મેઘતાંડવ: હવામાન વિભાગ દ્વારા મળી આગાહી, ગુજરાતમાં મેઘરાજા કરશે આગમન, જાણો ક્યારે અને ક્યાં વિસ્તારમાં આવશે વધારે વરસાદ..

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. કેટલીક જગ્યાએ છૂટોછવાયા વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસ થી વિવિધ વિસ્તારો માં ભારે વરસાદ પડી રહ્યો છે.  આગામી દિવસો મા હજુ પણ વરસાદની અસર ચાલુ રહેશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.  કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ વાતાવરણ માં ઠંડક પ્રસરાતા લોકોએ ગરમી માંથી રાહત અનુભવી હતી. લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદ વરસતા લોકો નાહવા નીકળી પડ્યા હતા. જ્યારે ગામડે ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

image source

હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 29 અને 30 ઓગસ્ટના રોજ ખુબ જ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વેલમાર્ક લૉ પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે રાજ્યમાં ફરી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ઉત્તર ગુજરાત માં મોટાભાગ ના વિસ્તારો ઉપર મેઘરાજા મન મુકીને મહેર કરી રહ્યાં છે.

image source

આ દિવસે આપવામાં આવી છે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ ની દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં 29 અને 30 ઓગસ્ટના રોજ ખુબ જ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં 29 ઓગસ્ટ ના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે 30 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારો માં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.

image source

જાણો કયારે અને કયાં વિસ્તારમાં પડશે વરસાદ?

29 ઓગસ્ટના રોજ

  • મહેસાણા
  • બનાસકાંઠા
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • પાટણ
  • નવસારી
  • વલસાડ
  • તાપી
  • દાદરાનગર હવેલી

image source

30 ઓગસ્ટના રોજ

  • કચ્છ
  • અમરેલી
  • ગીર સોમનાથ
  • ભાવનગર
  • મોરબી
  • રાજકોટ
  • સુરેન્દ્રનગર

આ દરેક વિસ્તારમાં મેઘરાજા ખુબ જ મહેરબાન થવાના છે અને મન મુકીને વરસવાના છે. તો આગામી દિવસો માં પણ વરસાદ પડશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ભાદરવા ના પ્રારંભે જ મેઘરાજા પણ મન મુકીને વરસી રહ્યાં છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "મેઘતાંડવ: હવામાન વિભાગ દ્વારા મળી આગાહી, ગુજરાતમાં મેઘરાજા કરશે આગમન, જાણો ક્યારે અને ક્યાં વિસ્તારમાં આવશે વધારે વરસાદ.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel