ફિલ્મી લવ સ્ટોરીને પણ પાછળ પાડી દે એવી મસ્ત છે ધીરુભાઈ અને કોકિલાબેન અંબાણિની લવ સ્ટોરી, વાંચો તો ખરા એમના પ્રેમ વિશે

ભારતના સૌથી મોટા બીજનેસ મેન ધીરુભાઈ અંબાણિ રિયલ લાઈફમાં હતા ખૂબ જ રોમાન્ટિક અને એ વાત ખુદ તેમના પત્ની કોકિલાબેન એ જણાવી છે. કોકિલા બેન એ તેમની લવસ્ટોરીના અનેક કિસ્સાઓ સંભળાવ્યા છે અને એ મુજબ કેએચબીઆર પડી કે રોમાન્સમાં પણ ધીરુભાઈ હતા નંબર 1. ધીરૂભાઈના અવસાન બાદ કોકિલાબેને એક ઈન્ટરવ્યુમાં પોતાના લગ્નજીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી હતી.

image source

જૂની વાતો યાદ કરતાં કોકિલાબેન એ જણાવ્યુ હતું કે એક સમય એવો હતો જ્યારે એ લોકો જામનગરમાં રહેતા હતા અને એ સમયે એ શહેરમાં કોઈ પણ વ્યક્તિ પાસે કાર નહતી અને કોઈ એ જોઈ પણ નહતી પણ કોકિલાબેન ને કારમાં બેસવાની ઈચ્છા હતી એવામાં એક દિવસ અચાનક એક દિવસ કોકિલા બેન ઘરે હતા ત્યારે ધીરુભાઈનો ફોન આવ્યો હતો કે, ‘ મે તારી માટે એક કાર ખરીદી છે અને તને લેવા માટે હું આવું છું અને વિચાર કે કારનો કલર કેવો હશે?’ કોકિલા બેન કઈ બોલે તે પહેલા એમને જણાવ્યુ કે ‘હું જણાવી દઉં કે, ઈટ ઈઝ બ્લેક, જસ્ટ લાઈક મી.’ અને પ્પચી એ હસવા લાગ્યા હતા.

image source

કોકિલાબેન આટલું ભણેલ નહતા પણ ધીરુભાઈ એ એમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી અને સાથે જ જ્યારે એ લોકો મુંબઈ શિફ્ટ થયા ત્યારે કોકિલાબેન ને અંગ્રેજી શીખવાની ઈચ્છા થઈ હતી અને એ વાતમાં પણ ધીરુભાઈ એ એમને ખૂબ સપોર્ટ કર્યો હતો . બાળકો માટે જ્યારે ઈંગ્લિશ ટ્યુશન લગાવ્યા તો તેની સાથે કોકિલાબેને પણ આ ભાષાને શીખી, ધીરૂભાઈ પોતાની પત્નીને બિઝનેશ સાથે જોડાયેલા કામ પણ આપતા હતાં.

image source

ધીરુભાઈ જયરે પણ કોઈક નવું કામ હાથ ઉપર લેતા એ સમયે કોકિલા બેન સાથે જરૂર ચર્ચા કરતાં હતા અને એમની સલાહ પણ લેતા હતા સાથે જ દરેક કામમાં કોકિલા બેન ને પોતાની સાથે રાખતા હતા.

image source

ધીરૂભાઈ અંબાણીનો પ્રેમ જાહેર કરવાનો અને મજાક કરવાનો અંદાજ કોકિલાબેનને ઘણો પસંદ હતો. ધીરૂભાઈ માત્ર પોતાની પત્નીથી પ્રેમ જ નહીં પણ તેનું સમ્માન પણ કરતા હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "ફિલ્મી લવ સ્ટોરીને પણ પાછળ પાડી દે એવી મસ્ત છે ધીરુભાઈ અને કોકિલાબેન અંબાણિની લવ સ્ટોરી, વાંચો તો ખરા એમના પ્રેમ વિશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel