લીંબુનું સ્કિન ટોનર બનાવો આ રીતે ઘરે, અને અટકાવો વધતી ઉંમરની અસરને સ્કિન પર

ચહેરા માટે લીંબુનું સ્કિન ટોનર તૈયાર કરીને તમે તમારી ત્વચા પર ગ્લો લાવી શકો છો. આ હોમમેઇડ ટોનર ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. તેને નિયમિત રીતે લગાવવાથી ત્વચા 10 વર્ષ જુવાન દેખાશે.

લીંબુની વિશેષતાથી આપણે બધા પરિચિત છીએ. તે વજન ઘટાડવાનું અને ખોરાકની રુચિ વધારવાથી લઈને તમારી ત્વચાને સુધારવા સુધીનું કામ કરે છે. લીંબુમાં જોવા મળેતા વિટામિન-સી ત્વચાને ચમકદાર બનાવીને ત્વચામાંથી ડાર્ક સ્પોટ્સ અને ફાઇન લાઈન દૂર કરે છે. મોટાભાગના લોકો ઘરેલુ ફેસ પેક અથવા ઉબટનમાં લીંબુનો રસ ઉમેરતા હોય છે.

image source

પરંતુ જો તમે ઇચ્છો, તો તમે તેનો ઉપયોગ સ્કિન ટોનર તરીકે પણ કરી શકો છો. લીંબુને સીધુ ત્વચા પર લગાવવાથી બચવું જોઈએ, તેથી તેનો ઉપયોગ ગુલાબજળ અથવા અન્ય ઘટકો સાથે મિક્સ કરી કરવો જોઈએ. જો તમે ઓછી કિંમતે અસરકારક ટોનર બનાવવા માંગતા હો, તો ઘરે આ લીંબુનું ટોનર અજમાવવાનું ભૂલશો નહીં.

ટોનર કેવી રીતે ત્વચાની સંભાળ રાખે છે

image source

ટોનરને બ્યુટી સ્કિન કેયર રૂટિન નિયમનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ટોનર ત્વચાના છિદ્રોને સાફ કરે છે, તેને ભેજયુક્ત કરે છે, ત્વચાના પીએચ સ્તરને સંતુલિત કરે છે અને છિદ્રોને પણ ઘટાડે છે, જેનાથી ત્વચા સ્વસ્થ અને ચળકતી બને છે. ચહેરા પરની ગંદકી સાફ કરવા માટે દિવસમાં 1-2 વખત ટોનરનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પણ તમે તમારા માટે કોઈ ટોનર પસંદ કરો છો, ત્યારે ફક્ત કુદરતી ઘટકો સામેલ કરવાનો પ્રયાસ કરો, નહીં તો તે તમારા ચહેરાને શુષ્ક બનાવી શકે છે.

સામગ્રી

3 – લીંબુ

image source

2-3 ચમચી ગુલાબજળ

ચપટી-હળદર

1 ચમચી એલોવેરા જેલ

image source

બનાવવાની રીત

પહેલા લીંબુને સારી રીતે સ્વચ્છ ધોઈ લો. ત્યારબાદ છરીની મદદથી તેની છાલ કાઢી અને તેને અલગ બાઉલમાં રાખી દો. હવે એક મિક્ષી લો અને લીંબુની છાલ સહિત ગુલાબજળ ઉમેરો. આ બંને વસ્તુની પેસ્ટ બનાવો અને એક બાઉલમાં કાઢી લો. આ પછી, આ ટોનરમાં હળદર અને એલોવેરા જેલ મિક્સ કરો. તમે બજારમાં મળતી એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. હવે આ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને તેને ફરીથી ગાળી દો. ગાળી લીધા પછી, આ સોલ્યુશનને એક સ્પ્રે બોટલમાં ભરો. તમારું લીંબુથી બનાવેલું લેમન ટોનર ચહેરા પર લગાવવા માટે હવે બિલકુલ તૈયાર છે.

image source

ટોનરને પ્લાસ્ટિકની બોટલમાં સ્ટોર કરો. તમે દિવસમાં બે વખત ટોનરનો ઉપયોગ કરી શકો છો. સાથે જ દર બે અઠવાડિયામાં એક નવી બેચ પણ બનાવો, કારણ કે કુદરતી સામગ્રીના મિશ્રણને કારણે ટોનર વધુ સમય સુધી ટકી શકતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "લીંબુનું સ્કિન ટોનર બનાવો આ રીતે ઘરે, અને અટકાવો વધતી ઉંમરની અસરને સ્કિન પર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel