ગુજરાતના આ શહેરમાં આજથી 6 દિવસનું લોકડાઉન
રાજ્યમા કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા ઈડરનું બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સમગ્ર ઈડરમાં રીક્ષામાં માઈક સાથે બજાર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
ત્યારે ઇડરમાં તમામ એસોસિએશન દ્વારા બેઠક કરી બજાર સોમવારથી શનિવાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોના બેકાબૂ બનતાં કાપડ એસો., વાસણ એસો., કાપડ મહાજન, સોની એસો., નોવેલ્ટી એસો.ઓટો પાર્ટસ એસો., સીડ્સ એસોસિએશન, બૂટ ચંપલ એસોસિએશન સહિતના વેપારીઓએ શનિવારે બેઠક કરી કોરોના મહામારી અટકાવવા સોમવારથી શનિવાર સુધી સંપૂર્ણ બજાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
ગુજરાત રાજ્યમાં એક દિવસમાં 1411 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે અને સાથે જ એક દિવસમાં 1231 દર્દીઓએ કોરોનાને મહાત પણ આપી છે. કોરોનાથી એક દિવસમાં 10 દર્દીઓના મોત થયા છે અને હાલ રાજ્યમાં 86 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.
રાજ્યમાં એક દિવસમાં 60,357 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 1,33,219 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 16,660 કોરોના એક્ટિવ કેસ છે તો કોરોનાથી કુલ 3419 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 113140 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.
રવિવારે અહીં આવ્યા સૌથી વધુ કેસ
સાબરકાંઠા જિલ્લામાં રવિવારે વધુ 8 પોઝેટીવ કેસ નોંધાયા હતા જેમાં હિંમતનગરમાં 4, ઇડર, તલોદ, ખેડબ્રહ્મા અને વડાલીમાં એક – એક પોઝિટિવ કેસ નોંધાયા હતા.
હિંમતનગર વૈભવ સોસાયટીમાં 25 વર્ષીય પુરુષ, દર્શન સોસાયટીમાં 40 વર્ષીય પુરુષ, છાપરિયા વિસ્તારમાં 61 વર્ષીય મહિલા, શ્રેયસ સોસાયટીમાં 61 વર્ષીય પુરુષ, ઇડર શહેરમાં 54 વર્ષીય મહિલા, તલોદમાં શ્રીજી કોલોનીમા 50 વર્ષીય પુરુષ, ખેડબ્રહ્મા મટોડામાં 75 વર્ષીય પુરુષ, વડાલીના ઊગેશ્વર વિસ્તારમાં 29 વર્ષીય પુરુષનો કોવીડ – 19 નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેના કારણે અહીં તંત્ર દોડતું થયું છે. ગુજરાતમાં હવે આ જિલ્લો ચિંતાનો વિષય બન્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ગુજરાતના આ શહેરમાં આજથી 6 દિવસનું લોકડાઉન"
ટિપ્પણી પોસ્ટ કરો