ડોક્ટરે યુવતીને કરી મૃત જાહેર, દફનાવવા માટે ખોદાઇ કબર, અને પછી અચાનક થઇ જીવતી, પછી થયુ કંઇક એવું કે..
૨૦ વર્ષની દીકરીને કબરમાં દફનાવવા જઈ રહ્યા હતા ઘરના સભ્યો, અચાનક હલવા લાગ્યા હાથ- પગ, જાણો શું થયું પછી?
મેરઠના મવાના ગામમાં બે દિવસ પહેલા એક ચોકાવનારી ઘટના બની હતી. અહિયાં રહેનાર ૨૦ વર્ષીય યુવતી આસમાને હાર્ટ એટેક આવ્યો અને તે બેહોશ થઈ ગઈ, એટલા માટે તેને તાત્કાલિક દિલ્લીના અલશિફા હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
બુધવારના સવારના સમયે આસમાને મૃત જાહેર કરી દેવામાં આવે છે. પરિવારના સભ્યો દીકરીના મૃતદેહને લઈને પાછા મવાના આવી રહ્યા હતા. ત્યાં બીજી બાજુ મૃતદેહને દફનાવવાની બધી તૈયારીઓ કરી લેવામાં આવી. કબર પણ ખોદી લેવામાં આવી હતી, પરંતુ જેવા જ પરિવારના સભ્યો મૃતદેહને લઈને પહોચવાના હતા ત્યારે જ અચાનક આસમાના હાથ- પગ હલવા લાગે છે.
જીવિત થઈ ગઈ યુવતી, ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે.:
આસમાના શરીરમાં હલનચલન જોઈને પરિવારના સભ્યો અચરજમાં પડી ગયા. તરત જ ડોક્ટર્સને સુચના આપી દેવામાં આવી. યુવતી જીવિત છે. સ્થાનિક ડોક્ટર આસમાની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. આસમાને કૃત્રિમ ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. પરિવારના સભ્યોએ દિલ્લીના હોસ્પિટલમાં પણ સંપર્ક કરી રહ્યા છે. ડોક્ટર્સ દ્વારા મૃત જાહેર યુવતીના જીવિત થવાથી પરિવાર જનોની સાથે જ આસપાસના લોકો હેરાન છે. દિલ્લીથી મવાના સીમામાં આવતા જ આસમાના શ્વાસ પાછા આવ્યા. દીકરીને જીવિત જોઇને પરિવારના સભ્યો ખુબ જ ખુશ છે તેઓ આને કુદરતનો ચમત્કાર માની રહ્યા છે.
ડોક્ટર્સએ મૃત જાહેર કરી દીધી હતી.:
આપને જણાવીએ કે, આસમા મવાના કસ્બાના મુન્નાલાલ મોહલ્લામાં રહે છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ આસમાને હાર્ટ એટેક આવ્યો અને તે બેહોશ થઈ ગઈ. ગંભીર હાલતમાં આસમાને દિલ્લીના અલશિફા હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવી. અહિયાં બે દિવસ સુધી ટ્રીટમેન્ટ ચાલી પણ પછી તા. ૨૬ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ આસમાને ડોક્ટર્સ દ્વારા મૃત જાહેર કરી દેવામાં આવી. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના સભ્યો દુઃખી થઈ ગયા. પરિવારના સભ્યોને જણાવ્યું કે, તેમણે ઘરે સુચના આપી દીધી, ત્યાર બાદ મૃતદેહને દફનાવવા માટે બધી તૈયારીઓ કરી લેવામાં આવી. આ બાજુ મૃતદેહને લઈને મવાના પાછા આવી રહ્યા હતા. મોડી સાંજે જેવા જ તેઓ મૃતદેહને લઈને મવાના પોતાના ઘરે પહોચે છે તો અચાનક આસમાના શરીરમાં હલચલ થવા લાગે છે. તેના હાથ- પગ હલવા લાગે છે.
સ્થાનિક ડોક્ટર કરી રહ્યા છે આસમાની ટ્રીટમેન્ટ.:
પરિવારના સભ્યો જણાવે છે કે, આસમાને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. તે જીવિત છે, આ ઘટનાથી દરેક વ્યક્તિ આશ્ચર્યમાં છે. કસ્બામાં આસમાનું જીવિત હોવું ચર્ચાનું વિષય બની ગયો છે. પરિવારના સભ્યોની સાથે સાથે વિસ્તારના લોકો આને કુદરતના ચમત્કાર કરતા ઓછું સમજતા નથી. સ્થાનિક ડોક્ટર્સ આસમાની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ડોક્ટરે યુવતીને કરી મૃત જાહેર, દફનાવવા માટે ખોદાઇ કબર, અને પછી અચાનક થઇ જીવતી, પછી થયુ કંઇક એવું કે.."
ટિપ્પણી પોસ્ટ કરો