ચહેરા પરના ખીલથી લઇને આ અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા આ રીતે કરો લીમડાનો ઉપયોગ, થશે ગજબના ફાયદા
લીમડાના ગુણધર્મો વિશે તો બધા જાણે જ છે, લીમડાનો ઉપયોગ ઘણી સમસ્યા દૂર કરવા માટે થાય છે. લીમડાના પાન ખૂબ અસરકારક છે, તેનો ઉપયોગ કરવાથી આપણે ત્વચાની દરેક સમસ્યા દૂર કરી શકીએ છીએ. આપણી ત્વચાને પરસેવાને લીધે ખીલ અને તેલયુક્ત ત્વચાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં મહિલાઓ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અથવા તો પાર્લરમાં જઈને મોંઘા ટ્રીટમેન્ટ કરાવે છે, પરંતુ આટલા ખર્ચ કર્યા પછી પણ ત્વચા પર તેની કોઈ અસર દેખાતી નથી. તમારી આ સમસ્યા દૂર કરવા માટે લીમડાના પાનનો ઉપયોગ કરો. લીમડાના પાનનો ઉપયોગ કરવાથી ચહેરાની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. લીમડાના પાનમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે ત્વચાને ઘણા ફાયદાઓ આપે છે. તો ચાલો જાણીએ લીમડાની મદદથી ચેહરાને કેવી રીતે સાફ કરવો.

તમારા ચેહરાની સમસ્યા દૂર કરવા માટે સૌથી પેહલા લીમડાના પાન ઉકાળો અને આ પાણી કોટનની મદદથી પિમ્પલ્સ પર લગાવો. નિયમિત આ પાણી ચેહરા પર લગાવવાથી તમારા ચેહરા પરના પિમ્પલ્સ થોડા સમયમાં જ દુર થશે.
દરેક મહિલાને વધતી ઉંમર સાથે ચેહરા પર કરચલીની સમસ્યા થાય છે. કરચલીઓ ઓછી કરવા માટે દરરોજ લીમડાના પાનનું પાણી તમારા ચેહરા પર લગાવો અને તે સુકાય જાય પછી તમારો ચેહરો સાદા પાણીથી ધોઈ અને સાફ કરી લો. આ ઉપાય અજમાવવાથી તમારા ચેહરા પરની કરચલી દૂર થશે.

જયારે ત્વચા પર એલર્જી થાય ત્યારે ચહેરા અને શરીરના અન્ય ભાગો પર ફોલ્લીઓ થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે લીમડાનાં કેટલાક પાનને પાણીમાં ઉકાળો અને આ પાણીથી સ્નાન કરો. લીમડામાં હાજર એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો ત્વચા પરની એલર્જી દૂર કરે છે અને તમારી ત્વચા કોમળ બનાવે છે.
જાણો લીમડાનું ફેસ-પેક બનાવવાની રીત.
લીમડો, ચંદન અને દૂધનું ફેસ-પેક

લીમડો, ચંદન અને દૂધનું ફેસ-પેક ચેહરા પરનો ગ્લો વધારે છે, તે ચહેરો સાફ રાખે છે અને ત્વચાને સાફ અને નરમ બનાવે છે.
ફેસ-પેક બનાવવાની રીત.

અડધી ચમચી લીમડાના પાવડરમાં, એક ચમચી ચંદન પાવડર અને થોડા દૂધ સાથે મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. હવે તેને ચહેરા અને ગળા પર લગાવો. અડધા કલાક પછી તમારા ચેહરાને પાણીથી ધોઈ લો. આ પેક અઠવાડિયામાં એક વખત જરૂરથી લગાવો. આ હોમમેઇડ ફેસ-પેક થાકેલી ત્વચાને ફ્રેશ કરે છે અને તૈલી થતી ત્વચા અટકાવે છે.
લીમડો અને પપૈયાનું ફેસ-પેક

લીમડા અને પપૈયાનું ફેસ-પેક ત્વચા પરની ફોલ્લીઓ દૂર કરે છે અને ચેહરા પર ચમક લાવે છે.
આ પેક બનાવવાની રીત.

એક પાકેલું પપૈયું લો અને તેનો પલ્પ કાઢો. ત્યારબાદ તેમાં એક ચમચી લીમડાનો પાઉડર નાખો. આ બને ચીજોને સારી રિયાતે મિક્સ કરી દો. હવે આ પેસ્ટને ચહેરા અને ગળા પર સારી રીતે લગાવી અડધી કલાક માટે છોડી દો અને તમારો ચેહરો સાદા પાણીથી ધોઈ લો.
લીમડો, તુલસી અને મધ
આ હર્બલ ફેસ-પેક ચેહરા પર જામેલી ધૂળ દૂર કરે છે, ખીલ પેદા કરતા બેક્ટેરિયાને મારી નાખે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે.
ફેસ-પેક બનાવવાની રીત

મુઠ્ઠીભર તુલસી અને લીમડાના પાન સુકવવા. આ પાન સુકાય પછી તેનો પાઉડર બનાવો. આ પાવડરમાં એક ચમચી મધ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા અને ગળા પર સારી રીતે લગાવો. ત્યારબાદ જયારે તે સુકાય જાય ત્યારે તમારો ચેહરો ધોઈ લો અને એકદમ નરમ રૂમાલ અથવા ટુવાલથી તમારો ચેહરો હળવો સાફ કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ચહેરા પરના ખીલથી લઇને આ અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા આ રીતે કરો લીમડાનો ઉપયોગ, થશે ગજબના ફાયદા"
ટિપ્પણી પોસ્ટ કરો