ઇંસ્ટંટ મિલ્ક પાવડર જાંબુ – ગુલાબજાંબુ તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ નવીન મીઠાઈ..
ઇંસ્ટંટ મિલ્ક પાવડર જાંબુ :
આખા ભારત દેશમાં જો કોઈ સ્વીટ લોકપ્રિય હોય તો તે છે જાંબુ. જાંબુ નાના કે મોટાઓને નહી, પરન્તુ દરેક ઉંમરના લોકોને પસંદ છે. માવામાંથી બનતા જાંબુ ખૂબજ સાદિષ્ટ હોય છે. હાલ તેમાં અનેક પ્રકારના વેરિયેશન લાવીને જુદાજુદા કોમ્બિનેશનથી જાંબુ બનવા લાગ્યા છે.
જેમકે સોજી, બ્રેડ, મિલ્ક પાવડર વગેરેમાંથી પણ બનાવી શકાય છે. પરંતુ બ્રેડ અને સોજીના જાંબુ કરતા માવા કે મિલ્ક પાવડરમાંથી બનતા જાંબુ વધારે સ્વાદિષ્ટ બને છે.
જાંબુ બનાવવામાં ખાસ તો મોઇચ્શર જળવાઇ રહેવું જોઇએ. તેમ ના થાય તો જાંબુમાં ક્રેક થાય છે અથવા જાંબુ સખત બને છે. એ ઉપરાંત જાંબુ માટે બનાવેલું સુગર સિરપ તાર વગરનું માઇલ્ડ બનાવવાનું છે. જો તાર વાળું અથવા સ્ટ્રોંગ સુગર સીરપ બનશે તો જાંબુમાં સુગર સીરપ નહી એબ્સોર્બ થાય અને જાંબુમાં સ્વીટ્નેસ નહી આવે અને જાંબુ સોફ્ટ પણ નહી બને.
જાંબુના બોલ્સ ક્રેક ફ્રી હોવા ખૂબજ જરુરી છે તેના માટે એ પ્રમાણે તેનો ડો રેડી કરવો જોઇએ.
જાંબુના બોલ્સ ફરતેથી ગ્લોસી હોવો જોઇએ. જાંબુને ડીપ ફ્રાય કરતી વખતે મિડિયમ કે મિડિયમ સ્લો ફ્લૈમ હોવી જોઇએ ઉપરાંત તેમાં સતત ચમચાથી ઓઇલ કે ઘી ફેરવતા રહેવું જોઇએ. જેથી જાંબુ ફરતેથી એકસરખા ફુલીને, એકસરખા ગોલ્ડન બ્રાઉન કલરના થાય અને અંદરથી સખત ના રહે. આ બધી ટીપ્સને ચોક્કસથી ફોલો કરવી.
અહીં હું આપ સૌ માટે ઇંસ્ટંટ મિલ્ક પાવડર જાંબુ બનાવવા માટેની રેસિપિ આપી રહી છું, તો તમે પણ મારી આ રેસિપિ અને ટીપ્સ ફોલો કરીને જરુરથી બનાવજો.
ઇંસ્ટંટ મિલ્ક પાવડર જાંબુ બનાવવા માટેની સામગ્રી :
- 2 કપ સુગર
- 2 કપ પાણી
- ¾ કપ મિલ્ક પાવડર
- 1 ટેબલ સ્પુન જીણો રવો
- ½ કપ મેંદો
- ½ ટી સ્પુન બેકિંગ પાવડર
- 6-7 ટેબલ સ્પુન મિલ્ક ( જેરુર પડે તો વધારે લેવું )
- થોડું કેશર
- 1 ટી સ્પુન એલચી પવડર
- હથેલી ગ્રીસ કરવા માટે ½ ટી સ્પુન ઘી
- ડીપ ફ્રાય કરવા માટે સ્મેલ લેસ ઓઇલ અથવા ઘી
ઇંસ્ટંટ મિલ્ક પાવડર જાંબુ બનાવવા માટેની રીત :
જાંબુ માટે ડો બનાવવા માટેની રીત:
એક મિક્ષિંગ બાઉલમાં ¾ કપ મિલ્ક પાવડર લ્યો. તેમાં ½ કપ મેંદો ઉમેરી મિક્ષ કરો. હવે તેમાં 2 ટેબલ સ્પુન ઘી ઉમેરો અને સાથે ½ ટી સ્પુન બેકિંગ પાવડર ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.
હવે તેમાં જરુર મુજબ થોડું થોડું મિલ્ક ઉમેરી હલકા હાથે સોફ્ટ ડો બનાવી લ્યો. તેને 10 મિનિટ રેસ્ટ આપો.
