16 વર્ષની છોકરીના ખાતામાં 10 કરોડ રૂપિયા આવતા પરિવારજના પગ નીચેથી જમીન સરકી ગઈ, પિતા કરે છે ગેરેજમાં કામ
16 વર્ષની છોકરીના ખાતામાં 10 કરોડ રૂપિયા આવતા પરિવારજના પગ નીચેથી જમીન સરકી ગઈ, પિતા કરે છે ગેરેજમાં કામ
હેરા-ફેરી’ અને ફિર હેરા-ફેરી આ બંન્ને ફિલ્મો જોઈને લોકોના મનમાં પૈસાદાર થવા માટે ઘણી યોજનાઓ ચાલી હતી. પૈસા જ પૈસા હશે પાસે તેવુ લોકો વિચારવા લાગ્યા હતા. પરંતુ ધીરે ધીરે સમજાયું કે આટલી સરળતા પૈસા ફક્ત ફિલ્મોમાં જ આવે છે. પણ આવું જ કઈક થયું છે ઉત્તર પ્રદેશમાં.
યુપીના બલિયાની વાત છે જ્યાં 16 વર્ષીય યુવતીના ખાતામાં 10 કરોડ રૂપિયા આવ્યા અને તેને ખબર પણ નથી. જો તમારા બેંક ખાતામાં 1-2 લાખ નહીં પરંતુ, પૂરા 10 કરોડ રૂપિયા આવી જાય તો, તમારી માનસિક સ્થિતિ શું હશે? મનમાં કેવા કેવા વિચારો આવશે? જો આ રકમ કૌન બનેગા કરોડ પતિ જેવા ક્વિઝ શોમાં જીત્યા હો તો તમે તેને ખર્ચ કરવાનો પ્લાનિંગ બનાવી શકશો, પરંતુ રકમ ઘર બેઠા આવી હોય તો, ડરવું અને ગભરાવું સ્વાભાવિક છે. એવું જ થયું બલિયા જિલ્લાના રૂકૂનપુરા ગામમાં રહેતી કિશોરી સરોજ સાથે.
સરોજના અને તેના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ
આ વાત છે અલાહાબાદ બેંકની કે જેની બાંસડીહ શાખામાં તેના ખાતામાં 9 કરોડ 99 લાખ રૂપિયા જમા થવાની જાણકારી મળી, તો સરોજના અને તેના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ. પરિવાર હેરાની સાથે ગભરાઈ ગયું. માતા સાથે બેંક પહોંચેલી કિશોરીને રૂપિયા આવવાની પુષ્ટિ થઈ તો બેંક અને પોલીસ સ્ટેશનમાં જાણકારી આપીને આ બાબતે તપાસ કરી, કાર્યવાહી કરવાની માંગણી કરી. તેને સાઇબર હુમલાખોરોની કરતૂત માનતા પોલીસ તપાસમાં લાગી ગઈ છે.
ખાતાની લેવડ-દેવડ પર પ્રતિબંધ
કોડર વિસ્તારમાં રહેનાર રૂકૂનપુરા ગામની સુબેદાર સાહનીની દીકરી સરોજનું અલાહબાદ બેંકની બાંસડીહ શાખામાં ખાતું છે. સોમવારે તે બેંકમાં પહોંચી અને જમા રકમની જાણકારી લીધી, તો જાણકારી આપવામાં આવી કે, 9 કરોડ 99 લાખ 4 હજાર 736 રૂપિયા છે. કર્મચારીઓએ જણાવ્યું કે, ખાતાની લેવડ-દેવડ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લગભગ 10 કરોડ રૂપિયાની વાત સાંભળીને કિશોરીના હોંશ ઊડી ગયા.
સરોજે ATMનો કોડ પણ જણાવી દીધો
પોલીસને આપવામાં આવેલી જાણકારીમાં સરોજે જણાવ્યું કે, વર્ષ 2018થી જ તેનું ખાતુ ચાલી રહ્યું છે. બે વર્ષ પેહલા જ કાનપુર દેહાત જનપદના ગામ પાકરા, પોસ્ટ બાંધીરથી નિલેશ નામની વ્યક્તિએ સરોજને ફોન કરીને પ્રધાનમંત્રી આવાસ અપાવવાના નામ પર આધાર કાર્ડ અને ફોટો માંગ્યો હતો. સરોજે આધાર કાર્ડની ઝેરોક્ષ અને અન્ય કાગળો જણાવેલા એડ્રેસ પર મોકલી દીધા. ત્યારબાદ સરોજના નામથી પોસ્ટ મારફતે એક ATM આવ્યો. તેને પણ કાનપુરના નિલેશે માંગ્યો તો સરોજે એ એડ્રેસ પર રજીસ્ટ્રી કરી દીધો. સરોજે ATMનો કોડ પણ જણાવી દીધો.
નિલેશ કુમારનો મોબાઈલ નંબર બંધ
બેંક કર્મચારીના જણાવ્યા અનુસાર, બેંકના ખાતામાંથી ઘણીવાર લેવડ-દેવડ કરવામાં આવી છે. સરોજે જણાવ્યું કે, તે બાબતે તેને કોઈ ખબર નથી કે રૂપિયા ક્યાંથી આવ્યા છે અને તેની સાથે અમારો કોઈ મતલબ નથી. સરોજે આપેલી જાણકારીમાં પોતાનો બેંક ખાતા નંબર અને અન્ય ડિટેઇલ બેંક અને પોલીસને આપીને તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સરોજે જણાવ્યું કે, નિલેશ કુમારના જે મોબાઈલ નંબર પરથી વાતચીત થઈ રહી હતી, તે હવે બંધ બતાવી રહ્યો છે.
અચાનક ખાતામાં રૂપિયા આવવાથી પરિવાર ડરી ગયો
રાજેશ કુમાર સિંહ, પ્રભારી નિરીક્ષક બાંસડીહે જણાવ્યું કે, ખાતામાં 9 કરોડ 99 લાખ રૂપિયા આવવાની આખી તપાસ પોલીસના સહયોગથી બેંક કરશે. દોષીઓ પર કાર્યવાહી ચોક્કસ કરાવવામાં આવશે. રૂકૂનપુરાની 16 વર્ષીય સરોજના પિતા અમદાવાદમાં કોઈ ગેરેજમાં કામ કરે છે. મા દેવાંતી સાથે પોલીસ સ્ટેશન ગયેલી સરોજે જણાવ્યું કે, તે ભણતી નથી અને શાળાએ પણ નથી ગઈ. તે કોઈક રીતે સહી કરી શકે છે. તેણે પોતાની સહીથી જ બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. અચાનક ખાતામાં 10 કરોડ રૂપિયા આવવાથી તેનો પરિવાર ઘણો ડરી ગયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "16 વર્ષની છોકરીના ખાતામાં 10 કરોડ રૂપિયા આવતા પરિવારજના પગ નીચેથી જમીન સરકી ગઈ, પિતા કરે છે ગેરેજમાં કામ"
ટિપ્પણી પોસ્ટ કરો