શુદ્ધ અને હાઈજેનીક રીતે બનાવો સ્વાદિષ્ટ અને મસાલેદાર કોર્ન નું પંજાબી શાક.

Friends આપણે શાક તો દરરોજ અલગ અલગ બનાવતા હોઈએ છીએ પણ કયારેક રૂટિનથી અલગ ખાવા માટે જો બહાર જેવું જ ચટપટું હટકે શાક ઘરે બનાવીએ તો, ???કોરોના ને લીધે બારે તો જવાય નહિ તો હોટેલ જેવું સાક હું તમને શીખવું તો બનાવશો ને તમે બધા ???

શુદ્ધ અને હાઈજેનીક તો હોય જ સાથે બજેટમાં સાવ સસ્તું પડે છે તો શા માટે બહાર જેવું જ ટેસ્ટી શાક ઘરે ના બનાવીએ, તો મિત્રો, આજુ હું સ્વાદિષ્ટ અને મસાલેદાર કોર્ન નું પંજાબી શાક બનાવવાની રેસિપી શેર કરું છું જે બનાવવી પણ સિમ્પલ છે અને બહાર જેવો જ ટેસ્ટ આવે છે તો ચાલો બતાવી દઉં રીત

સામગ્રી :

  • – 1/2 કપ બાફેલી મકાઈ
  • – 4 મીડીયમ સાઈઝના ટમાટર
  • – 2 મીડીયમ સાઈઝના કાંદા
  • – 5 કળી લસણ
  • – 1 લીલું મરચું
  • – 1 ઇંચ જેટલું આદુ
  • – 1 ટેબલ સ્પૂન બારીક સમારેલી કોથમીર
  • – દોઢ (1 અને 1/2) ટેબલ સ્પૂન લીંબુ નો રસ અથવા દહીં 2 ચમચી
  • – 1/2 ટેબલ સ્પૂન કિચન કિંગ મસાલો
  • – 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું
  • – 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  • – 1/2 ટેબલ સ્પૂન હળદર
  • – 1/4 ટેબલ સ્પૂન હિંગ
  • – મીઠું સ્વાદ અનુસાર
  • – 3 ચમચી તેલ

રીત

1..કાંદા અને ટમાટરને જીના સમારી લો .મકાઈને પણ બાફીને દાણા કાઢી લો. આદુ, લીલા મરચા અને લસણની પેસ્ટ બનાવી લો. અને કોથમીર સમારી લો.

2) સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો, સ્ટવની ફ્લેમ મીડીયમ રાખી તેલ ગરમ થવા દો.તેલ ગરમ થઈ જાય પછી ત આદુ-મરચા અને લસણની પેસ્ટ ઉમેરી એકાદ મિનિટ સાંતળો.

2) ત્યારપછી તેમાં કાંદાની પેસ્ટ (કટ કરેલા પણ ઉમેરી શકો )બરાબર મિક્સ કરો લો. અને એકાદ મિનિટ માટે ચડવા દો. એકાદ મિનિટ પછી તેમાં ટમાટરની પેસ્ટ ( કટ કરેલા પણ ઉમેરી શકો )ઉમેરી મિક્સ કરી લો.મેં અહીં કટ કરી ને લીધા છે …પેસ્ટ પણ લઇ શકો છો .. મિક્સ કરી તેમાં હિંગ, હળદર, લાલ મરચું પાવડર, કિચન કિંગ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, ઢાંકણ ઢાંકીને ત્રણેક મિનિટ માટે ચડવા દો,વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

3) ત્રણેક મિનિટમાં બધું જ ચડીને સરસ ગ્રેવી તૈયાર થઈ જશે. પછી તેમાં બાફેલી મકાઈ ઉમેરી મિક્સ કરી લો. તેમાં લીંબું નો રસ ઉમેરી ફરી બે મિનિટ માટે ચડવા દો.અથવા 2 ચમચી દહીં પણ ઉમેરી શકો છો …મેં અહીં દહીં લીધું છે …બે મિનિટ પછી તેમાં ધાણાજીરું ઉમેરી મિક્સ કરી લો. તો તૈયાર છે કોર્ન પંજાબી સબ્જી, સ્ટવ ઑફ કરી દો અને કોથમીર થી ગાર્નિશ કરી ગરમા-ગરમ સર્વ કરો.

4)આ શાકને પરોઠા સાથે સર્વ કરવાથી ખાવાની ખુબ જ મજા પડી જશે.

ખરેખર ખુબ જ ટેસ્ટફૂલ બને છે, હું તો અવારનવાર બનાવું છું અને મારા ઘરના બધા સભ્યોને ખુબ જ પસંદ પડે છે, તમે પણ ટ્રાય કરજો..મકાઈની સીઝન પણ છે, તો આપના મેનુમાં વૈવિધ્ય લાવો .કોરોના ને લીધે બારે તો જવાય નહિ તો હોટેલ જેવું સાક બનાવી એન્જોય કરજો …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

0 Response to "શુદ્ધ અને હાઈજેનીક રીતે બનાવો સ્વાદિષ્ટ અને મસાલેદાર કોર્ન નું પંજાબી શાક."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel