બાળકોમાં દેખાતા આ લક્ષણો હોય છે ન્યુમોનિયાના, જાણો અને ખાસ રાખો ધ્યાન
બાળકોને વારંવાર ન્યુમોનિયા થાય છે,જે કેટલીકવાર ગંભીર હોવાનું સાબિત થાય છે.જો ન્યુમોનિયાના લક્ષણોની ઓળખ કરવામાં આવે અને સમયસર તેની સારવાર શરૂ થઈ જાય,તો આ ચેપ વધતા અટકાવી શકાય છે.
બેક્ટેરિયા,વાયરસ અથવા રાસાયણિક પ્રદૂષણના કારણે ફેફસામાં થતી બળતરાને ન્યુમોનિયા કહેવામાં આવે છે.એક ગંભીર ઇન્ફેકશન અથવા સોજો થાય છે,જેના કારણે હવાની થેલીમાં પ્રવાહી ભરાઈ જાય છે.

ન્યુમોનિયાના બે પ્રકાર હોય છે – લોબર ન્યુમોનિયા અને બ્રોંકાઈલ ન્યુમોનિયા.લોબર ન્યુમોનિયા ફેફસાના એક અથવા વધુ ભાગોને અસર કરે છે.બ્રોંકાઈલ ન્યુમોનિયા એટલે કે જે બંને ફેફસાના પેચોને અસર કરે છે.તો ચાલો આપણે જાણીએ કે બાળકોમાં ન્યુમોનિયાના લક્ષણો અને તેની સારવાર શું છે ?

ન્યુમોનિયા એ ફેફસાના સામાન્ય ચેપ છે જે બેક્ટેરિયા અથવા વાયરસથી થાય છે.તે ફેફસાનો એક ગંભીર રોગ છે જે દર વર્ષે અનેક મૃત્યુનું કારણ બને છે.ન્યુમોનિયા એ એક ચેપી રોગ છે જે ઉધરસ,છીંક આવવી,સ્પર્શ કરવાથી અને શ્વાસ લેવાથી પણ ફેલાય છે.એવા પણ ઘણા લોકો છે કે જેમાં ન્યુમોનિયાના કોઈ લક્ષણો દેખાતા નથી,પરંતુ લોકો આવા ચેપ દ્વારા આ રોગ ફેલાવી શકે છે.
બાળકોમાં સામાન્ય ન્યુમોનિયાના

માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ક્લેમિડોફિલા ન્યુમોનિયા જેવા બેક્ટેરિયાથી થાય છે.તેને વોકિંગ ન્યુમોનિયા પણ કહેવામાં આવે છે.બાળક ખૂબ બીમાર નથી લાગતું પરંતુ સૂકી ઉધરસ,હળવો તાવ,માથાનો દુખાવો અને થાક જેવા લક્ષણો આ ન્યુમોનિયાના લક્ષણો હોય છે.આ પ્રકારના ન્યુમોનિયાની સારવાર એન્ટીબાયોટીક ઉપચારથી કરી શકાય છે.
આ 5 અસરકારક ઘરેલું ઉપાયો ન્યુમોનિયાનું જોખમ ઘટાડશે
બાળકોમાં ન્યુમોનિયાના મધ્યમ લક્ષણો

ન્યુમોનિયા પેદા કરતા વાયરસ ચારથી પાંચ વર્ષના બાળકોને વધુ અસર કરે છે.આના લક્ષણોમાં ગાળામાં દુખાવો,કફ,હળવો તાવ આવવો,નાકમાંથી પાણી વહેવું,ઝાડા થવા,ભૂખ ઓછી થવી,થાક અથવા ઓછી ઉર્જાનો અનુભવ થઈ શકે છે.
બાળકોમાં ન્યુમોનિયાના ગંભીર લક્ષણો
બાળકોમાં બેક્ટેરિયલ ન્યુમોનિયા ખૂબ જ સામાન્ય છે.મોટેભાગે આ પ્રકારના ન્યુમોનિયા શરદી અથવા વાયરસ કરતા વધારે હોય છે અને તેના લક્ષણો પણ સમજવા ખુબ મુશ્કેલ છે.લક્ષણોમાં વધુ તાવ આવવો, પરસેવો આવવો અથવા ઠંડી લાગવી,નખ અથવા હોઠ વાદળી રંગના થવા,છાતીમાં ગભરામણ થવી અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
ન્યુમોનિયાની સારવાર

ન્યુમોનિયાના પ્રકારને આધારે જ તેની સારવાર પ્રક્રિયા પસંદ કરવામાં આવે છે.જયારે પણ તમે તમારા બાળકોમાં ન્યુમોનિયાના લક્ષણો જોવ,ત્યારે તરત જ તમારા બાળકને ડોક્ટર પાસે લઈ જવા.મોટાભાગના કેસોમાં ન્યુમોનિયાની સારવાર ઘરે કરવામાં આવે છે જ્યારે કેટલાક બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.જયારે પણ આવા લક્ષણો જેવા મળે,ત્યારે શરદી અથવા તાવની દવાઓ પીવા કરતા,તરત જ ડોક્ટરની સલાહ જરૂરથી લો.
ન્યુમોનિયાની સારવાર કેવી રીતે કરવામાં આવે છે ?

બેક્ટેરિયલ ન્યુમોનિયાની સારવારમાં એન્ટિબાયોટિક્સની જરૂર પડે છે,જ્યારે વાયરલ ન્યુમોનિયાની સારવાર વગર થોડા દિવસોમાં જ તેની રીતે મટી જાય છે.એન્ટિબાયોટિક અથવા અન્ય કોઈ દવા બાળકને ફક્ત ડોક્ટરની સલાહ પર જ આપવી જોઈએ.ન્યુમોનિયાના કિસ્સામાં બાળકને ઉધરસની દવા જાતે ન આપો. બાળકને પૂરતા પ્રમાણમાં આરામ કરવો અને બાળકના શરીરને હાઇડ્રેટેડ રાખો.
ન્યુમોનિયા કેટલો સમય રહે છે ?
ન્યુમોનિયાના પ્રકાર અને ચેપની ગંભીરતા પર આધાર રાખે છે,કે બાળકના ન્યુમોનિયા કેટલા દિવસો મટે છે.
યોગ્ય સારવાર દ્વારા ન્યુમોનિયા એક અથવા બે અઠવાડિયામાં મટી જાય છે.જો કે ઉધરસ બંધ થવામાં થોડો વધુ સમય લાગશે.જયારે વધુ ગંભીર કેસોમાં બાળકને સ્વસ્થ થવામાં વધુ સમય લાગશે.
ન્યુમોનિયાને કેવી રીતે ટાળવો જોઈએ

બાળકને ન્યુમોનિયાથી બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ ન્યુમોનિયાની રસી છે.બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન્યુમોનિયાની રસી અપાવવી ખુબ જ આવશ્યક છે તમારા બાળકોને બીમાર અથવા શ્વસન માર્ગના ચેપનાં લક્ષણોવાળા લોકોથી દૂર રાખો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "બાળકોમાં દેખાતા આ લક્ષણો હોય છે ન્યુમોનિયાના, જાણો અને ખાસ રાખો ધ્યાન"
ટિપ્પણી પોસ્ટ કરો