આ વૃક્ષની છડી હાથમાં લઇને પછી ચાલશો તો ક્યારે નહિં લાગે થાક
તમારક વૃક્ષની છડી હાથમાં લઈને ચાલો તો બધાનું ભલું કરવાના વિચારો આવે, હિંસક પ્રાણી કે જીવજંતુ નજીક ના આવે, ભૂત-પ્રેત પણ દૂર ભાગે. અજબ અને ગજબની વાતો તમારક વૃક્ષની…
આખા વિશ્વમાં ૩.૨૫ લાખ કિલોમીટરથી વધુ ચાલનારા સબળસિંહ વાળા હાથમાં તમારકની છડી લઈને ચાલે છે. તેઓ કેનેડા ગયા ત્યારે ૧૬ હજાર રૂપિયામાં આ છડી ખરીદી હતી. તેઓ ઉતત્મ વક્તા પણ છે. તેઓ રસપ્રદ, મસ્ત, જબરજસ્ત, હળવી શૈલીમાં ગંભીર વ્યાખ્યાન આપી શકે છે. તેમને સાંભળવા એક લહાવો છે.
ચાલતી વખતે તેઓ પોતાના હાથમાં જે છડી કે લાકડી રાખે છે કે તમારક નામના વૃક્ષની હોય છે.
તમારક નામનું વૃક્ષ કેનેડા અને અમેરિકામાં થાય છે. ત્યાંના આદિવાસીઓનું આ પ્રિય વૃક્ષ છે. આ વૃક્ષમાંથી બનતી છડી અનેક વિશેષતાઓ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે તમે આ છડી લઈને ચાલો તો તમને બિલકુલ થાક ના લાગે. સબળસિંહ વાળાને તો આમેય ચાલવાનો થાક કદી લાગતો નથી, એમાંય તમારકની છડી લઈને ચાલે તો હપૂચો એટલે કે બિલકુલ થાક ના લાગે.
તમે આ છડી લઈને ચાલતા હોવ તો જંગલી અને હિંસક પ્રાણીઓ તમારી પાસે ના આવે. એટલું જ નહીં, વીંછી, સાપ, એરૂ જેવાં ઝેરી જીવજંતુઓ પણ તમારાથી દૂર રહે. તમે જ્યારે આ લાકડી લઈને ચાલતા હોવ ત્યારે તમને એવાં વિચારો આવે કે સમગ્ર બ્રહ્માંડના મનુષ્યો, જીવજંતુ, પહાડો, વૃક્ષો, સમુદ્રો મારા સ્નેહીજનો છે. તમારા હાથમાં આ છડી હોય ત્યારે તમે સમગ્ર સૃષ્ટિના પ્રત્યેક કણ-કણ સાથે તાદાત્મ્ય અને એકાત્મય અનુભવો. કેવી સરસ છડી નહીં ? છડી મોટાભાગે ચાલવાની ટેકણલાકડી બને, પરંતુ આ છડી તો અનેક રીતે અનોખી.
આ છડી નિમિત્તે કેનેડામાં એક એવું કામ થયું, જેના વિશે જાણીને આનંદ થાય અને નવાઈ પણ લાગે. થયું એવું કે તમારકની છડીનો ખૂબ પ્રચાર થયો. લોકો તેને હાથમાં રાખીને ચાલવા માંડ્યા. છડી બનાવવાનો ઉદ્યોગ શરૂ થયો અને ખૂબ વિકસ્યો. છડી વેચાણમાંથી જે આવક થઈ તેમાંથી લોકોએ ૨૪ હજાર કિલોમીટર લાંબી ચાલવા માટેની પગદંડી બનાવી.
પગદંડી તો નામ, બાકી તેની પહોળાઈ દસ ફૂટ. મોટો રસ્તો જ સમજી લો ને ! એ પગદંડી કે ચાલવા માટેનો મોટો રસ્તો જેવો તેવો નહીં, સિમેન્ટ અને કોંક્રિટથી બનેલો મજબૂત રસ્તો. કેનેડા સરકારને આની ખબર પડી. સરકાર રાજી થઈ. તેણે લોકોમાં ચાલવા માટેની ટેવ વધારે મજબૂત થાય તે માટે ૨.૫૦ કરોડ ડોલર મંજૂર કર્યા. છે ને અજબ જેવી વાત !
આ તમારકનું વૃક્ષ અનોખું છે. તમારક વૃક્ષના પાંદડાઓમાંથી આકર્ષક હંસ પણ બનાવવામાં આવે છે. હંસ ઉપરાંત, બીજા પક્ષીઓ પણ બનાવાય છે. આ કલા અનોખી ગણાય છે. ( આપણા ભારત કે ગુજરાતમાં આવું કોઈ વિશિષ્ટ શક્તિ કે લાક્ષણિકતા ધરાવતું વૃક્ષ હોય તો તેના વિશે જણાવવા વિનંતી છે.)
સબળસિંહ વાળા ગુજરાતનું ગૌરવ કહી શકાય તેવું વિશિષ્ટ વ્યક્તિત્વ છે. ભગવાને તેમને એવા મજબૂત પગ આપ્યા છે કે તેઓ ચાલતાં થાકતા નથી. ચાલવું એ તેમના માટે બે પગનો નહીં, ડાબા હાથનો ખેલ છે. ચાલીને તેમણે ચારધામની યાત્રા કરી છે. અમેરિકા, કેનેડા અને શ્રીલંકામાં ચાલી આવ્યા છે. પોતાની 75 વર્ષની ઉંમરે તેમણે 35૦૦ કિલોમીટરની નર્મદા પરિક્રમા એક ઝાટકે જ પૂરી કરી હતી. સમગ્ર વિશ્વમાં ચાલવાનો તેમનો અભરખો અધૂરો રહી ગયો છે. તેમણે કેટલાંક પુસ્તકો લખ્યાં છે જે વાંચવા જેવાં છે. તેમનાં એક પુસ્તકનું સંપાદન તેમનાં દીકરી ગાૈરીબહેને કર્યું છે.
(સબળસિંહ વાળાએ વસ્ત્રાપુર સિનિઅર સિટિઝન ગ્રુપના મિત્રો સમક્ષ ગયા વર્ષે પોતાના ચાલવાના અનુભવો કહ્યા હતા તેના આધારે આ લેખ લખાયો છે..)
(સબળસિંહ વાળાનો સંપર્ક નંબર 9099027779 છે.)
આલેખનઃ- રમેશ તન્ના
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ વૃક્ષની છડી હાથમાં લઇને પછી ચાલશો તો ક્યારે નહિં લાગે થાક"
ટિપ્પણી પોસ્ટ કરો