સૌથી લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમમાંથી 4 લોકો આવ્યા કોરોના પોઝિટિવ, અસિત મોદીએ કહ્યું-….

કોરોના વાયરસની બીજી લહેરે આખા દેશમાં હોબાળો મચાવ્યો છે. ઝડપથી વધી રહેલા કેસોથી લોકોની ચિંતા વધી ગઈ છે. સેલેબ્સના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર દિવસમાં એકવાર તો આવી રહ્યા છે. ટીવીનો સૌથી પ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો અભિનેતા મંદાર ચંદવાડકર કોરોના પોઝિટિવ હતો. હવે ‘તારક મહેતા ના સેટ પર કોરોના બોમ્બ ફૂટ્યો છે. તાજેતરમાં જ શોના સેટ પર 110 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં 4 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

image source

તાજેતરમાં જ નક્કી કરેલી માર્ગદર્શિકા મુજબ, શો સાથે સંકળાયેલા તમામ લોકોનો ટેસ્ટ કરવાનો હતો. જ્યારે કોવિડનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેમાં 4 લોકો કોરોના પોઝિટિવ મળ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાં કેટલાક કલાકારો અને કેટલાક સેટના લોકોનો સમાવેશ થાય છે. પરંતુ મુખ્ય કાસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જે આ શો માટે મોટી રાહત છે.

image source

મહારાષ્ટ્રમાં કોરોના વધતા જતા કેસોને જોતા હવે મહારાષ્ટ્ર સરકારે 15 દિવસ માટે ફિલ્મ્સ અને ટીવી શોનું શૂટિંગ બંધ કરી દીધું છે. કોરોનાથી બચવા અને નિયમોને ધ્યાનમાં રાખીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’નું શૂટિંગ પણ બંધ કરાયું છે. નિર્માતા અસિત મોદીએ આ મામલે વાત કરી હતી જ્યારે શૂટિંગ બંધ થઈ ગયું હતું. સેટ પર 4 લોકો કોરોના પોઝિટિવ આવતા જ હતે આસિત મોદીની પણ ચિંતામાં વધારો થયો હતો.

image source

એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું હતું કે અમે શૂટિંગ માટે બહાર જવા વિશે વિચાર્યું નથી કારણ કે 3-4 દિવસ પહેલા આવી ગાઇડલાઇન્સમાં એવું લાગ્યું ન હતું કે શૂટિંગ બંધ થઈ જશે. તે માર્ગદર્શિકા મુજબ, અમારે સેટ પર દરેકની આરટી પીસીઆર ટેસ્ટ કરવાના હતા ત્યારબાદ અમે બધા લોકોનાં ટેસ્ટ કર્યા અને 4 લોકોને અહીં કોરોના પોઝિટિવ મળી આવ્યા બતા. અમે તેમને પહેલેથી જ અલગ રાખ્યા હતા.

image source

તેમણે કહ્યું કે 9 એપ્રિલે અમે દરેકના કોરોના ટેસ્ટ કર્યા હતા, જેમાં 4 પોઝિટિવ મળી આવ્યા હતા. અત્યારે તેમાંના કેટલાક કલાકારો છે અને કેટલાક પ્રોડક્શન લોકો છે. સેટ પરના બાકીના લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કોઈપણ રીતે, અમે સેટ પર શૂટ દરમિયાન સલામતી રાખી રહ્યા હતા, અમે સેટ પર એવા લોકોને આવવાની ના જ પાડી હતી કે જેની તબિયત ખરાબ દેખાતી હતી. અસિતે કહ્યું કે અમે હજી બહાર જઈને શૂટિંગ કરવાનું વિચાર્યું નથી અને કોઈ પ્લાન પણ બનાવ્યો નથી. પાછળથી વિચારવું પડશે કે શું કરવું અને શું ન કરવું જોઈએ. કારણ કે કલાકારો અને પ્રોડક્શન ટીમની પણ સંમતિ મહત્વપૂર્ણ છે, કારણ કે સલામતી સૌથી પહેલી વાત છે.

Related Posts

0 Response to "સૌથી લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમમાંથી 4 લોકો આવ્યા કોરોના પોઝિટિવ, અસિત મોદીએ કહ્યું-…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel