કોરોના વાયરસનો કહેર દેશમાં વધી રહ્યો છે, ત્યારે શિલ્પાએ માસ્ક વગર ફરતા ફોટોગ્રાફર પર થઇ ગઇ ગુસ્સે અને કહ્યું…
વર્તમાન સમયે કોરોના વાયરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે, આવા સમયે રોજે રોજ ભારતમાં સંક્રમિત લોકોના આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. નવા કેસમાં પણ સતત થઇ રહેલી વૃદ્ધિને જોઇને દેશના તમામ લોકો હવે સુરક્ષિત રહીને બહાર આવજાવ કરે છે. તેમજ પુરતી સાવચેતી અને સુરક્ષા સાથે જ બહાર નીકળે છે.

બોલીવુડ સેલેબ્રેટી પણ હવે કોરોના સામે લડવા માટે દરેક ઉપાય કરી રહી છે, ત્યારે હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં શિલ્પા ભડકી ઉઠે છે, જ્યારે તે ફોટોગ્રાફરના મોઢા પર માસ્ક નથી જોતી. આ પૂરી વિડીયો વુંમપલાના ઇન્સ્ટાગ્રામ પેજમાં શેર કરવામાં આવી છે.
વિડીયો વાયરલ : શિલ્પા ફોટોગ્રાફર પર ભડકી
ઉલ્લેખનીય છે કે શિલ્પા સોશિયલ મીડિયામાં વધારે એક્ટીવ રહે છે. હાલમાં જયારે એ બહાર નીકળી ત્યારે કેટલાક ફોટોગ્રાફર એમની ફોટો લઇ રહ્યા હતા. પણ ત્યારે અચાનક શિલ્પા ભડકી ઉઠે છે, જયારે કેટલાક ફોટોગ્રાફરે માસ્ક નથી પહેરેલા જોઈ લે છે.

આ વિડીયોમાં શિલ્પા શેટ્ટી એક ફોટોગ્રાફર પર ગુસ્સે થતી જોવા મળી રહી છે. માસ્ક વગર ફરતા ફોટોગ્રાફરને જોઇને હાલમાં જ શિલ્પા શેટ્ટી ગુસ્સે થઇ હતી એવા સમાચાર અને તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે. આવા સમયે ભડકી ઉઠેલી શિલ્પા શેટ્ટીનો એક વિડીયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, ઉલ્લેખનીય છે કે એમણે આ પ્રતિક્રિયા માસ્ક વગર ફરતા ફોટોગ્રાફરને જોઇને શિલ્પાએ આપી હતી.
માસ્ક કયો નહી પહેના તુમને : શિલ્પા શેટ્ટી

સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં શિલ્પા શેટ્ટી કહી રહી છે કે, ‘સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરો, માસ્ક કેમ નથી પહેર્યું તમે.’ વાયરલ વિડીયોમાં શિલ્પા શેટ્ટી ગુસ્સે થઈને કહી રહી છે કે ,માસ્ક કોને નથી પહેર્યા અહિયાં? અભિનેત્રીનો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. શિલ્પાના આ વિડીયોને વુમ્પલાના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટીવ રહેતી હોય છે અને અવારનવાર તે પોતાના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર પણ કરતી રહે છે.
ઘણા સમય પછી શિલ્પાનું ફિલ્મોમાં કમબેક

શિલ્પાના વર્તમાન સમયના કાર્ય વિશે જો વાત કરીએ તો હાલમાં શિલ્પા અભિનયની દુનિયામાં ઘણા વર્ષો પછી પાછી ફરવા જઈ રહી છે. હાલમાં જ બોલીવુડમાં ચાલી રહેલી ખબરો પ્રમાણે શિલ્પા શેટ્ટી ‘નિકમ્મા’ અને ‘હંગામા ૨’ ફિલ્મ દ્વારા આવનારી ફિલ્મોથી બોલીવુડમાં કમબેક કરશે. નિકમ્મા ફિલ્મમાં શિલ્પા શેટ્ટી એક્ટ્રેસ ભાગ્યશ્રીના દીકરા અભિમન્યુ દસાની સાથે જોવા મળશે તો બીજી તરફ હંગામા ૨ માં શિલ્પા પરેશ રાવલ અને મીજાન જાફરી સાથે જોવા મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કોરોના વાયરસનો કહેર દેશમાં વધી રહ્યો છે, ત્યારે શિલ્પાએ માસ્ક વગર ફરતા ફોટોગ્રાફર પર થઇ ગઇ ગુસ્સે અને કહ્યું…"
ટિપ્પણી પોસ્ટ કરો