શુ તમે જાણો છો ? સેક્સ કરવાથી બ્રેસ્ટ પર કેટલો ફરક પડે છે ???

Spread the love

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૫૭ વર્ષ છે. મને હાલ માસિકનો પ્રશ્ન સતાવી રહ્યો છે. તે કોઇવાર ચાર મહિને એકવાર આવે તો કોઇવાર પંદર દિવસે પણ હું પીરિયડમાં થઇ જતી હોઉં છું. આ કારણે સ્વભાવમાં પણ ચીડિયાપણું આવી ગયું છે. મેનોપોઝનો સમય ચાલી રહ્યો છે, જાણું છું, પણ આ કારણે સ્વભાવ ખૂબ ચીડિયો અને ચિંતાળુ થઇ ગયો છે. શું આ માટે કોઇ ખાસ દવા મળી શકે જે આ સમયે આવી સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે?

જવાબ : ના, આ માટેની કોઇ દવા ન લેવી એ જ સારું રહેશે. આવી દવા આવતી પણ નથી, અને દવા લેવાનું તમને કોઇએ જણાવ્યું હોય તો પણ તે લેવી ન જોઇએ. આવી દવા આડઅસર પણ ઉત્પન્ન કરી શકે છે. વળી આ સમયે હોર્મોનલ બદલાવ ખાસ્સા પ્રમાણમાં આવતો હોવાથી આવી તકલીફ માત્ર તમને જ નહીં પણ દરેક સ્ત્રીઓને સતાવે જે આ સમયગાળામાંથી પસાર થઇ હોય. મેડિટેશન કરો, તેનાથી મન શાંત રહેશે અને ખોટો ગુસ્સો નહીં આવે. મેડિટેશન એ જ તેની સૌથી મોટી દવા છે.

પ્રશ્ન : નમસ્તે સર, થોડા સમય પહેલાં જ મારી સગાઇ થઈ છે. હું અને મારા મંગેતર અવારનવાર મળતાં રહેતાં હોઇએ છીએ. અમે સેક્સ નથી માણ્યું પણ મળીએ એટલે ફોરપ્લે જરૂર કરીએ છીએ, મને અને મારા મંગેતરને આ ખૂબ ગમે છે. મારી સમસ્યા એ છે કે મારી બ્રેસ્ટ ખૂબ જ નાની છે, આ કારણે દેખાવે પણ અમુક કપડાં સારાં નથી લાગતાં. મારો મંગેતર મને ઘણો જ પ્રેમ કરે છે, પણ તે કહે છે કે થોડો બ્રેસ્ટનો ભાગ સારો થઇ જાય તો હું હજી વધુ સારી લાગું અને અમારી સેક્સલાઇફ સારી રહે. શું બ્રેસ્ટ નાની હોવાને કારણે સેક્સ દરમિયાન કાંઇ પ્રશ્ન થાય? કેમ કે હાલ અમે ફોરપ્લે કરીએ ત્યારે મને ખૂબ ઉત્તેજના થાય છે, મને આમ તો કોઇ ફેર પડતો હોય એવો અનુભવ તો નથી થતો, પણ મારા મંગેતરનું માનવું છે કે આ કારણે આગળ તકલીફ થઈ શકે. તો મારે જાણવું છે કે બે્રસ્ટની સાઇઝ વધારવા માટેની કોઇ દવા છે? જો હોય તો મને તે વિશે જણાવશો.

