સફેદ વાળને કાળા બનાવવા માટે ફક્ત કરો ફટકડીનો આ એક ઉપાય, અઠવાડિયામાં જ ઘણો ફરક જોવા મળશે
ફટકડીના આ ઉપાય દ્વારા ફક્ત અઠવાડિયામાં જ થઇ જશે તમારા વાળ કાળા
ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે. સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું પણ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. આજે અમે તમને એક એવા જ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે અમુક અઠવાડિયામાં તમારા વાળ કાળા કરી શકશો.
image source
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ફટકડીમાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે. મેગ્નેશિયમ હ્યુમન સેલનો મહત્વપૂર્ણ હિસ્સો છે જે શરીરમાં 300થી પણ વધુ એન્જાઈમ્સને રેગ્યુલેટ કરીને આપણને સ્વસ્થ બનાવે છે. સાથે જ સફેદ વાળને કાળા કરવામાં પણ મદદ કરે છે. આયુર્વેદમાં પણ ફટકડીના ઘણા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. આ સફેદ થયેલા વાળને ફરીથી કાળા કરવા માટે ફટકડીનો ઉપાય કરવો જોઈએ. તો ચાલો જાણી લઈએ ફટકડી નો આ ઉપાય વિશે..
image source
નુસખો બનાવવા માટે સામગ્રી
- પીસેલી ફટકડી (ફટકડીનો પાવડર)
- આંબળાનું તેલ
- વિટામિન – ઇ ની કેપ્સ્યુલ
- ગુલાબજળ
image source
બનાવવાની અને લગાવવાની રીત
- વાળને કાળા કરવા માટે સૌથી પહેલા ફટકડીના એક ટુકડાને પીસીને ઝીણો પાવડર કરી લેવો અને પછી એમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરવું.તેમજ બીજી આ વસ્તુને એક કાચના બાઉલમાં મિક્સ કરવી.
- એ વાતનું ધ્યાન રાખવું કે ફટકડી તેલથી સારી રીતે ઓગળી જાય છે. પછી તમારા વાળને કાંસકો લઈને ઘૂસ કાઢી લેવી અને વાળને જુદા જુદા ભાગોમાં વહેંચો.
image source
- તેલને રૂ વડે વાળના મૂળમાં લગાવો. ત્યારબાદ લગભગ 5 થી 10 મિનિટ સુધી તમારા માથાને હળવા હાથે માલિશ કરો, જેથી તેલ તમારા સફેદ વાળના મૂળમાં આરામથી પહોંચી શકે.
- એ પછી 30 મિનિટ સુધી વાળમાં લગાવી રાખવું અને પછી તમારા વાળને સારા શેમ્પૂથી ધોઈ લેવા.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "સફેદ વાળને કાળા બનાવવા માટે ફક્ત કરો ફટકડીનો આ એક ઉપાય, અઠવાડિયામાં જ ઘણો ફરક જોવા મળશે"
ટિપ્પણી પોસ્ટ કરો