વિદેશ ભણવા જવાને બહાને યુવતીએ 65 લાખનું કરી નાખ્યું, યુવકને કોન્ટ્રાક્ટ મેરેજ એવા ભારે પડ્યાં કે સાત જન્મ યાદ રાખશે

પંજાબમાં આઈલેટ્સ બનાવીને વિદેશ જતા છોકરીઓ અને છોકરાઓના કોન્ટ્રાક્ટ આધારે લગ્ન થયા હોય તેવા બનાવો વધી રહ્યા છે. છોકરાને વિદેશમાં સ્થાયી થવા માટે જ્યાં તેનો પરિવાર છોકરી-છોકરાના લગ્નથી લઈને છોકરીને વિદેશ મોકલવા માટેના તમામ ખર્ચ કરે છે. છોકરી વિદેશ સ્થાયી થતાંની સાથે જ છોકરાને કાયમ માટે ભૂલી જાય છે અને માત્ર એટલું જ નહી ફોન નંબર પણ બદલી નાખે છે.

image source

તલવંડી ભાઈ પોલીસ મથક હેઠળ આવેલા સુલહાની નામના ગામમાં તાજેતરનો વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક છોકરો પણ આવી જ છેતરપિંડીનો શિકાર બન્યો છે. એજ રિપોર્ટ મુજબ એક છોકરાએ તેની પસંદની એક છોકરીને વિદેશ મોકલવા માટે અભ્યાસ અને વિઝા પાછળ 65 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. વિદેશ ગયા પછી પણ યુવતી આ છોકરા પાસે પૈસા માંગતી રહી પરંતુ જરૂરિયાત પૂરી થયા બાદ યુવતીએ તે યુવકનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું.

image source

યુવકનું કહેવું છે કે તેણે પોતાના તેનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. પોલીસે છોકરા અને પરિવારની ફરિયાદના આધારે યુવતી અને પરિવાર સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. પોલીસને અપાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સુલહાની નામના ગામનો રહેવાસી લવપ્રીત સિંહનાં માતા-પિતા ઈચ્છતાં હતાં કે તેઓ તેને વિદેશ સ્થાયી કરે. લવપ્રીતનાં પિતા જતિન્દરસિંહે ગામના ચોકીદાર સુખદેવ સિંહ મારફત ફરીદકોટ જિલ્લાના સુખીયા ગામના ગુરતેજ સિંહને મળ્યા હતા. તેમની પુત્રી પ્રિન્સ નવનીત કૌરે સારા માર્કસથી ઇલેટ્સ (ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટીંગ સિસ્ટમ IELTS)ની પરીક્ષા પાસ કરી હતી.

image source

તેના માતા-પિતા તેને ઓસ્ટ્રેલિયા મોકલવાની તૈયારી કરી રહ્યા હતા. યુવતીને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે તેના પિતા ગુરતેજ સિંહે જતિન્દર સિંહના પુત્ર લવપ્રીત સિંહ સાથે આ શરત પર લગ્ન કર્યા હતા કે લગ્ન પછી તે તેની પુત્રીના લગ્ન ખર્ચથી લઈને વિદેશ સુધીનો બધો જ ખર્ચ કરશે. જે ખર્ચ 24 લાખ રૂપિયા હતો. મળતી માહિતી મુજબ લગ્ન પહેલા યુવતીના પિતા ગુરતેજસિંહે યુવતીના વિઝા અને ફી માટે 24 લાખ રૂપિયા માંગ્યા હતા અને કહ્યું હતું કે આ પૈસા તમે આપો પછી જ લગ્ન નક્કી થશે. લવપ્રીતસિંહના પિતાએ જમીન 32 લાખમાં વેચીને પૈસા આપ્યા હતા.

image source

આ પછી 1 જુલાઈ 2017ના રોજ લવપ્રીત સિંહ અને પ્રિન્સ નવનીત કૌરના લગ્ન ચૌહાણ રિસોર્ટ તલવંડીમાં થયા હતા અને ત્યાર પછી તે ઓસ્ટ્રેલિયા ચાલી ગઈ હતી. પહેલો કોર્સ પૂરો થયા પછી નવનીત કૌરે લવપ્રીત સિંહની ફાઇલ વહેલી મૂકવા માટે તેના સાસરાવાળાના પરિવાર પાસે નવો ડિપ્લોમા નર્સિંગ કોર્સ માટે પૈસા માંગવા માંડ્યા. આ પછી તેને ઘણી વાર તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યાં હતાં. જાણવા મળી રહ્યું છે કે આ રકમ કુલ 65 લાખ રૂપિયા સુધી હવે પહોચી ગઈ હતી.

image source

ત્યારબાદ પણ આ રીતે પૈસાની માંગ યુવતી દ્વારા ચાલુ જ રહી. 19 જુલાઈ 2018ના રોજ નવનીત કૌર તેના પતિ લવપ્રીત સિંહ પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ લઈને ઓસ્ટ્રેલિયા ગઈ હતી. 20 ઓક્ટોબર 2018ના રોજ તે કોલેજમા વેકેશન પડતાની સાથે પાછી આવી ગાઈ. ફરી એકવાર બે મહિના પછી તે ઓસ્ટ્રેલિયા ગઈ હતી અને પતિની ફાઇલ વહેલી તકે મંજૂર કરવાના બહાને ફરીથી 5 લાખની રોકડ લઈ ગઈ હતી અને આ પછી તેણે લવપ્રીત સિંહનાં પરિવાર સાથે સંબંધ જ તોડી નાખ્યો હતો.

Related Posts

0 Response to "વિદેશ ભણવા જવાને બહાને યુવતીએ 65 લાખનું કરી નાખ્યું, યુવકને કોન્ટ્રાક્ટ મેરેજ એવા ભારે પડ્યાં કે સાત જન્મ યાદ રાખશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel