અનોખી રક્ષાબંધન – એક જ પરિવાર ચાર ભાઈ અને બહેન છે IAS અને IPS…
૩ ઓગસ્ટ, ૨૦૨૦ સોમવારના રોજ આખા દેશમાં રક્ષાબંધન (Rakshabandhan 2020)ની ધૂમધામ રહેશે. આખી દુનિયામાં રાખી સેલિબ્રેશન ચાલશે અને ભાઈ- બહેનના મસ્તી- મજાક અને પ્રેમ ભર્યા કિસ્સાઓથી છવાઈ રહેશે. પણ કેટલાક કિસ્સાઓ એવા પણ હોય છે જે આપને જોશ અને જુનુંનથી ભરી દેતા હોય છે. એક એવા ભાઈનો કિસ્સો જેણે કસમ ખાધી કે તેઓ IAS ઓફિસર બનીને જ પોતાની બહેનના હાથે રાખડી બંધાવવા ઘરે જશે. રક્ષાબંધનના તહેવાર પર અમે આપને ઓફિસર વાળી ફેમીલી સાથે મળવવા જઈ રહ્યા છીએ અહિયાં ચાર ભાઈ- બહેન IAS- IPS ઓફિસર છે.
જી હા આપને સાંભળીને કદાચ વિશ્વાસ નહી થાય પણ આ સાચી હકીકત છે. એક જ પરિવારમાં ચાર ભાઈ- બહેન અધિકારી છે. આજે અમે આપને ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રતાપ ગઢ જીલ્લાના લાલગંજના અધિકારી પરિવારની વાત કરવા જઈ રહ્યા છીએ. બહેન ફેલ શું થઈ ગઈ ભાઈએ નક્કી કરી લીધું કે, તેઓ હવે IAS ઓફિસર બનીને જ રાખડી બંધાવવા આવશે.
આ કિસ્સો છે મિશ્રા પરિવારની જેમાં બે ભાઈ અને બે બહેનોએ ત્રણ વર્ષની અંદર જ સિવિલ સર્વિસ એક્ઝામ ક્લીયર કરીને ઈતિહાસ રચી દીધો હતો. પ્રતાપગઢમાં રહેતા અનિલ મિશ્રા મેનેજર તરીકે ક્ષેત્રિય ગ્રામીણ બેંકમાં કામ કરતા હતા. તેઓ પોતાની પત્ની અને ચાર બાળકો યોગેશ, લોકેશ, ક્ષમા અને માધવીની સાથે બે રૂમના ઘરમાં રહે છે. અનિલ મિશ્રાની એક જ ઈચ્છા હતી કે તેમના ચારેવ બાળકો મોટા થઈને તેમનું નામ રોશન કરે. ચારેવ બાળકો ભણવામાં પણ સારા હતા. આવામાં તેમણે પ્રતિષ્ઠિત સિવિલ સેવામાં જવાનો નિર્ણય લીધો.
તે જ દિવસે નક્કી કરી લીધું કે સૌથી પહેલા પોતે IAS બનીને બતાવશે, જેનાથી પોતાના નાના ભાઈ- બહેનોને પ્રેરણા આપી શકું. હું આવતા વખતે બહેનો પાસે રાખડી બંધાવવા આવીશ તો IAS બનીને જ. ત્યાર પછી મેં તૈયારી શરુ કરી દીધી અને પહેલા જ પ્રયત્નમાં જ IAS બની ગયો. ત્યાર બાદ મેં નાના ભાઈ- બહેનોને માર્ગદર્શન આપ્યું. યોગેશ રીઝર્વ લીસ્ટમાં CSE ૨૦૧૩માં પસંદ કરવામાં આવ્યા હતા તેમની સફળતાએ ત્રણેવ ભાઈ- બહેનો માટે પ્રેરણા બની.
યોગેશ પછી માધવીએ CSE ૨૦૧૪ with AIR 62 ક્લીયર કર્યું. તે જ સમયે લોકેશએ CSE ૨૦૧૪માં રીઝર્વ લીસ્ટમાં પોતાનું નામ પણ મળ્યું. જો કે, તેને પોતાની પર વિશ્વાસ હતો અને તેને આ એક અન્ય શોટ આપવાનો નિર્ણય કર્યો. ચાર ભાઈ- બહેનમાં સૌથી મોટા છે યોગેશ મિશ્રા, જેઓ IAS છે. કોલકત્તામાં રાષ્ટ્રીય તોપ એવં ગોલા નિર્માણમાં પ્રશાસનિક અધિકારી રહ્યા છે.
બીજા નંબર પર છે બહેન ક્ષમા મિશ્રા, જેઓ IPS છે. તેમને કર્ણાટકમાં પોસ્ટીંગ મળી. ત્રીજા નંબર પર છે માધવી મિશ્રા, જેઓ ઝારખંડ કૈડરની IAS રહી છે અને કેન્દ્રના વિશેષ પ્રતિનિયુક્તિ સમયે દિલ્લીમાં પણ પોસ્ટીંગ થઈ હતી. ચોથા નંબર પર છે લોકેશ મિશ્રા તેઓ પણ IAS બનીને પરિવારનું નામ રોશન કરી દીધું છે.
ચારેવ ભાઈ- બહેનોના જીવનમાં સંઘર્ષ પણ ઓછો નથી રહ્યો. આ વિષે વાત કરતા માધવી જણાવે છે કે, ચારેવ ભાઈ- બહેનોમાં ઉમરનો ફર્ક કઈ વધારે છે નહી. બધા એકબીજાથી એક કે પછી બે વર્ષ જ નાના- મોટા છીએ. તેઓ એકસાથે રહીને ભણતા હતા અને સિવિલ સર્વિસની તૈયારી કરતા હતા. ફક્ત બે રૂમનું જ મકાન હતું જો કોઈ મહેમાન આવી જાય છે તો સૌથી વધારે તકલીફ થતી હતી. તેમ છતાં પણ ચારેવ ભાઈ- બહેનોએ મુશ્કેલીઓને હરાવીને પોતનું લક્ષ્ય મેળવ્યું છે.
પિતા અનિલ મિશ્રા કહે છે કે, તેમને પોતાના બાળકો પર ખુબ જ ગર્વ છે, તેમના ચારેવ બાળકોમાં ખુબ જ પ્રેમ છે. પ્રશાસનિક સેવાઓમાં રહેવા દરમિયાન પણ તેઓ રક્ષાબંધન, હોળી વગેરે તહેવારો પણ જરૂરથી ભેગા થાય છે.
આખા ગામમાં આ અધિકારી પરિવારની ખુબ જ બોલબાલા છે દરેક વ્યક્તિ સાંભળીને હેરાન થઈ જાય છે કે એક જ પરિવારમાં ચાર બાળકો અધિકારી છે. બાળકોએ માતાપિતાનું માથું આકાશ કરતા પણ ઊંચું કરી દીધું છે. બંને છોકરીઓ પોલીસ ઓફિસર છે તો બંને દીકરાઓ IAS ઓફિસર બનીને દેશની સેવા કરી રહ્યા છે.
Source : asianet news
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અનોખી રક્ષાબંધન – એક જ પરિવાર ચાર ભાઈ અને બહેન છે IAS અને IPS…"
ટિપ્પણી પોસ્ટ કરો