અનલોકની પ્રક્રિયામાં હવે સરકાર ધીરે ધીરે આર્થિક અર્થતંત્રને પટરી ઉપર લાવવા માટે અનેક છૂટછાટ આપી રહી છે.
કોરોના મહામારી વચ્ચે એનેક લોકોને આર્થિક રીતે માર લાગ્યો છે અને એવામાં દેશનું અર્થતંત્ર પણ પૂરી રીતે હચમચી ગયું છે. અનલોકની પ્રક્રિયામાં હવે સરકાર ધીરે ધીરે આર્થિક અર્થતંત્રને પટરી ઉપર લાવવા માટે અનેક છૂટછાટ આપી રહી છે.
એવામાં જ ગુજરાતવાસીઓ માટે એક ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે . જિલ્લા તંત્ર એ જણાવ્યુ છે કે હવે સુરત, અમદાવાદ અને મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઑ માટે કોઈ પણ ઇ-પાસ વિના દીવ શહેરમાં પ્ર્વેશવાની મંજૂરી આપવામાં આવી છે.
વેકેશનમાં તેમનો સૌથી વધુ નફો કમાવવાની તક ગુમાવ્યા બાદ હોટલના માલિકોને હવે સારા સમાચાર મળ્યા છે.
દીવમાં અત્યાર સુધી 185 કેસ નોંધાયા છે અને લોકડાઉન સમયથી જ દિવ-દમણના દરવાજા ટુરિસ્ટ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે જિલ્લા અધિકારીએ ધીરે ધીરે આ દરવાજા ખોલવાની પ્રક્રિયા શરૂ કરી છે.
જો વધુ પડતાં ટુરિસ્ટ પ્લેસ બંધ છે પણ શહેરની વાઇન શોપ ખુલ્લી છે. જો સરકાર વધુ છૂટછાટ આપે તો હોટેલ માલિકો અને અન્ય દુકાનોના માલિકો દિવાળી અને ક્રિસમસ સારી જઈ શકે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "અનલોકની પ્રક્રિયામાં હવે સરકાર ધીરે ધીરે આર્થિક અર્થતંત્રને પટરી ઉપર લાવવા માટે અનેક છૂટછાટ આપી રહી છે."
ટિપ્પણી પોસ્ટ કરો