યું હતું, કે પેપ્ટાઇડથી નળીનાં માળખાંની રચનાને રોકવા માટે એસ્પિરિન નેનોરોડ્સનો ઉપયોગ થયો હતો. આ પ્રયોગમાં કુલ બે પ્રકારનાં પરિણામો પણ મળ્યાં હતાં. પ્રથમ તો એ છે કે તે એસેમ્બલ પ્રોટીનને તોડી નાંખે છે. બીજું એ નવાં પ્રોટીન બનાવવાની પરવાનગી આપતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો જો કોઈને મોતિયો થયો હશે તો એ ઓગળી જશે તથા નવો મોતિયો થવાની સંભાવનાને પણ દૂર કરશે.
image source
ક્લિનિકલ ટ્રાયલની મંજુરી
ડો. પાંડાએ જણાવ્યું હતું, કે લેબ ટેસ્ટિંગ એસ્પિરિન રિપર્પઝિંગનો પ્રયોગ હતો, જે સફળ રહ્યો છે. કોઈ નવું પરમાણુ પસંદ કરવાં માટે ખૂબ જ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. પણ એસ્પિરિનનો ઉપયોગ પહેલેથી જ થઈ રહ્યો છે. એટલા માટે આપણે એની સેફ્ટી પ્રોફાઇલ જાણીએ છીએ. ક્લિનિકલ ટ્રાયલ્સની મંજુરી પણ જલ્દી મળી જશે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "રીસર્ચ : ઓપરેશન કરાવ્યા વગર મોતિયો ઉતારવા માટે કરો ફક્ત આ આઇડ્રોપ્સનો ઉપયોગ, ખુબ જ જલ્દી મોતિયો નીકળી જશે"
ટિપ્પણી પોસ્ટ કરો