શું ક્યાંક તમે આ માસ્ક તો નથી પહેરતાને? જે રિસર્ચમાં સાબિત થયુ છે સૌથી ખતરનાક

વર્તમાન સમયે સતત કોરોનાનો ખતરો વધતો જઈ રહ્યો છે ત્યારે અવારનવાર અવનવા તથ્યો સામે આવી રહ્યા છે. જેમાં સેનીટાઈઝરના ઉપયોગ, માસ્કના ઉપયોગ અને વાયરસના આયુષ્યને લઈને અવારનવાર અવનવા સંશોધન સામે આવતા રહે છે, ત્યારે હવા કયા માસ્ક સૌથી વધારે સુરક્ષિત છે એ અંગે સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધન માટે અનેક પ્રકારના માસ્ક લેવામાં આવ્યા હતા જેમાંથી કેટલાક માસ્ક અસુરક્ષિત નીકળ્યા હતા અને જેનાથી સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. જો કે માસ્કના કારણે સુરક્ષાના દવાઓ પર પહેલા પણ સવાલો ઉભા થઇ ચુક્યા છે.

માસ્કને લઈને એક નવી જ ચર્ચાઓ ચાલી

image source

આપને જણાવી દઈએ કે કોરના વાયરસથી બચવા માટે કયા માસ્ક સુરક્ષિત ગણાય છે. આ બાબતે થયેલા અધ્યયન પછી ડોક્ટર સલાહ આપે છે કે, સોશિયલ ડીસ્ટન્સ સાથે માસ્કનો ઉપયોગ પણ કરવો જોઈએ. વીતેલા કેટલાક દીવાસોથી માસ્કને લઈને એક નવી જ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે હવે અનેક વૈજ્ઞાનિકો દ્વારા માસ્ક પર અધ્યયન કરવામાં આવ્યું છે. આ અધ્યયનમાં એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કયા માસ્ક ખતરનાક છે અને કયા સુરક્ષિત છે. આ અધ્યયન માટે ૧૪ અલગ અલગ પ્રકારના માસ્ક પર એક અધ્યયન કરવામાં આવ્યું હતું જેના રીપોર્ટમાં આ તારણો આવ્યા હતા.

૧૪ પ્રકારના જુદા જુદા માસ્ક પર અધ્યયન

image source

અમેરિકાની કૈરોલીનામાં આવેલ ડ્યુક યુનીવર્સીટીમાં વૈજ્ઞાનિકોએ ૧૪ પ્રકારના જુદા જુદા માસ્ક પર આ અધ્યયન કર્યું હતું. જેમાં એ તપાસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કયું માસ્ક સૌથી વધારે સુરક્ષિત છે અને કયું માસ્ક કોરોના સામે રક્ષણ આપવામાં સક્ષમ છે. આ અધ્યયન એવા સમયે કરવામાં આવ્યું છે, જ્યારે આખી દુનિયામાં કોરોના વાયરસથી બચવા માટે માસ્ક લગાડવા પર ભાર આપવામાં આવી રહ્યું છે.

અહેવાલમાં ચોકાવનારા ખુલાસા પણ થયા

image source

એક અંગ્રેજી વેબપોર્ટલમાં છપાયેલ અહેવાલ મુજબ ૧૪ પ્રકારના અલગ અલગ પ્રકારના માસ્કનું જયારે પરીક્ષણ કરવામાં આવ્યું તો આ વાત ખુલીને સામે આવી છે કે દરેક માસ્ક કોરોના સામેના રક્ષણમાં એક સમાન સુરક્ષા આપતા નથી. આ અહેવાલમાં ચોકાવનારા ખુલાસા પણ થયા છે. કેટલાક માસ્ક સુરક્ષા માટે સારા છે તો કેટલાક માસ્ક તો ઉલટાનો ખતરો વધારી દેનારા પણ છે.

ક્યા માસ્ક સૌથી વધારે સુરક્ષિત છે ?

image source

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ ત્રણ પ્રકારના માસ્ક તમને કોરોના સામે રક્ષણ આપવા માટે સુરક્ષિત ગણાય છે. જેમાં વાલ્વ વગરનું N95 માસ સૌથી વધારે સુરક્ષિત માનવામાં આવે છે. આ સિવાય ત્રણ લેયર વાળા સર્જીકલ માસ્ક પણ કોરોના સામે રક્ષણ આપવામાં કારગર છે. આ સિવાય અધ્યયનમાં જણાવ્યું છે કે ઘરે બનાવવામાં આવેલા કોટનના માસ્ક પણ સુરક્ષા આપે છે, જેમાં ત્રણ લેયર વાળા સૌથી વધારે સુરક્ષિત ગણાય છે.

ક્યા માસ્ક છે સૌથી વધારે ખતરનાક

image source

આ અધ્યયનમાં જે સામે આવ્યું છે પ્રમાણે વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે રૂમાલથી બનાવવામાં આવેલા અથવા ગુંથેલા માસ્ક ખતરનાક હોય છે. આ માસ્ક દ્વારા કોરોના સામે સુરક્ષા સંભવ નથી. સૌથી ખતરનાક નેક ફ્લીક્સ માસ્ક હોય છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે નેક ફ્લીક્સ માસ્ક મોટા ડ્રોપલેટ્સને નાના નાના ડ્રોપલેટ્સમાં બદલી કાઢે છે. જેના કારણે આ માસ્ક સૌથી વધારે ખતરનાક બની જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "શું ક્યાંક તમે આ માસ્ક તો નથી પહેરતાને? જે રિસર્ચમાં સાબિત થયુ છે સૌથી ખતરનાક"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel