પેટમાં જીવાત થઇ હોય ત્યારે આ સરળ નુસખા અપનાવો, ખુબ જ જલ્દી મળશે રાહત અને જાણો કીડા થવાના છે આ લક્ષણ
નાના બાળકોના પેટમાં કીડા થવા ખૂબ સામાન્ય વાત છે. બાળકોના પેટમાં રહેલા જંતુઓ તેમને ખૂબ તકલીફ આપે છે. આને કારણે, તેમને માત્ર પેટનો દુખાવો ન થતો નથી, પરંતુ શરીરને જરૂરી પોષક તત્વો પણ મળતા નથી. આવી સ્થિતિમાં, પીડા અને તકલીફથી રાહત મેળવવા માટે પેટના કીડાઓને નાબૂદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, પેટમાં જીવાત પડવાથી પાચન ક્રિયા નબળી થવા લાગે છે. સમયસર જો તેનો ઉપચાર કે ઉપાય ન થાય તો તે જીવાત ધીમે ધીમે ફેફસાં સુધી પહોચી જાય છે, જેને કારણે અસ્થમા થવાનું જોખમ રહે છે. આજે અમે તમને પેટના કીડાઓને દૂર કરવાની એક સરળ રીત જણાવી રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ એના લક્ષણો અને એના ઉપચાર વિશે..
image source
પેટમાં કીડા થવાના લક્ષણ
- પેટમાં દુ:ખાવો થવો
- વજન ઓછું થવું.
- આંખો લાલ થવી
- જીભ સફેદ થવી
- મોઢા માંથી દુર્ગંધ આવવી
- ગાલમાં ધબ્બા પડવા
- શરીર ઉપર સોજો આવવો
- ગુપ્તાંગ ઉપર ખંજવાળ આવવી
- જીવ ગભરાવો અને ઉલટી આવવી
- મળ ત્યાગ કરતી વખતે લોહી આવવું
- નરમ મળ આવવું કે ઝાડા થવા
- જો રાત્રે સુતા સમયે બાળક પોતાના દાંત કચડે તો તેના પેટમાં જીવાત હોઇ શકે છે.
image source
ઘરેલું સરળ ઉપાય
તુલસીના પાન
પેટના કીડાને દૂર કરવામાં તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જો બાળકના પેટમાં કોઈ જીવત થઇ જાય તો તેને તુલસીના પાન ગરમ દૂધમાં મિક્ષ કર્યા પછી પીવડાવવું. આ કરવાથી, પેટના કીડા થોડા દિવસોમાં સાફ થઈ જશે.
image source
નારિયેળ પાણી
નાળિયેર પાણી બાળકો માટે કોઈ ઔષધી થી ઓછું નથી. જો બાળકોને દરરોજ નાળિયેર પાણી પીવડાવવામાં આવે છે, તો તેનાથી પેટના કીડા મરી જાય છે, સાથે જ તેમને ઘણા પોષક તત્વો પણ પ્રાપ્ત થાય છે.
image source
ગાજરનું જ્યુસ અથવા સલાડ
સવારે ખાલી પેટ બાળકોને ગાજરનો રસ અથવા સલાડ નું સેવન કરાવવું. ગાજર પેટના દુખાવાને દૂર કરે છે સાથે જ પેટના કીડાનો પણ નાશ કરે છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "પેટમાં જીવાત થઇ હોય ત્યારે આ સરળ નુસખા અપનાવો, ખુબ જ જલ્દી મળશે રાહત અને જાણો કીડા થવાના છે આ લક્ષણ"
ટિપ્પણી પોસ્ટ કરો