જાંબુ માટે સુગર સિરપ બનાવવા માટેની રીત :
હવે એ દરમ્યાનમાં સુગર સીરપ બનવવા માટે એક પેનમાં 2 કપ પાણી અને 2 કપ સુગર ઉમેરી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. હોડું ગરમ થાય એટલે તેમાં કેશર ઉમેરી મિક્ષ કરી લ્યો.
સુગર સિરપ થવા આવે ત્યારે તેમાં 1 ટી સ્પુન એલચી પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.
સતત હલાવતા રહી પાતળું – જરા જ સ્ટીકી એવું સુગર સીરપ તૈયાર કરો. તાર વાળું સુગર સિરપ બનાવવું નહી. તેમ કરવાથી સુગર સીરપ જાંબુમાં એબ્સોર્બ નહી થાય, જાંબુ સખત અને સુગર વગરના લાગશે.
સુગર સિરપ બની જાય એટલે તેને ઢાંકીને મૂકી રાખો.
જાંબુને ડીપ ફ્રાય કરવાની રીત:
જાંબુના ડોને 10 મિનિટ પછી ફરીથી જરા હલકા હાથે મસળી લ્યો. સોજી ઉમેરેલ હોવાથી થોડો વધારે ટાઇટ થઈ ગયો હોય તો તેમાં થોડું મિલ્ક ઉમેરી સોફ્ટ ડો બનાવો જેથી તેમાંથી ક્રેક વગરના જાંબુના બોલ્સ બનાવી શકાય.
હથેળી ઘી થી ગ્રીસ કરી લોટમાંથી નાના નાના તમને મનગમતી સાઇઝના ક્રેક વગરના બોલ્સ હલકા હાથે બનાવી લ્યો. બોલ્સ વધારે વજન આપીને બનાવવા નહી.
એક ફાઇંગ પેનમાં જાંબુને ડીપ ફ્રાય કરવા માટે સ્મેલ લેસ ઓઇલ કે ઘી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. ઘીમાં જાંબુ ડીપ ફ્રાય કરવાથી વધારે સ્વાદિષ્ટ બનશે.
ઘી ગરમ થાય એટલે મિડિયમ સ્લો ફ્લૈમ કરીને, હવે તેમાં 5- 6 બોલ્સ ડીપ ફ્રાય કરવા માટે મૂકો.
ફાસ્ટ ફ્લૈમ પર જાંબુ ફ્રાય કરવાથી અંદરથી બરાબર ફુલશે નહી અને સખત રહેશે.
જાંબુ ફ્રાય થતા હોય ત્યાં સુધી ઓઇલ કે ઘીમાં સતત ચમચો હલાવતા રહેવાથી જાંબુ પણ સાથે ફરતા રહેશે અને ઓલ ઓવર ફુલીને ગોલ્ડન કલરના થઈ જશે. આ પ્રમાણે બધા જાંબુ ફ્રાય કરી લ્યો.
હવે જો બનાવેલું સુગર સિરપ ઠરી ગયું હોય તો ફરીથી ગરમ કરી લ્યો. ગરમા ગરમ સુગર સિરપમાં ગરમ ગરમ જાંબુ ઉમેરી મિક્ષ કરી 2-3 કલાક માટે ઢાંકી રાખો. થોડી થોડી વારે જાંબુ ઉપર નીચે કરીને ફેરવતા રહો. જેથી જાંબુમાં એકસરખી રીતે અંદર સુધી સુગર સિરપ અબ્સોર્બ થઈ જાય. વચ્ચે એકવાર ફરીથી સુગર સિરપ માત્ર ગરમ કરી લ્યો.( બોઇલ કરવાનું નથી, તેમ કરવાથી તાર વાળું સુગર સિરપ બની જશે). જાંબુને વધારે સ્વીટ બનાવવા માટે 1 -2 કલાક વધારે સુગર સિરપમાં રાખો.
જાંબુ ફુલીને સાઈઝમાં મોટા થઈ જાય અએટલે તેના પર પિસ્તા અને રોઝ પેટલ સ્પ્રિંકલ કરીને ગાર્નીશ કરો. હવે સર્વ કરવા માટે નાના સર્વિંગ બાઉલમાં મૂકી ભગવાનને જાંબુનો પ્રસાદ ધરાવો તેમજ ઘરના બધા લોકોને અને તહેવારમાં આવેલા લોકોને સર્વ કરો. બધાને આ ઇન્સ્ટંટ મિલ્ક પાવડર જામ્બુ ખૂબજ ભાવશે.
રસોઈની રાણી : શોભના વણપરિયા
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
0 Response to "ઇંસ્ટંટ મિલ્ક પાવડર જાંબુ – ગુલાબજાંબુ તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ નવીન મીઠાઈ.."
ટિપ્પણી પોસ્ટ કરો