જવાબઃ  આવી દવાઓ વિશે પેપરમાં ઘણી જાહેરખબરો આવે છે, પણ આવી દવા કારગત નથી નીવડતી, તેનાથી માત્ર દવા વેચનારને જ પૈસા મળે છે. અને રહી વાત સેક્સમાં નાની બ્રેસ્ટના કારણે કોઇ તકલીફ ઉદ્ભવવાની તો આ પણ સાવ પોકળ વાત છે. અલબત્ત, મોટી બ્રેસ્ટથી છોકરાઓને ખાસ આકર્ષણ થાય છે, પણ તે કારણે સેક્સમાં કોઇ પ્રશ્ન નડતો નથી. ઊલટાનું નાની બ્રેસ્ટ ધરાવતી છોકરીઓ ફોરપ્લેમાં માત્ર સ્તનમર્દનથી પણ એક્સાઇટ થઇ જતી હોય છે. માટે આવી ચિંતા કરવાની જરૂર નથી. અને સમજું વ્યક્તિનાં લગ્નજીવનમાં બ્રેસ્ટની સાઇઝને લઇને કોઇ પ્રશ્ન નથી ઉદ્ભવતો.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૩૨ વર્ષ છે. મારાં લગ્ન થઇ ચૂક્યાં છે. હાલમાં એક બનાવ બન્યો કે હું ભાંગી પડી છું. મારા પતિ નહાવા બેઠા હતા અને પાછળથી તેમના ફોનમાં રીંગ વાગી હતી. આ ફોનનો નંબર એક છોકરીના નામે સેવ હતો. મેં તે ફોન કટ કરીને અને વોટ્સએપ ખોલ્યું તો પતિ અને તે છોકરીની ચેટ વાંચવા મળી. તે બંને સંબંધમાં હોય તેવું સ્પષ્ટ આ ચેટ પરથી જોવા મળતું હતું. મારા પતિને આ રીતે અફેર હોય એ વાત માન્યામાં નથી આવતી. મને ખૂબ આઘાત લાગ્યો છે, આત્મહત્યા કરવાના વિચાર આવે છે. મારે શું કરવું તે જણાવશો.

જવાબ : આ અંગે તમે તમારા પતિ સાથે વાત કરો, તેમને જણાવો કે તમને જાણ થઇ ગઇ છે કે તેમને લગ્નેતર સંબંધ છે. તમે તેમને સમજાવો કે આવી રીતે સંબંધ રાખવા યોગ્ય નથી. ખોટાં પગલાં ભરવાનો વિચાર કરવાને બદલે પતિ સાથે વાત કરીને તેમને સમજાવીને જ આ વાતનો ઉકેલ લાવવો યોગ્ય રહેશે.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૩ વર્ષ છે. અને મારા બોયફ્રેન્ડની ઉંમર ૨૪ વર્ષ છે. અમે એક વર્ષથી સંબંધમાં છીએ. હાલ અમે લગ્ન કરવા નથી માંગતા, કેમ કે હજી અમારે બંનેએ કરિયર સેટ કરવાની બાકી છે. બંનેને જોબ મળી જાય તે પછી અમે લગ્ન કરવાનું વિચારીશું. પણ હાલ મારો બોયફ્રેન્ડ ઘણીવાર મને શારીરિક સંબંધ બાંધવાનું કહે છે. તેનું કહેવું છે કે તેને ખૂબ મન થાય છે, અને નિરોધ વાપરીને સંબંધ બાંધીશું તો ગર્ભ પણ નહીં રહે. તો મને જણાવશો કે નિરોધ વાપરવું કેટલું સુરક્ષિત ગણાશે?

જવાબ : પહેલી વાત એ કે લગ્ન પહેલાં સંબંધ બાંધવો ભારતીય સમાજમાં અયોગ્ય છે. નિરોધ સેફ ખરું પણ સો ટકા નહીં. અમારી સલાહ એ જ રહેશે કે લગ્ન પહેલાં સંબંધ ન બાંધવો. કારણ કે નિરોધમાં કોઇ ગરબડ ઉભી થઇ તો ગર્ભ રહી જવાનો ભયઔરહે છે. ગર્ભ રહી જાય તો તમે બંને ઉપાધિમાં મુકાઈ જશો.

Author :  LIVE 82 MEDIA TEAM

તમને આ લેખ  LIVE 82 MEDIA ના માધ્યમથી વાંચી રહ્યા છે. આપણા દિવસ દરમિયાનના ઉપયોગી સમાચાર, રેસિપી, મનોરંજન, અજબ ગજબ, ફિલ્મ, ધાર્મિક વાર્તાઓ, જ્યોતિષ શાસ્ત્ર અને લાઈફ સ્ટાઇલ ની લગતી તમામ અવનવી માહિતી દરરોજ મેળવવા માટે  LIVE 82 MEDIA ને લાઈક કરો..!!

0 Response to "શુ તમે જાણો છો ? સેક્સ કરવાથી બ્રેસ્ટ પર કેટલો ફરક પડે છે ???"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel