રાનૂ મંડલના ફરી આવ્યા ખરાબ દિવસો, ફરીથી રહેવા ગઇ જૂના ઘરમાં, હાલમાં જીવી રહી છે કંઇક આવી જીંદગી

રેલ્વે સ્ટેશન પર ગીત ગાઈ અને રાતોરાત સોશિયલ મીડિયા પર છવાઈ ગયેલી રાનૂ મંડલ હવે ફરીથી ચમકદમકની દુનિયાથી દૂર થઈ ચુકી છે. હિમેશ રેશમિયાએ રાનૂ મંડલનો હાથ પડક્યો અને ત્યારબાદ ચારેતરફ તેના નામની ચર્ચા શરુ થઈ હતી. પરંતુ ત્યારબાદ અચાનક જ તે જાણે ગુમ જ થઈ ગઈ. આવામાં હવે લોકો પણ જાણવા ઈચ્છે છે કે રાનૂ મંડલ છે ક્યાં…

image source

આ પ્રશ્નનો જવાબ છે કે એક સમયે સોશિયલ મીડિયા ક્વીન બની ગયેલી રાનૂ મંડલ હવે તેની જૂની લાઈફ ફરી જીવવા લાગી છે. માયાનગરી મુંબઈમાં છવાઈ જવાના અરમાન સાથે આવેલી રાનૂ હવે મુંબઈની ચમકદમકથી દૂર જીવન જીવી રહી છે. જો કે હાલ પણ તે ગીતો ગાયને જ પોતાનું ગુજરાન ચલાવી રહી છે.

image source

રાનૂ મંડલને જ્યારથી હિમેશ રેશમિયાએ પોતાની સાથે ગીત ગાવાની તક આપી ત્યારથી તે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. પરંતુ ત્યારપછી તેને અન્ય કોઈ ફિલ્મમાં કામ મળ્યું નહીં. જો કે કેટલાક તબક્કે તેની ટીકા પણ થઈ હતી. ત્યારબાદ રાનૂ થોડા સમય બાદ બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ.

image source

જાણવા મલ્યાનુસરા રાનૂ હાલ તેના વતનમાં છે જે બંગાળમાં આવેલું છે. અહીં તે તેના જૂના ઘરમાં રહે છે. જાણવા એમ પણ મળે છે કે તે તેના જૂના ઘરે કોઈ કામ માટે રહે છે અન્યથા તેણે પોતાનું નવું ઘર ખરીદી લીધું છે. જો કે હવે તેનો દેખાવ અને રહેણીકરણી બદલી ગઈ છે. આ જોઈને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે.

image source

મીડિયા રિપોર્ટસ અનુસાર રાનૂ મંડલની બાયોપિક બની રહી છે અને તેના પર કામ કરવા માટે તે હાલ તેના જૂના ઘરમાં રહે છે. તેણે હાલમાં જ એક પોસ્ટ કરી હતી જેમાં તેણે આ વિશે જણાવ્યું હતું. તે પોતાની બાયોપિકને લઈ સક્રિય છે અને તેના માટે લેખકોને મદદ મળે તે માટે તે પોતાના બંગાળ ખાતેના ઘરમાં રહે છે.

image source

રાનૂ મંડલે પોતે પણ વિચાર કર્યો નહીં હોય કે તેના જીવનમાં આવો વળાંક પણ આવી શકે છે. રેલ્વે સ્ટેશન પર ફટેહાલ અવસ્થામાં ગીતો ગાઈ અને પેટીયું રડતી રાનૂ મંડલ સોશિયલ મીડિયા સ્ટાર બની, ફિલ્મમાં ગીત ગાવાની તક મળી અને હવે તેના જીવન પર ફિલ્મ બનવા જઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "રાનૂ મંડલના ફરી આવ્યા ખરાબ દિવસો, ફરીથી રહેવા ગઇ જૂના ઘરમાં, હાલમાં જીવી રહી છે કંઇક આવી જીંદગી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel