વડાપ્રધાને કહ્યું- વર્ષો સુધી ટેન્ટ નીચે રહેલા રામલલ્લા માટે હવે ભવ્ય મંદિર બનશે
જયસિયારામ કહી શિલાન્યાસ બાદ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને કર્યા સંબોધીત – આખરે 500 વર્ષોનો સંકલ્પ થયો પૂરો
ભૂમિ પૂજન પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ આખા દેશને સંબોધિત કર્યો છે. પીએમ મોદીએ ભાષણની શરૂઆત ‘સિયાવર રામચંદ્ર કી જય’થી કરી હતી. અને ત્યાર બાદ તેમનું ભાષણ શરૂ કર્યું. તેમણે આ પવિત્ર અવસર પર રામ ભક્તોને વધામણી આપી હતી. તેમણે પોતાના માટે રામ મંદિરનું ભૂમિ પૂજન સૌભાગ્યની વાત છે તેમ જણાવ્યુ હતું. અને તેમણે એ પણ કહ્યું હતું કે સદીઓની ધીરજનો આજે અંત આવ્યો છે. આખોએ દેશ આજે રોમાંચિત થઈ ઉઠ્યો છે.

પીએમ મોદીએ કહ્યું હતું, ‘આજે શ્રી રામનો આ જયઘોષ માત્ર સિયા-રામની ધરતી પર જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. સમગ્ર દેશવાસીઓને, તેમજ વિશ્વમાં ફેલાયેલા કરોડો રામ ભક્તોને આજના આ પાવન અવસર પર કોટિ-કોટિ અભિનંદન.’

તેમણે આગળ કહ્યું, ‘વર્ષો સુધી આપણા રામલલા એક ટેંટમા રહેતા આવ્યા છે હવે તેમના માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે. ટૂંટવું અને ફરી પાછું ઉભા થવું, સદીઓથી આ ચાલતું આવ્યું છે અને આ ક્રમમાંથી આજે રામજન્મભૂમિને મુક્તિ મળી છે, આખોએ દેશ રોમાંચિત છે, દરેક મન દીપમય છે, સદીઓની રાહનો આજે અંત આવ્યો છે.’

‘રામ મંદિરના આંદોલમાં અર્પણ પણ હતું, તર્પણ પણ હતું, સંઘર્ષ પણ હતો અને સંકલ્પ પણ હતો. જેમના ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી આજે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, જેમની તપસ્યા રામમંદિરમાં પાયા તરીકે જોડાયેલી છે, હું તે બધાને આજે 130 કરોડ દેશવાસીઓ તરફથી નમન કરું છું.’

‘રામ આપણા મનમાં છે, આપણી અંદર હળીમળી ગયા છે, કોઈ કામ કરવું હોય, તો પ્રેરણા માટે આપણે ભગવાન રામ તરફ જોઈએ છીએ. ભગવાન રામની અદ્ભુત શક્તિ જુઓ, ઇમારતો નષ્ટ કરી દેવામાં આવી, અસ્તિત્ત્વ મિટાવવાનો પ્રયાસ ખૂબ થયો, પણ રામ આજે પણ આપણા મનમાં વસેલા છે, આપણી સંસ્કૃતિના આદાર છે. શ્રીરામ ભારતની મર્યાદા છે, શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે.’
પીએમ મોદીએ વધારામાં કહ્યું હતું, ‘આજનો આ દિવસ કરોડો રામભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ છે. આજનો આ દિવસ સત્ય, અહિંસા આસ્થા અને બલિદાનને ન્યાયપ્રિય ભારતની એક અનુપમ ભેટ છે.’

આજના દિવસે એટલે કે 5મી ઓગસ્ટ 2020ના રોજ બપોરે 12 વાગીને 44 મિનિટે વડાપ્રધાન મોદીના હસ્તે રામ મંદિરનો શિલાન્યાસ થયો. તમને જણાવી દઈ કે આ શુભ મુહૂર્ત માત્ર 32 જ સેકન્ડનું હતું. તમને કદાચ એ વાતની ખબર નહીં હોય કે 31 વર્ષ પહેલાં 9 શિલાઓનું પૂજન કરવામા આવ્યું હતું. અને ચાંદીની ઇંટોની પણ ખાસ પૂજા થઈ હતી.

ભૂમિપૂજન પહેલાં વડાપ્રધાને હનુમાન ગઢી અને ત્યારબાદ રામલલ્લાને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. અત્યાર સુધીમાં ભારતના એક પણ વડાપ્રધાને હનુમાન ગઢીની મુલાકાત નથી લીધી કે રામલલ્લાના દર્શન પણ નથી કર્યા. વડાપ્રધાન મોદી પ્રથમ એવા વડાપ્રધાન છે.
કોમી એખલાસ દર્શાવતું પગલું – ઇકબાલ અંસારીને પ્રથમ આમંત્રણ મોકલાયું

આ એક નેંધનીય વાત છે કે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી થઈ ગયેલી 10 ચૂંટણીઓમાંથી 8 ચૂંટણીઓમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું વચન આપ્યુ હતું આજે જ્યારે તેમનું આ વચન પુર્ણ થઈ રહ્યું છે ત્યારે સૌ પહેલું આમંત્રણ ઇકબાલ અંસારીને મોકલવામા આવ્યું છે, ઇકબાલ અંસારી બાબરી મસ્જિદના પક્ષકાર રહી ચૂક્યા છે.
પી.એમ મોદીના ભૂમિ પૂજનમાં કરવામા આવ્યો ચાંદીના પાવડાનો ઉપયોગ

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ મંદિરનો પાયો ખોદવા માટે ચાંદીના પાવડાનો ઉપયોગ કર્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ પાયાની ઇંટ પર સીમેન્ટ લગાવા માટે ચાંદીના પાવડાનો ઉપોયગ કર્યો હતો. રામલલાને લીલા અને ભગવા રંગના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. રામલલાના વસ્ત્ર મખમલના કપડાથી બનાવવામા આવ્યા છે. આ વસ્ત્રો પર 9 પ્રકારના રત્નો પણ ટાંકવામા આવ્યા છે.
લગભગ ત્રણ દાયકા બાદ મોદીએ લીધી અયોધ્યાની મુલાકાત

1991ના વર્ષમાં નરેન્દ્ર મોદીએ અયોધ્યાની મુલાકાત લીધી હતી. તે સમયે ભાજપના અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ અહીં તિરંગા યાત્રા કાઢી હતી અને તે યાત્રામાં મોદી જોડાયા હતા. આ પહેલા યુ.પીમાં તેમણે ચુંટણી પ્રચાર માટે રેલીને સંબોધિત કરી હતી પણ તેઓ અયોધ્યા નહોતા આવી શક્યા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "વડાપ્રધાને કહ્યું- વર્ષો સુધી ટેન્ટ નીચે રહેલા રામલલ્લા માટે હવે ભવ્ય મંદિર બનશે"
ટિપ્પણી પોસ્ટ કરો