જાણી લો અમદાવાદના આ વિસ્તાર વિશે, જ્યાં કોરોનાનો કેસમાં થઇ રહ્યો છે જોરદાર વધારો
વર્તમાન સમયમાં આખાય દેશમાં જ્યારે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હવે રાજ્યમાં પણ કોરોનાનો કહેર બમણો વર્તાઈ રહ્યો છે. વધતા જતા કોરોના વાયરસના કેસમાં અમદાવાદમાં પણ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર નવા કેસમાં વધારો થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે મણીનગર સહિતના અન્ય વિસ્તારમાં પણ ૧૩ જેટલા અન્ય માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં અમદાવાદ શહેરમાં કુલ મળીને ૨૫૮ જેટલા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન નીરધારિત કરાયેલા છે.
શહેરમાં વર્તમાન સમયે 2946 જેટલા એક્ટિવ કેસ

અમદાવાદની સ્થિતિ ફરી એક વખત વધતા કેસમાં ઉપર આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મળતી માહિતી પ્રમાણે માંડવાળ શહેરમાં જો એક્ટીવ કેસની વાત કરીએ તો અમદાવાદના મધ્ય ઝોનમાં ૨૮૭ એક્ટીવ કેસ, ઉત્તર ઝોનમાં 385 એક્ટિવ કેસ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 445 એક્ટિવ કેસ, પશ્ચિમ ઝોનમાં 507 એક્ટિવ કેસ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 463 એક્ટિવ કેસ, પૂર્વ ઝોનમાં 398 એક્ટિવ કેસ તેમજ દક્ષિણ ઝોનમાં 430 જેટલા એક્ટિવ કેસ છે. આમ સંપૂર્ણ અમદાવાદની વાત કરીએ શહેરમાં વર્તમાન સમયે 2946 જેટલા એક્ટિવ કેસ છે. આ બધા જ સારવાર હેઠળ છે.
સુરત અને વડોદરામાં સ્થિતિ વણસી રહી છે

વર્તમાન સમયે જયારે રાજ્ય ભરમાં કોરોના કેસના આંકડાઓમાં ઉછાળો જોવા મળ્યો છે, ત્યારે અમદાવાદ પછી હવે સુરત અને વડોદરાની સ્થિતિ વધારે વણસી રહી છે. સુરતમાં હવે પ્રતિદિન અમદાવાદ કરતા પણ વધારે કેસ નોધાઇ રહ્યા છે. આવા સમયે સુરતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ સમયે સુરતમાં જીવ ગુમાવતા લોકોના આંકડાઓમાં પણ હવે ગોટાળા થયા હોવાનું બહાર આવી રહ્યું છે.
સુરતમાં તંત્ર દ્વારા આંકડા છુપાવ્યા હોવાના આક્ષેપ

વર્તમાન સમયમાં સુરતમાં કેસમાં જ્યારે નવા કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા આંકડા છુપાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. સુરત સિવિલમાં અત્યાર સુધી 756 જેટલા લોકોના મૃત્યુ થયા છે. જો કે સિવિલમાં 340 અને કોવિડમાં 416 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આમ છત સરકારના ચોપડે માત્ર ૪૯૭ કેસ જ નોધાયા છે. ત્યારે તંત્ર દ્વારા આંકડાઓ છુપાવવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.
કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક ૩૭ હજારને પાર

દેશમાં કોરોના વાયરસની સંખ્યા વર્તમાન સમયે રોકેટ ગતિએ વધતી જઈ રહી છે. આખાય દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસનો આંકડો અત્યંત ચિંતા જનક છે. આપને જણાવી દઈએ કે પાછળના ૨૪ કલાકમાં દેશ ભરમાંથી ૫૪ હજાર કરતા વધારે નવા કોરોના સંક્રમિત કેસ નોધાયા છે. આ ૨૪૪ કલાકમાં દેશભરમાં ૮૫૩ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો કે દેશ ભરમાં કોરોનાના કુલ કેસમાં વધારા સહિતનો આંકડો સત્તર લાખને વટાવી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે દેશભરમાં ૩૭ હજાર કરતા વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કોરોના વોરીયર્સ પણ હવે સંક્રમિત થઇ રહ્યા છે

સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે હોસ્પીટલમાં પણ સંક્રમણની સંભાવનાઓ હવે વધી છે. પરિણામે કોરોના વાયરસની ચપેટમાં હવે કોરોના વોરીયર્સ પણ સપડાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ અન્ય ૫ જેટલા તબીબ પણ કોરોના પોઝીટીવ આવ્યા છે. સિવિલ, અમીમેર અને ખાનગી હોસ્પિટલ સહીત કુલ મળીને ૫ જેટલા અન્ય ડોકટરોનો રીપોર્ટ પણ કોરોના પોજીટીવ આવ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જાણી લો અમદાવાદના આ વિસ્તાર વિશે, જ્યાં કોરોનાનો કેસમાં થઇ રહ્યો છે જોરદાર વધારો"
ટિપ્પણી પોસ્ટ કરો