બહેન અર્પિતાના ગણપતિ વિસર્જનમાં પહેલી વાર સલમાન થયો આટલો બધો ગુસ્સે, કારણ છે કંઇક એવું કે…
સલમાન બહેન અર્પિતાના ગણપતિ વિસર્જનમાં જોવા મળ્યો ગુસ્સામાં
હાલ સમગ્ર દેશમાં લોકો ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યા છે. અને આ ઉજવણીમાં બોલીવૂડ સ્ટાર્સ પણ ભાગ લઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાનની બહેન અર્પિતાએ પણ પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના કરી હતી.
તેણીએ ગણેશ ચતુર્થિના દીવસે ગણપતિની મૂર્તિની સ્થાપના કરી હતી અને રવિવારના રોજ એક દિવસની સ્થાપના બાદ ગણેશ વિસર્જન કર્યું હતું. સલમાન ખાન પણ દર વર્ષે પોતાની બહેનના ગણેશોત્સવની ઉજવણીમાં ભાગ લેતો આવ્યો છે. આ વર્ષે પણ તેણે ભાગ લીધો હતો અને આરતી વિગેરેમાં પણ તેણે ભાગ લીધો હતો.
પણ ગણેશ વિસર્જન વખતે તે મૂડમાં નહોતો જણાઈ રહ્યો હતો. તેણે ગણેશ વિસર્જનમાં પણ માસ્ક પહેરીને ભાગ લીધો હતો પણ તે કોઈક વાતે ગુસ્સામાં જણાઈ રહ્યો હતો તેને ગુસ્સામાં ઇશારામાં કોઈને કંઈ કહેતા પણ જોવામાં આવ્યો હતો.
સલમાન સાથે વિસર્જનમાં તેના બોડી ગાર્ડ શેરા તેમજ તેની કહેવાતી ગર્લફ્રેન્ડ યુલિયા વન્તૂર પણ જોવા મળી હતી. સાથે સાથે તેના કુટુંબી જનો પણ તેની સાથે હતા. જોકે થોડી વાર બાદ સલમાન શાંત થઈ ગયો હતો અને નોર્મલ જોવા મળ્યો હતો.
વિસર્જન વખતે સલમાનની તસ્વીરો લેવા મિડિયા પણ ત્યાં પહોચી ગયું હતું અને સલમાને થોડી ક્ષણો માટે માસ્ક હટાવીને તસ્વીરો પણ લેવા દીધી હતી. અને સામે સલમાને પણ મિડિયાની તસ્વીર પોતાના મોબાઈલ વડે લીધી હતી.
સલમાનના કુટુંબીજનો ની સાથે અરબાઝ અને મલાઈકા ખાનનો દીકરો અરહાન પણ જોવા મળ્યો હતો. તો વળી સલમાનની નાની બહેનનો પતિ એક્ટર આયુષ શર્માં પણ ડેઝી શાહ સાથે જોવા મળ્યો હતો.
ઋતિક રોશને પણ પરિવાર અને પૂર્વ પત્ની સુઝાન ખાન સાથે ઉજવ્યો ગણેશોત્સવ
ઉપર જણાવ્યું તેમ બોલીવૂડમાં ઘણા બધા અભિનેતા-અભિનેત્રીઓ પોતાને ત્યાં ગણપતિની સ્થાપના ગણેશોત્સવ દરમિયાન કરતા હોય છે. ઋતિક રોશને પણ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. તેમણે પણ એક દિવસ માટે ગણેશજીની સ્થાપના કરી હતી અને રિવિવારે ગણેશ વિસર્જનમાં પોતાના ફેમિલિ સાથે ભાગ લીધો હતો.
જેની કેટલીક તસ્વીરો પિંકી રોશન એટલે કે ઋતિકની માતાએ પોતાના ઇસ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસ્વીરમાં ઋતિક, તેની પૂર્વ પત્નિ, સુઝાન, તેમના બે દીકરાઓ હ્રેહાન અને હ્રીધાન, પિંકિ, રાકેશ રોશન, ઋતિકની બહેન સુનૈના અને અન્ય કુટુંબીજનો જોઈ શકાય છે.
તેમણે ઇકોફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી હતી. જેનું તેમણે પ્લાસ્ટિકના એક ડ્રમમાં વિસર્જન કર્યું હતું.
અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ પોતાના કુટુંબ સાથે ગણેશોત્સવનું સેલિબ્રેશન કર્યું હતું. અને એક દિવસના ગણપતિની સ્થાપના બાદ બીજા દિવસે તેમનું વિસર્જન કર્યુ હતું. તેણીએ વિસર્જન માટેની એક પોસ્ટ પણ શેર કરી હતી.
તો વળી અભિનેતા શાહ રુખ ખાને પણ પોતાના ઘરે થતાં ગણપતિ ઉત્સવના સેલિબ્રેશનની એક તસ્વીર શનિવારે શેર કરી હતી. આ સિવાય અમિતાભ બચ્ચન, કંગના રનૌત, પ્રિયંકગા ચોપરા, રિતેશ દેશમુખ, કરન જોહર જેવા સ્ટાર્સે પણ આ ઉત્સવની શુભકામનાઓ પોતાના સોશિયલ મિડયા અકાઉન્ટ દ્વારા પાઠવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "બહેન અર્પિતાના ગણપતિ વિસર્જનમાં પહેલી વાર સલમાન થયો આટલો બધો ગુસ્સે, કારણ છે કંઇક એવું કે…"
ટિપ્પણી પોસ્ટ કરો