ઓફિસમાં ટ્રાય કરો આ વસ્તુઓ, ક્યારેય તમને ઊંઘ નહીં આવે અને રહેશો એક્ટિવ
ઘણી વાર એવું બને છે કે ઓફિસમાં કામના સમયે ઊંઘ આવે છે, ખાસ કરીને લંચ બાદ. આ સિવાય ક્યારેક આ ઊંઘ આવવાનું કારણ કંટાળો અને મૂડ સ્વીંગ્સ પણ હોઈ શકે છે. આ સમયે તમારી કામ કરવાની ઇચ્છા ઓછી થઇ જાય છે અને આળસ આવે છે. એવામાં કામને ચાલુ રાખવા માટે ઊંઘ ઉડાડવી આવશ્યક છે. જો તમે આ નાના કામ કરી લેશો તો તે સરળતાથી તમારી ઊંઘ ઊડાડી દે છે.
જાણો ઊંઘ ઊડાડતી ટિપ્સને વિશે.
બે મિનિટની કસરત
ઊંઘને દૂર કરવા માટે સૌથી સારો ઉપાય છે કસરત. તેને માટે ફક્ત બે મિનિટ જોઇએ છે. જે ગમે તે કસરત કરો. તે તમારી ઊંઘ ઊડાડી દેશે.
ફોન પર કરો વાતો
તમારા કોઇ દોસ્તને ફોન કરો. આ રીતે વાત કરવાથી પણ તમારું મન કામ કરવા લાગશે અને તમે આરામદાયક સ્થિતિમાંથી બહાર આવી જશો.
લંચ બાદ સાંભળો સોન્ગ્સ
ઓફિસમાં લંચ બાદ ખૂબ જ ઊંઘ આવે છે. આ સમયે હેડફોન કે ઇયરફોનની મદદથી ગીતો સાંભળો. ઊંઘ ઊડી જશે.
ખુરશીથી ઊભા થઇને આંટા મારો
જ્યારે ઊંઘ આવે ત્યારે ઊભા થઇને એકાદ આંટો મારી આવો. શક્ય હોય તો સીડી ચઢ ઉતર કરી આવો. તે તમને ઊંઘને દૂર કરવામાં મદદ કરશે.
બારી પાસે ઊભા રહો
જો તમારી ઓફિસમાં બારી હોય કે જ્યાંથી તડકો આવતો હોય તો ત્યાં થોડીવાર ઊભા રહો. ચહેરા પર પડતો તડકો તમારી ઊંઘ ઓછી કરી દેશે.
મોઢામાં પેન રાખો
ઊંઘ ઓછી કરવા માટે મોઢાથી પેનને દબાવવાનું શરૂ કરો. તેનાથી તમારા મનને સિગ્નલ મળે છે અને તે એક્ટિવેટ થઇ જાય છે અને ઊંઘ ભાગી જાય છે.
કોઇની સાથે કરો વાતો
જ્યારે તમને ઊંઘ આવે છે ત્યારે તમારા કલીગ્સ સાથે વાત કરો તેનાથી તમારી ઊંઘ ઊડી શકે છે.
મોબાઇલમાં રમો ગેમ્સ
ઊંઘ દૂર કરવા માટે કમ્પ્યુટર, ફોન પર ગેમ રમી શકો છો. ગેમ રમમતાં મન એક્ટિવેટ થઇ જાય છે. તેનાથી ઊંઘ ઊડી જાય છે.
આઇસક્યૂબ્સનો ઉપયોગ
આ ઊંઘ ઉડાડવાની સારી રીત છે. ઊંઘ આવે ત્યારે તમે બરફના ટુકડાને મોઢામાં રાખો. બરફની ઠંડકથી મન એક્ટિવ થઇ જાય છે અને ઊંઘ જતી રહે છે.
ચા કે કૉફી પીઓ
ઊંઘ ઉડાડવા માટે ચા કે કોફી પી શકો છો. એમ કરવાથી શરીરની ઉર્જા વધે છે અને સાથે તમારી ઊંઘ દૂર થાય છે.
કોઇ ચીજની સ્મેલ લો
જ્યારે ઊંઘ આવે ત્યારે કોઇ ચીજને સ્મેલ કરો. તેની સ્મેલ સારી હોય કે ખરાબ તેનાથી ફરક પડતો નથી. સ્મેલથી મન ઝડપથી એલર્ટ બને છે અને ઊંઘ ઊડી જાય છે.
પાણીથી ધૂઓ ફેસ
ઊંઘ ઉડાડવા માટે સરળ ઉપાય છે પાણીથી ફેસ ધોઇ લેવો. આંખોમાં પાણી છાંટો. તેનાથી ચહેરા પરતાજગી આવે છે અને ઊંઘ જતી રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ઓફિસમાં ટ્રાય કરો આ વસ્તુઓ, ક્યારેય તમને ઊંઘ નહીં આવે અને રહેશો એક્ટિવ"
ટિપ્પણી પોસ્ટ કરો