શિવાંગી જોશીના ફેન્સને મળ્યો મોટો ઝાટકો ,યે રિશ્તા..માં નાયરાનું થશે મોત, જાણો શું છે આ મોટું ટ્વિસ્ટ
ટેલિવિઝનની દુનિયાની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં હવે દર્શકોને જોવા મળશે એક મોટો ટ્વિસ્ટ. દર્શકોને પણ તેનો અણસાર આવી જ ગયો હોય તેવું લાગે છે. શોના લીડ કેરેક્ટર કાર્તિક એટલે કે મોહસિન ખાનને મોટો ઝાટકો મળવાનો છે, કારણ કે શોમાં નાયરાનું મૃત્યુ થવાનું છે. શો મેકર્સ દ્વારા તેને લઈને એક પ્રોમો પણ રિલિઝ કરવામાં આવ્યો છે.

હા, તમે સાચું જ વાંચી રહ્યા છો. પ્રોમો વિડિયોમાં કાર્તિકને નાયરાને યાદ કરતા બતાવવામાં આવ્યો છે. સફેદ વસ્ત્રોમા કાર્તિક નાયરાના મૃત્યુ બાદ તેની અંતિમ ક્રિયા કરી રહ્યો છે. પ્રોમોના અંતમા કાર્તિક કહે છે, ‘બધું જ તે શીખવ્યું હતું, પણ એકલા રહેવાનું કોણ શીખવશે.’
શું પુરો થઈ ગયો શિવાંગી જોશીનો રોલ ?

સ્ટાર પ્લસના આધિકારિક ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી પ્રોમો વિડિયો શેર કરવમા આવ્યો છે. સાથે સાથે કેપ્શન લખવામાં આવ્યું છે, ‘કાર્તિકે કહેવી પડશે, જીવનની સૌથી મુશ્કેલ અલવિદા ! શું તે નાયરાથી જૂદો થઈને રહી શકશે ?’ જો કે હમણા એ જાણકારી પણ સામે આવી છે કે શું શોમાં નાયરા એટલે કે શિવાંગી જોશીનું પાત્ર ખરેખર પુરુ થઈ ગયું છે કે પછી તેણીને બીજા કોઈ રૂપમાં ફરી લાવવામા આવશે.
કાર્તિક અને નાયરા વચ્ચે આવી રિદ્ધિમા

શોની હાલની વાર્તાની વાત કરીએ તો કાર્તિક અને નાયરાની લવ લાઇફમાં ટેંશન ચાલી રહ્યું છે. ડો.રિદ્ધિમાના પાત્રએ કાર્તિક અને નાયરા વચ્ચે અંતર ઉભુ કરી દીધું છે. તેમાં કોઈ બે મત નથી કે નાયરાનું મૃત્યુ વાર્તામાં જોરદાર ટ્વિસ્ટ લાવશે. પણ તેની સાથે સાથે તે શિવાંગી જોશીના ફેન્સને પણ મોટો ઝાટકો આપશે.
તમને જણાવી દઈએ કે યે રિશ્તા ક્યા કેહલાતા હૈ સિરિયલ 2009થી સ્ટાર પ્લસ પર બતાવવામાં આવી રહી છે. આમ આ સિરિયલને 11 વર્ષ ઉપર થઈ ગયું છે અને તે અત્યાર સુધી સફળ રીતે ચાલી રહી છે. આ પહેલાં અક્ષરા અને નૈતિક એટલે કે નાયરાના માતાપિતા સિરિયલના મુખ્ય પાત્રો હતો. ત્યાર બાદ અક્ષરાનું કોઈ કાર અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું.

અને તેના પાત્રનો ત્યાં જ અંત લાવવામાં આવ્યો હતો ત્યાર બાદ આખીએ વાર્તા કાર્તિક અને નાયરાની આસપાસ ફરી રહી છે. તે વખતે અક્ષરાનું પાત્ર એટલા માટે પુરું કરવામા આવ્યું હતું કારણ કે અક્ષરાનું પાત્ર નિભાવનારી હીના ખાન શોને છોડવા માગતી હતી. જોકે ત્યાર બાદ તેણી બીગબોસ રિયાલીટી શોમાં જોવા મળી હતી. જેમાં તેણી સેકન્ડ રનરઅપ રહી હતી. હવે જોવાનું એ રહેશે કે નાયરાનું પાત્ર નિભાવતી શિવાંગી જોશી ખરેખર શો છોડી રહી છે કે પછી વાર્તામાં કોઈ નવો વણાંક લાવવા માટે દર્શકોને આ ઝાટકો આપવામા આવી રહ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શિવાંગી જોશીના ફેન્સને મળ્યો મોટો ઝાટકો ,યે રિશ્તા..માં નાયરાનું થશે મોત, જાણો શું છે આ મોટું ટ્વિસ્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો