કર્ણાટકમાં થયો ચમત્કાર : 105 વર્ષના દાદીમાં એ હોસ્પિટલે દાખલ થયા વગર કોરોના સામે મેળવી જીત
કર્ણાટકમાં થયો ચમત્કાર : 105 વર્ષના દાદીમાં એ હોસ્પિટલે દાખલ થયા વગર કોરોના સામે મેળવી જીત
ભારતમાં કોરોના વાયરસનો આંકડો 47 લાખને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના વાયરસના નવા 94,372 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 48 લાખ નજીક પહોંચવા આવ્યો છે. જો કે 37,02,596 લોકોએ કોરોના જેવા જીવલેણ વાયરસને માત આપવામાં સફળતા મેળવી છે. કોરોનાએ એક જ દિવસમાં 1,114 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી થયેલા કુલ મૃત્યુની સંખ્યા 78,586 થઈ ગઈ છે.

105 વર્ષીય મહિલાએ ઘરે જ સારવાર લઈને કોરોનાને હરાવ્યો
જેમ લોકો કોરોનાથી મોતને ભેટી રહ્યા છે તેમ ઘણા લોકો કોરોનાને માત પણ આપી રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી છે કર્ણાટકમાં. કર્ણાટકના કોપલ જિલ્લામાં 105 વર્ષીય મહિલાએ ઘરે જ સારવાર લઈને કોરોનાને હરાવ્યો હતો. કમલામ્મા લિંગનાગૌડા હિરેગૌડર કોપલ વિસ્તારના કતારકી ગામના રહેવાસી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વૃદ્ધ મહિલને તાવ આવતા ગયા અઠવાડિયે તેની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં તેને કોરોના વાયરસના ચેપની પુષ્ટિ થઈ હતી.

મહિલાએ ઘરે સારવાર લેવાનું નક્કી કર્યુ
જો કે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ મહિલાએ હોસ્પિટલે જવાની ના પાડી હતી. મહિલાને તેના આરોગ્યની વધુ ચિંતા નહોતી, તેથી તેણે હોસ્પિટલમાં જવાની ના પાડી અને પુત્રના ઘરે એકાંતમાં રહીને સારવાર લેવાનું નક્કી કર્યું. વ્યવસાયે ડોક્ટર પૌત્ર શ્રીનિવાસ હયાતીની દેખરેખ હેઠળ ઘરે સારવાર કરાવી કમલામ્મા સ્વસ્થ થઈ.

કોરોનાને મ્હાત આપી લોકો માટે પ્રેરણા પુરી પાડી
મીડિયા સાથે વાત કરતા કમલામ્માના પૌત્રએ કહ્યું કે તેની ઉંમરને ધ્યાનમાં રાખીને ઘરે સારવાર કરવી પડકારજનક હતી. જો કે, અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને સામાન્ય સારવાર આપવામાં આવી હતી અને તેમણે કોરોનાને હરાવ્યો. હવે તે અન્ય લોકો માટે પ્રેરણા બની ગયા છે. આટલી મોટી ઉમરે કોરોનાને મ્હાત આપવાથી લોકો તેમના જુસ્સાને સલામ કરી રહ્યા છે.
પહેલા ખોરાક લેવાની ના પાડી

મહિલાએ જો કે પહેલા ખોરાક લેવાની ના પાડી હતી, પરંતુ ત્યાર બાદમાં તે દળીયો લેવા રાજી થઈ ગયા હતા. જો કે તેને માર્યાદિત દવાઓ જ આપવામાં આવી હતી. શનિવાર સાંજ સુધીમાં કોરોનાના ચેપના કુલ 8,802 કેસ કોપલ જીલ્લામાં નોંધાયા હતા, જેમાંથી 186 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 6,870 લોકો ઠીક થયા હતા.
કોરોના વેક્સીનનું ટ્રાયલ ફરીથી શરૂ

ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એક્ટ્રાજેનેકા (AstraZeneca) ની વેક્સીનના ટ્રાયલને તાજેતરમાં જ એક દર્દીની તબીયત ખરાબ થવાને પ્રતિબંધ કરી દેવામાં આવી હતી. જોકે હવે સમાચાર છે કે Astrazeneca એ યૂકેમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. કંપનીના અનુસાર યૂકેની મેડિસિન હેલ્થ રેગુલેટરી ઓથોરિટીથી મંજૂરી મળ્યા બાદ ફરીથી વેક્સીનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે UK માં 1 વોલેન્ટિયરની તબિયત બગડ્યા બાદ વેક્સીનનું ટ્રાયલ પહેલાં યૂકે પછી દુનિયાભરમાં અટકાવી દેવામાં આવ્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કર્ણાટકમાં થયો ચમત્કાર : 105 વર્ષના દાદીમાં એ હોસ્પિટલે દાખલ થયા વગર કોરોના સામે મેળવી જીત"
ટિપ્પણી પોસ્ટ કરો