12 પાસ યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની બંપર ઓફર, આ વિભાગમાં થઇ રહી છે ભરતી, જાણો કેવી રીતે કરશો એપ્લાય
NHM Assam Recruitment 2020: કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં હાલમાં આર્થિક કટોકટી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મજૂરોથી લઈને ક્વાલીફાઈડ લોકો બેરોજગારી થઈ ગયા છે. લાખો લોકોની નોકરી લોકડાઉનના કારણે જતી રહી છે. આ ઉપરાંત આવનારા સમયમાં પણ ધંધા રોજગાર માટે સાબીત થવાના છે.એવમાં આસામાં સરકારે બેરોજગાર યુવાનો માટે વેકેન્સી બહાર પાડી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અપ્લાઈ કરી નોકરી મેળવી શકે છે. આસામ સરકારની અટલ અમૃત અભિયાન સોસાયટીએ ઘણી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી આરોગ્યમિત્રની ખાલી જગ્યાઓ ભરવા માટે કરવામાં આવી રહી છે. આ પદ પર નોકરી મેળવવા માંગતા ઉમેદવારો અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 23 સપ્ટેમ્બર 2020 ના રોજ સમાપ્ત થઈ જશે.

નોકરી કરવા માગતા ઉમેદવારોએ અરજી કરતા પહેલા આ ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર સૂચના વાંચી લેવી જોઇએ. જેમા ઉમર, તમારી શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને નોકરીનું સ્થળ મહત્વપૂર્ણ છે. જો તમારા મનમાં કાઈ પણ પ્રશ્ન હોય તો આ માટે તમે તેની સંબંધિત વેબસાઇટ પર જઈ શકો છો અને તેમા નોકરીને લગતી તમામ ગાઈડલાઈન દર્શાવવામાં આવી છે. જેથી કરીને ફોર્મ ભરતા પહેલા તમારા પ્રશ્નોનું સમાધાન થઈ શકે.
પોસ્ટની વિગતો

આરોગ્યમિત્ર – 60
પ્રધાનમંત્રીઆરોગ્યમિત્ર – 369
અરજી ફોર્મ ભરવાની તારીખ
ઓનલાઈન અરજી ફોર્મ જમા કરવાની તારીખ: 10 સપ્ટેમ્બર 2020 રહેશે
ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ: 23 સપ્ટેમ્બર, 2020 રહેશે
શૈક્ષણિક લાયકાત

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારે વિજ્ઞાન વિષય સાથે 12 પાસ હોવો આવશ્યક છે. આ સિવાય સ્થાનિક ભાષા, અંગ્રેજી અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત સાથે સંબંધિત વધુ વિગતો માટે તેની વેબસાઈટ પર જોઈ શકો છો.
વય મર્યાદા
આ પદો માટેના ઉમેદવારની મહત્તમ વય મર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવી છે.
પગાર ધોરણ

20,000 દર મહિને
કેવી રીતે અરજી કરવી
અરજીની પ્રક્રિયા 10 સપ્ટેમ્બર, 2020 થી શરૂ થઈ છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો આ પોસ્ટ્સ માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા

આ પદ માટેના ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક પ્રદર્શન, કાર્ય અનુભવ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ પદ માટે તમારો કાર્ય અનુંભવ વધારે મહ્ત્વનો છે જો તમે આ કાર્યના અનુભવી હોય તો તમારી નોકરી મેળવવાની શક્યતા વધી જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "12 પાસ યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની બંપર ઓફર, આ વિભાગમાં થઇ રહી છે ભરતી, જાણો કેવી રીતે કરશો એપ્લાય"
ટિપ્પણી પોસ્ટ કરો