દિલ્હીથી લંડન’ સુધી બસમાં માણો પ્રવાસની મજા, આવશે એટલી મજા કે ના પૂછો વાત, જાણો આ આખા પ્લાન વિશે

દિલ્લીથી લંડન સુધીની સફરની બસમાં મજા માણો, લાગશે ફક્ત આટલા દિવસોનો સમય.

જો આપ દુનિયા (World)માં ટ્રાવેલિંગ કરવાનો શોખ રાખો છો તો આપના માટે આ સારા સમાચાર છે. સામાન્ય રીતે દિલ્લી (Delhi) થી લંડન (London) પહોચવા માટે લોકોને વિમાન યાત્રા કરવાની રહે છે, પરંતુ હવે આપ રોડ મારફતે પણ દિલ્લીથી લંડન સુધીની યાત્રા કરી શકશો. દિલ્લી શહેરના ગુડગાંવ (Gurgaon)માં આવેલ ‘ખાનગી ટ્રાવેલ કંપની’ (Private Traveler Company) એ તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ એક બસ સેવા લોન્ચ કરી છે. આ બસ સર્વિસનું નામ ‘બસ ટુ લંડન’ (Bus To London) છે. આ બસમાં મુસાફરી કરીને આપ દિલ્લીથી લંડન અંદાજીત ૭૦ દિવસ જેટલા સમયમાં પૂરું કરી શકો છો અને એ પણ રોડ મારફતે આપે આ સફર એક તરફી રહેશે.

image source

આપને દિલ્લીથી લંડન સુધીની મુસાફરીના ૭૦ દિવસ દરમિયાન આપને બીજા ૧૮ દેશો માંથી પસાર થવાનું રહેશે. આ દેશોમાં ઈન્ડિયા, મ્યાનમાર, થાઈલેન્ડ, લાઓસ, ચીન, કિર્ગિઝસ્તાન, ઉજ્બેકિસ્તાન, કઝાકિસ્તાન, રૂસ, લાતવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક ગણરાજ્ય, જર્મની, નેધરલેંડ, બેલ્ઝિયમ, ફ્રાંસ, અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશો માંથી પસાર થવાનું રહેશે.

image source

હવે આપના મનમાં કેટલાક પ્રશ્નો થતા હશે કે, આ કેવી રીતે સંભવ થઈ શકે છે. દિલ્લી શહેરમાં રહેતી વ્યક્તિઓ તુષાર (Tushar) અને સંજય મદાન (Sanjay Madan) બંનેએ રોડ મારફતે દિલ્લીથી લંડન પહોચ્યા છે. આટલું ઓછું હોય એમ તુષાર અને સંજય મદાનએ વર્ષ ૨૦૧૭, વર્ષ ૨૦૧૮, અને વર્ષ ૨૦૧૯માં આ મુસાફરી કારની મદદથી પૂરી કરી હતી. તેવી રીતે જ આ વખતે તેઓ પોતાની સાથે અન્ય ૨૦ વ્યક્તિઓની સાથે આ મુસાફરી (Journey) બસ (Bus) ની મદદથી પૂરી કરવાની યોજના બનાવી છે.

image source

‘બસ ટુ લંડન’ની આ મુસાફરી દરમિયાન યાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. આ મુસાફરી માટે વિશેષ બસ તૈયાર કરાવવામાં આવી રહી છે. આ બસમાં ૨૦ યાત્રીઓની સાથે અન્ય ૪ વ્યક્તિઓ પણ સામેલ થશે. આ ચાર વ્યક્તિઓમાં એક બસ ડ્રાઈવર, એક આસિસ્ટન્ટ ડ્રાઈવર, ઓર્ગેનાઈઝર દ્વારા એક કેરટેકર અને એક ગાઈડની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ મુસાફરી દરમિયાન ૧૮ દેશો માંથી પસાર થવાનું હોવાથી બસમાં ગાઈડ બદલાતા રહેશે. જેના લીધે યાત્રીઓને કોઈ મુશ્કેલી થાય નહી.

image source

હવે આપના મનમાં પ્રશ્ન થશે કે, આ યાત્રા પૂરી કરવા માટે વિઝા (Visa) અને કેટલો ખર્ચ થઈ શકે છે? એટલા માટે આપને જણાવીએ કે, એક વ્યક્તિને આ મુસાફરી કરવા માટે ૧૦ દેશોના વિઝા લેવાની જરૂર પડે છે. એટલા માટે મુસાફરોને કોઈ પ્રકારની તકલીફ ના થાય તે માટે ટ્રાવેલર કંપની (Traveler Company)દ્વારા જ મુસાફરોના વિઝાની વ્યવસ્થા કરવામાં આવે છે.

image source

‘બસ ટુ લંડન’ની આ મુસાફરીને ચાર કેટેગરીમાં મુસાફરોને પસંદ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની પાસે મુસાફરી કરવા માટે વધારે સમયના હોય અને તે અન્ય કોઈ દેશમાં મુસાફરી કેવા ઈચ્છતો હોય તો તે મુસાફરને અલગ અલગ કેટેગરી મુજબ અલગ અલગ કીમત ચુકવવાની રહે છે. દિલ્લીથી લંડન સુધીની પૂરી મુસાફરી કરવા માટે આપને અંદાજીત ૧૫ લાખ રૂપિયા ચૂકવવાના રહેશે. આ ટુર કંપની આપના માટે ઈએમઆઈનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

image source

એડવેન્ચર ઓવરલેંડ કંપનીના ફાઉન્ડર તુષાર અગ્રવાલ જણાવે છે કે, હું અને મારા મિત્ર સંજય મદાનની સાથે વર્ષ ૨૦૧૭, વર્ષ ૨૦૧૮ અને વર્ષ ૨૦૧૯માં કાર દ્વારા દિલ્લીથી લંડનની યાત્રા કરી હતી. ત્યારે બીજી બાજુ અમારા અન્ય સાથીઓ પણ અમારી સાથે મુસાફરીમાં હતા. અમે પ્રત્યેક વર્ષે આ પ્રકારની એક ટુરનું આયોજન કરીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "દિલ્હીથી લંડન’ સુધી બસમાં માણો પ્રવાસની મજા, આવશે એટલી મજા કે ના પૂછો વાત, જાણો આ આખા પ્લાન વિશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel