પાર્લરના મોંઘા ખર્ચામાંથી બચવા બદામના તેલમાં મિક્સ કરો આ વસ્તુ, ચહેરા પર આવશે જોરદાર ગ્લો
દરેક લોકો જાણે જ છે કે બદામનું સેવન કરવાથી આપણી યાદશક્તિમાં વધારો થાય છે, પરંતુ શું તમે જાણો છો કે તંદુરસ્ત બદામ તમારી સુંદરતા જાળવવામાં પણ મદદગાર છે. બદામનું તેલ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક છે. બદામનું તેલ ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરે છે અને ત્વચાને એકદમ ગ્લોઈંગ બનાવે છે. તો ચાલો જાણીએ ત્વચા પર બદામના તેલનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી થતા ફાયદાઓ વિશે.
બદામ તેલની ત્વચાની દરેક સમસ્યા દૂર કરે છે.
ત્વચાની અનેક સમસ્યાઓ દૂર કરવા માટે ખર્ચાળ કોસ્મેટિક્સ નહીં પણ બદામનું તેલ લગાવવાની જરૂર છે.
પિમ્પલ્સ પર અસરકારક

જો તમે પિમ્પલ્સની સમસ્યાથી પરેશાન છો અને તમામ પ્રકારના ઉપાય કરીને કંટાળી ગયા છો, તો બદામનું તેલ એક વાર લગાવો અને તેની અસર જુઓ. બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન એ જોવા મળે છે, તેથી બદામ તેલ દરરોજ લગાવવાથી પિમ્પલ્સની સમસ્યાથી હંમેશા માટે બચી શકાય છે.
ડાર્ક સર્કલ

આજ-કાલ તણાવ અને કોમ્પ્યુટર પર વધુ કામ કરવાના કારણે લોકોની આંખો નીચે ડાર્ક સર્કલ હોય જ છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો અને ઘણા પ્રકારની ક્રીમનો ઉપયોગ કર્યા છતાં પણ તમને આ સમસ્યાથી છુટકારો નથી મળ્યો, તો દરરોજ સૂતા પહેલા બે અઠવાડિયા સુધી રાત્રે તમારી આંખો નીચે ડાર્ક સર્કલ પર બદામનું તેલ લગાવો. બે અઠવાડિયામાં જ પરિણામ તમારી સામે આવશે.
ટૈનિંગ ત્વચાથી છુટકારો મેળવવા

થોડા સમય સુધી તડકામાં ઉભા રહેવાના કારણે ટૈનિંગની સમસ્યા થવી સામાન્ય છે. જોકે સન ટેનથી બચવા માટે બજારમાં ઘણા ઉત્પાદનો ઉપલબ્ધ છે, પરંતુ બદામનું તેલ આ સમસ્યા માટે શ્રેષ્ઠ ઉપાય છે, કારણ કે તેમાં કોઈપણ પ્રકારના કેમિકલ મિક્સ નથી હોતા. સૂર્ય ટેનથી છૂટકારો મેળવવા માટે બદામના તેલમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને ચેહરા પર લગાવો.
ચેહરા પર વધતી ઉંમરના લક્ષણો આવતા અટકાવે છે

બદામના તેલથી દરરોજ ચહેરાની માલિશ કરવાથી વૃદ્ધ થવાના સંકેતો ઓછા દેખાય છે. બદામમાં એસપીએફ 15 હોય છે જેથી તે ત્વચાને યુવી કિરણોથી સુરક્ષિત કરે છે અને ત્વચાને કડક રાખવામાં મદદ કરે છે.
આ રીતે બદામના તેલનો ઉપયોગ કરો
– તમે સીધું ચહેરા પર બદામનું તેલ લગાવી શકો છો અથવા તેમાં કેટલીક બીજી ચીજો મિક્સ કરીને પણ ચેહરા પર લગાડી શકાય છે.

– બદામના તેલમાં અડધી ચમચી મધ નાખો અને તેને સૂતા પહેલા ચહેરા પર લગાવો. આ મિક્ષણ આખી રાત ચેહરા પર રહેવા દો અને સવારે હળવા પાણીથી તમારો ચહેરો ધોઈ લો.
– અડધી ચમચી બદામના તેલમાં 1 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો અને 5-10 મિનિટ માટે ચહેરાની મસાજ કરો. ત્યારબાદ સાબુ અથવા હળવા ક્લીન્સરથી ચહેરો સાફ કરો. આ મસાજ અઠવાડિયામાં 2-3 વાર કરો.

– અડધી ચમચી બદામના તેલમાં 1 ચમચી ગુલાબજળ મિક્સ કરો. તેને સૂતા પહેલા ચહેરા પર લગાવો અને આખી રાત ચેહરા પર રહેવા દો. ત્યારબાદ સવારે ઉઠો અને ચહેરો હળવા પાણીથી ધોઈ લો. આ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં 3-4 વાર કરો.
– ત્વચાની દરેક સમસ્યા દૂર કરવા માટે અડધી ચમચી બદામના તેલમાં 2 ચમચી દૂધ મિક્સ કરીને તેને ચહેરા પર ક્લીનઝર તરીકે લગાવો. ત્યારબાદ હળવા પાણીથી ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ ઉપાય અજમાવો.

– અડધી ચમચી બદામ તેલ એક ચમચી લીંબુના રસ સાથે મિક્સ કરો અને તેને 15 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો. ત્યારબાદ નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો. આ માસ્ક અઠવાડિયામાં 2-3 વાર લગાડવાથી સારા પરિણામ જોવા મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "પાર્લરના મોંઘા ખર્ચામાંથી બચવા બદામના તેલમાં મિક્સ કરો આ વસ્તુ, ચહેરા પર આવશે જોરદાર ગ્લો"
ટિપ્પણી પોસ્ટ કરો