આ જાણીતી વ્યક્તિએ સુશાંતના મોતને લઇને કર્યા અનેક સવાલો, કહ્યું, ‘CBI કૂપર હોસ્પિટલના ડૉક્ટર્સની પૂછપરછ કરે’

વર્તમાન સમયે જ્યારે દિવસે દિવસે સુશાંત સિંહ રાજપુતના કેસમાં નવા તથ્યો સામે આવી રહ્યા છે, ત્યારે હવે સુબ્રમણ્યમ સ્વામી દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. જો કે હાલમાં સુશાંતના મૃત્યુના કેસ પર નવો ખુલાસો આવ્યો છે.

image source

આ કેસ માટે સીબીઆઈ તપાસમાં પીએમઓને હસ્તક્ષેપ કરવાની મંગની સાથે વકીલ ઈશકરણ ભંડારીની નિમણુક કરાવનાર સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને સુશાંતના પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરોની પૂછપરછ કરવામાં આવે એવી માંગણી કરી છે. સ્વામીએ કહ્યું હતું કે સુશાંતની ડેડ બૉડી લઈ જનાર એમ્બ્યુલન્સના કર્મચારીઓના મતે સુશાંતનો પગ તૂટી ગયો હોય તે રીતે વળેલો હતો.

સામાન્ય રીતે પોસ્ટમોર્ટમ સુર્યાસ્ત પછી કરવામાં આવતું નથી

image source

મીડિયામાં પ્રકાશિત થયેલા એક અહેવાલ પ્રમાણે સુશાંતનું પોસ્ટમોર્ટમ માત્ર ૯૦ મીનીટના સમયમાં જ પૂર્ણ કરવામાં કરી દેવાયું હતું. જો કે તપાસ કર્યા પછી વિસેરા લઇ લેવામાં આવ્યા હતા. સામાન્ય રીતે પોસ્ટમોર્ટમ કરવા માટે બેથી ત્રણ કલાકનો સમય લાગતો હોય છે, પણ સુશાંતના કેસમાં એમ નોહતુ થયું. જો કે ડોક્ટર્સ દ્વારા એમ કહેવાયું હતું કે આ પ્રકારની કોઈ પણ જાતની સમય મર્યાદા નક્કી હોતી નથી. એટલું જ નહિ એમ પણ માનવામાં આવે છે કે મુંબઈ પોલીસના ઈશારે સુશાંતનું પોસ્ટમોર્ટમ સુર્યાસ્ત બાદ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે પોસ્ટમોર્ટમ સુર્યાસ્ત પછી કરવામાં આવતું નથી.

આત્મહત્યાના કેસમાં શરીરનું પીળું પડવું સામાન્ય વાત નથી

image source

ઘણા સમયથી સુશાંતની મોતને લઈને અવનવી ખબર સામે આવી રહી છે, ત્યારે હવે સુશાંતની લાશ લઈને જનાર એમ્બ્યુલન્સના ડ્રાયવરે અભિનેતાની મૃત્યુના ૫૬ દિવસ પછી જણાવ્યું છે કે સુશાંતનું શરીર પીળું પડી ગયું હતું. એનો પગ વળેલો હતો અને પગ પર નિશાન પણ હતા. જો કે ડ્રાયવરે કહ્યું કે આ બોડી જોઇને બધું જ શંકાસ્પદ લાગતું હતું. જો કે આત્મહત્યાના કેસમાં શરીરનું પીળું પડવું સામાન્ય વાત નથી અને આ પ્રકારના કેસમાં પગ પણ વળતો નથી. આ ઉપરાંત ડ્રાયવરે એમ પણ કહ્યું હતું કે અભિનેતાના મોઢામાંથી ફીણ પણ નીકળ્યું નહોતું અને ગળા પરના નિશાનો પણ એકસરખા લગતા ન હતા.

ચર્ચાઓ હતી કે સુશાંતનું ગળું દબાવી દીધું હતું

image source

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનો છેલ્લો રીપોર્ટ એ પાંચ ડોક્ટરોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સુશાંતનું મોત શ્વાસ રૂંધાવાના કારણે થયું હતું. જો કે આનાથી પહેલા એવી ચર્ચાઓ હતી કે સુશાંતનું ગળું દબાવી દીધું હતું. આ અંગેની ચર્ચાઓ ઘણી ચાલી રહી છે પણ અધિકારીક તપાસમાં આ પ્રકારની કોઈ વાત હજુ સુધી સામે આવી નથી. જો કે સુશાંતના શરીર પર અન્ય કોઈ પ્રકારના સ્ટ્રલિંગ માર્ક્સ જોવા મળ્યા નથી અને એના નખમાંથી પણ કાઈ જ મળ્યું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "આ જાણીતી વ્યક્તિએ સુશાંતના મોતને લઇને કર્યા અનેક સવાલો, કહ્યું, ‘CBI કૂપર હોસ્પિટલના ડૉક્ટર્સની પૂછપરછ કરે’"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel